Saturday 29 May 2021

વાર્તા ---રૂપિયાનો રણકાર

               રૂપિયાનો રણકાર 

બે જણા રસ્તા પરથી પસાર થતાં હતા .સાંજનો વખત હતો .બજારમાં સૌ પોતપોતાનો પથારો સમેટી રહ્યા હતા .શોરબકોર થઇ રહ્યો હતો .આવામાં પાસેના ચર્ચમાં ઘંટરાવ થવા લાગ્યો ઘંટનો મધુર અવાજ સાંભળતા એક જણ બોલી ઊઠ્યો ;''કેટલો મધુર અવાજ છે !

 આ ચર્ચના ઘંટરાવ સાથે તો બીજે કોઈ ઘંટ મુકાબલો જ ન કરી શકે!''

બીજાએ કહ્યું : "શું વાત કરે છે ! મને તો કશો અવાજ સંભળાતો નથી.'' પેલાએ ફરી જોરથી સંભળાવ્યું પણ એ તો બજારના શોરબકોરમાં ખોવાયેલો હતો. ઘોડાઓ હણહણી રહ્યા હતા.ગાડીઓ જોડાતી હતી. બળદોને ડચકારા થઈ રહ્યા હતા. માલ -સામાન બંધાઈ રહ્યો હતો. બધાં વ્યસ્ત હતા. ઉતાવળમાં હતા. સૂર્ય આથમી રહ્યો હતો.લોકો બધું સમેટીને ઘરે જવા અધીરા હતા.એણે કહ્યું:"આવા શોરબકોરમાં કોણ પ્રશસા કરી રહયો છે.મારી સમજમાં નથી આવતું. અને દુષ્ટ પાદરી ચર્ચાના ઘંટ જોરજોરથી વગાડી રહયો છે.એનાથી કશું ઠીક રીતે સંભળાતું નથી.કે તું શું કહી રહ્યો છે !''

એવામાં કોઈના રૂપિયાના સિક્કા ખણણ કરતાં સડક ઉપર પડ્યા. ભીડ એકઠી થઈ ગઈ. જે માણસને                            

 ચર્ચનો ઘંટરાવ નહોતો સંભળાયો એ પણ દોડી આવ્યો.પેલો પૂછતો હતો કે "ક્યાં જાય છે તું ?"

સાંભળ્યો નહી રણકતા રૂપિયાઓનો ખણખણાટ !હમણાં જ કોઈના રૂપિયાના સિક્કાઓ પડ્યા. ''

એના સાથી મિત્રે અચરજથી પૂછ્યું: "આટલો શોરબકોર થઈ રહ્યો છે. ઘોડાઓ હણહણી રહ્યા છે. ગાડીઓને બળદો બંધાઈ રહ્યા છે. લોકો બૂમાબૂમ કરી રહ્યા છે. સામાન બધાંઈ રહ્યો છે.લોકોને ઘરે જવાની ઉતાવળ છે -અને પેલો પાદરી ચર્ચનો ઘંટ વગાડી રહ્યો છે. આટલા શોરબકોરમાં તને રૂપિયા પડવાના ખણખણાટ સંભળાયો !"

જેની નજર રૂપિયા ઉપર છે,એને હજાર પ્રકારના ધોંઘાટમાં ય રૂપિયાનો રણકાર સંભળાયા વિના નહી રહે. જેની રૂપિયા ઉપર પકડ છે, એને ફક્ત રૂપિયામાં જ સંગીત સંભળાય છે.....એને બીજું કશું સંગીત સંભળાતું નથી.           



પ્રસંગ પર્વ માંથી  ----સાભાર 

સંપાદક --દક્ષેશ ઠાકર                                                                                        

No comments:

Post a Comment