Sunday 28 July 2024

ચાંદીપુરા-- નાની માખીથી થતો મોટો રોગ

ચાંદીપુરા-- નાની માખીથી થતો મોટો રોગ 



ચાંદીપુરા વાઈરસ અત્યારે ગુજરાત, મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાં જોવા મળી રહ્યો છે. આજથી ૬૦ વર્ષ પહેલાં મહારાષ્ટ્રના વિદર્ભમાં એક દર્દીના લોહીમાંથી આઈસોલેટ થયો હતો. તે ચાંદીપુરા ગામનો વતની હતો, તેથી તેનું નામ ચાંદીપુરા વાઈરસ પડ્યું.

રોગનાં લક્ષણો

• તાવ, શરદી, ખાંસી, પેટમાં તીવ્ર દુખાવો, ઝાડા-ઊલટી, ખેંચ આવવી તથા બેભાન થઈ જવું.

• આ રોગ ખૂબ જ ઝડપથી શરીરમાં ફેલાય છે અને ઘણી વખત ફેફસાને પણ જકડી લે છે, જેથી દર્દીને વેન્ટિલેટર પર રાખવાની જરૂર પડી શકે છે.

• : માસથી ૧૪ વર્ષની ઉંમર સુધી આ રોગ બાળકોમાં થતો જોવા મળે છે, કારણ કે તેમની રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય છે. પુખ્ત ઉમરની વ્યક્તિમાં ઓછો થાય છે.

સેન્ડ ફલાય માખીથી ફેલાય છે.
 આ વાઇરસ એક 'વેક્ટર' જે તે સેન્ડ લાય (Sand fty) જે એક જાતની માખી છે તેનાથી ફેલાય છે. જેનો રંગ ભૂખરો લાલ હોય છે. જે ભેજવાળા વાતાવરણ તથા ગંદકીમાં પેદા થાય છે કે રહે છે જેમ કે ગાય-ભેંસના વાડામાં જ્યાં છાણ વગેરે જેવી ગંદકી ફેલાયેલી હોય. શહેરનાં અંતરિયાળ વિસ્તારો જ્યાં ગંદકી વધારે હોય ત્યાં તે ફેલાય છે. ગ્રામ્ય વિસ્તારમાં એવા ઘરો કે જ્યાં ગાર-લીંપણથી દીવાલો બનાવેલી હોય તો તે દીવાલોમાં પડેલી તિરાડો કે નાના કાણાંઓમાં રહે છે.

સેન્ડ ફલાય ચાંદીપુરમ સિવાય કાલા આઝાર જેવા રોગોના ફેલાવા માટે પણ જવાબદાર છે. સેન્ડ ફ્લાય ઘરની અંદરની બાજુએ કાચી કે પાકી દીવાલમાં રહે છે. દીવાલોમાં પડેલી તિરાડોમાં પણ તે રહે છે. તે ઈંડા મૂકે છે. તેમાંથી મચ્છરની જેમ ઈયળ, કોશેટો અને તેમાંથી માખી બને છે. સેન્ડ ફ્લાય સામાન્ય રીતે જે માખી જોવા મળે છે તેના કરતાં ચાર ઘણી નાની હોય છે.

નિદાન કેવી રીતે કરી શકાય?

રોગોનાં લક્ષણો ઉપરથી નિદાન કરાય છે. જેમ કે, અન્ય વાઇરસના લક્ષણો હોય છે. દા.ત. શરદી, ખાંસી, તાવ, પેટમાં દુખાવો, ખેંચ વગેરે.


લેબોરેટરી જ્યાં આ વાઈરસનાં પરીક્ષણો થઈ શકે છે ત્યાં બ્લડ સેમ્પલ મોકલાવી તેને પારખી શકાય છે.

દાખલ કરીને સધન સારવાર આપવાની
જરૂર પડી શકે છે. આમાં જો સમયસર સારવાર ન કરવામાં આવે તો ૨૪થી ૪૮ કલાકમાં દર્દીનું મૃત્યુ નીપજી શકે છે જેથી રોગનાં જેવાં લક્ષણો જણાય તો તેની તુરંત સારવાર લેવી અત્યંત જરૂરી બની જાય છે.

રસી

ચાંદીપુરા વાયરસની રસી હજી સુધી શોધાઈ નથી.

રોગનું નિદાન

• આ રોગનું નિદાન RTPCR ટેસ્ટથી થઈ શકે છે તથા જો બાળકને ખેંચ આવતી હોયકે બેભાન થઈ ગયું હોય તો સી.એસ.એફ (CSF) ની તપાસ કરતાં તેનું નિદાન થઈ શકે.

સારવાર

* રોગનાં લક્ષણોની સારવાર જેમ કે, તાવ માટે પેરાસિટામોલ, ઝાડા માટે ઓઆરએસ અથવા આઈ.વી.ફ્લુયઈડસ ખેંચ માટે- ખેંચને શાંત પાડનારાં ઈંજેકશન.

• શ્વાસ લેવામાં તકલીફ માટે હોસ્પિટલમાં દાખલ કરી. ઓક્સિજન કે વેન્ટિલેટર તકેદારીની જરૂર પડી શકે.

• સૌથી વધારે ધ્યાન આપનારી બાબત એ છે કે આ રોગ ખૂબ જ ઝડપથી પ્રસરી શકે છે તથા મગજમાં ચેપ એટલે કે એનકેફેલાઈટીટી થાય, બાળક બેભાન થઈ શકે, વારંવાર ખેંચ આવે, આવાં સંજોગોમાં બાળકને આઈસીયુમાં દાખલ કરવો પડે.

બચવાના ઉપાય

* સેન્ડ ફ્લાયથી બચવા માટે ઘરની અંદરની અને બહારની દીવાલોમાં તિરાડો કે કાણાં હોય તો તે પુરાવી દેવા જોઈએ.

• ઘરમાં પૂરતો સૂર્યપ્રકાશ કે હવા-ઉજાસ આવે તેવી વ્યવસ્થા કરવી જોઈએ.

- બાળકોને દિવસે અને રાત્રે મચ્છરદાનીમાં સુવડાવાનો આગ્રહ રાખો.

* બાળકોને આખું શરીર ઢંકાય એવાં બાંયનાં વસ્ત્રો પહેરાવવાં અને ધૂળ-માર્ટી હોય ત્યાં રમવા દેવાં નહીં.

- પાણીનો ભરાવો રોકવો તથા સાફ સફાઈમાં ધ્યાન આપવું. મચ્છરોનો ઉપદ્રવ વધારે હોય તે વિસ્તારોમાં ઉઘાડા પગે ફરવું નહીં. જંતુનાશક દવાનો ઉપયોગ કરવો. ટૂંકમાં ડરવાની જરૂર નથી, પરંતુ સાવચેતી અત્યંત જરૂરી છે. --


No comments:

Post a Comment