Sunday 19 November 2023

30 મી જૂને નિવૃત થતાં કર્મચારીઓને ઇજાફો અપાશે

રાજ્યના નાણાં વિભાગનો એક મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. વાત જાણે એમ છે કે, ૩૦ જૂને વયમર્યાદા નિવૃત્ત થતા કિસ્સામાં ઈજાફો આપવામાં આવશે. મહત્વનું છે કે, સુપ્રીમકોર્ટના આદેશને પગલે રાજ્ય સરકારે આ નિર્ણય લીધો છે. નોંધનિય છે કે, ૧ જાન્યુ. ૨૦૦૬થી ૩૧ ડિસેમ્બર ૨૦૨૨ સુધી નિવૃત્ત થયેલાને આ લાભ મળશે. 
ગુજરાત સરકારના નાણાં વિભાગ દ્વારા ૩૦ જૂને વયમર્યાદા નિવૃત્ત થતા કિસ્સામાં ઈજાફો આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
વયમર્યાદા નિવૃત્તિના કિસ્સામાં ઈજાફો આકારી પેન્શન સુધારા કરવાનો રહેશે. આ સાથે કર્મચારીઓને ૩૦ જૂનનો ઈજાફો પેન્શનમાં મળવાપાત્ર રહેશે. મહત્વનું છે કે, આનો લાભ પંચાયત સેવાના કર્મીઓ, અનુદાનિત સંસ્થાના કર્મીઓને મળશે. આ સાથે છઠ્ઠા પગારપંચનો લાભ મેળવનાર કર્મચારીને લાભ મળશે. આ ઠરાવનો અમલ પંચાયત સેવાના કર્મચારીઓ સહિત અનુદાનિત સંસ્થાઓના કર્મીઓને મળશે.

રાજ્યના બોર્ડ નિગમના કાયમી કર્મચારીઓ માટે મોટા સમાચાર સામે આવ્યા છે. વિગતો મુજબ રાજ્ય સરકાર દ્વારા નવેસરથી પેન્શન નક્કી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેથી હવે રાજ્ય સરકારના ઠરાવ પ્રમાણે ૨૧-૦૩-૨૦૨૦નો પેન્શન નક્કી કરતો ઠરાવ રદ્દ કરાયો છે. આ તરફ હવે કાયમી કર્મચારીઓનું પેન્શન ૧૦૦ ટકાના ધોરણે ફરી નક્કી કરાશે. જેથી હવે કર્મચારીઓના પેન્શનમાં વધારો થશે.

No comments:

Post a Comment