Thursday 23 November 2023

આવો તમને જણાવીએ શું છે QCO....શું છે QCO?ભારત સરકારે 7 થી 14 વર્ષની વયના બાળકો માટેના રમકડાં માટે BIS એક્ટ, 2016ની કલમ 16 હેઠળ ટોય્ઝ ક્વોલિટી કંટ્રોલ ઓર્ડર (QCO), 2020 જારી કર્યો હતો. આ આદેશ હેઠળ રમકડાંની ગુણવત્તા સુનિશ્ચિત કરવા માટે તેના પર ISI માર્ક હોવું જરૂરી છે. તેથી, રમકડા ખરીદતી વખતે, તેમના પર ISI માર્ક ચોક્કસપણે તપાસો. જો રમકડાં પર ISI ચિહ્ન નથી, તો તમે નેશનલ કન્ઝ્યુમર હેલ્પલાઈન 1915 પર ફોન કરીને તેની ફરિયાદ કરી શકો છો.

આવો તમને જણાવીએ શું છે QCO....

શું છે QCO?


ભારત સરકારે 7 થી 14 વર્ષની વયના બાળકો માટેના રમકડાં માટે BIS એક્ટ, 2016ની કલમ 16 હેઠળ ટોય્ઝ ક્વોલિટી કંટ્રોલ ઓર્ડર (QCO), 2020 જારી કર્યો હતો. આ આદેશ હેઠળ રમકડાંની ગુણવત્તા સુનિશ્ચિત કરવા માટે તેના પર ISI માર્ક હોવું જરૂરી છે. તેથી, રમકડા ખરીદતી વખતે, તેમના પર ISI માર્ક ચોક્કસપણે તપાસો. જો રમકડાં પર ISI ચિહ્ન નથી, તો તમે નેશનલ કન્ઝ્યુમર હેલ્પલાઈન 1915 પર ફોન કરીને તેની ફરિયાદ કરી શકો છો.

ISI MARK વગરના રમકડાંનું વેચાણ, વેપાર, આયાત અને સ્ટોક રાખવો ગુનો ગણવામાં આવશે. હકીકતમાં બાળકોને તો રમકડાં પસંદ જ હોય છે. પરંતુ આ રમકડા ઘણીવાર ખૂબ જ ટોક્સિનથી ભરેલા હોય છે. જેના કારણે માતા-પિતા સતત ચિંતિત હોય છે. અસુરક્ષિત રમકડાં બાળકો માટે ઘણીવાર જુદા જુદા પ્રકારના જોખમ ઉભા કરે છે. રમકડાં પરની તીક્ષ્‍ણ ધાર કે ઉપસેલા બિંદુઓના કારણે શારીરિક ઈજા થવાનું જોખમ રહેલું છે અને તેમાં રહેલા ઝેરી તત્વો બાળકોના સ્વાસ્થ્ય પર ઊંડી અસર કરી શકે છે. BIS એ રમકડાંની સુરક્ષા પર ઘણા ભારતીય ધોરણો પ્રકાશિત કર્યા છે.

તમને જણાવી દઈએ કે સરકારના આ આદેશ બાદ દેશભરમાં પાછલા 3 વર્ષોમાં ISI માર્ક વગરના અનેક રકમડાં જપ્ત કરવામાં આવ્યા છે. જોકે માર્કેટમાં હજુ પણ ISI માર્ક વગરના રકમડાં મળે છે અને તેથી જ તેને ખરીદતાં પહેલાં એ સુનિશ્ચિત કરવું જોઈએ કે રકમડાં QCO માર્ક ધરાવતાં હોય.

No comments:

Post a Comment