Friday 22 October 2021

ધોરણ ચાર કુહૂ પાઠ-૩--શંખલાની બહેન છીપલી --વાર્તા---કલાકારની ઢીંગલી

પાઠ --૩. કલાકાર ની ઢીંગલી
સુલતાનાબાદ ના એક વિસ્તારમાં તૂટેલી-ફૂટેલી વીસેક ઝૂંપડીઓ કાણાં પડેલા જૂનાં પતરાં લાકડા પ્લાસ્ટિકની થેલીઓ, કોથળા, કાપડ એ જ ઝૂંપડીની દીવાલો ને છત . રંગબેરંગી ભીંતોવાળી આ ગલીઓમાં પોતાનું બાળપણ વિતાવતો દિવ્યેશ, ગરીબ મા બાપનું હવે એક માત્ર સંતાન.
  નવ વર્ષના દિવ્યેશ માટે ફુરસદના સમયે રમતો રમવી ,મોજ મજા કરવી એ એક સપનું જ હતું .તેના પિતાની ચાની લારી. આ લારીમાં ચા ઉપરાંત બિસ્કૂટ- કુલ્ફીનો એક ડબ્બો પણ ખરો. ઋતુ પ્રમાણે કુલ્ફી. સિવાય ની વસ્તુઓ પણ વેચવામાં આવે.
દિવ્યેશ નજીકની ગવર્મેન્ટ સ્કૂલમાં અભ્યાસ કરે .ને બાકીના સમયમાં પિતાને કામમાં મદદરૂપ થાય. ઘરની સ્થિતિ નબળી હોવાથી ચાની લારીએ વાસણ માંજવા, ચા આપવી, કુલ્ફી વેચવી જેવા કામોમાં તે  ટેકો કરતો. કુલ્ફી વેચતાં તેના મનમાં કુલ્ફી ખાવાની તીવ્ર ઇચ્છા થાય, તેનું પેટ ક્યારેક ભૂખથી. બૂમો પાડતું હોવા છતાં  કૂલ્ફીને મોં સુધી લઈ ન જવા જેટલો સંયમ તેણે મેળવી લીધો હતો.      
તહેવારના દિવસોમાં દિવ્યેશ હાથ બનાવટની અવનવી વસ્તુઓ બનાવી વેચતો .તે છીપલામાં  હાર ,બુટ્ટી અને ઝાંઝર બનાવતો તથા  દીવાલ શોભાવે તેવા કાથીકામ ના ચિત્રો  પણ બનાવતો તે તૂટેલી બંગડીઓમાંથી તોરણ તેમ જ કૂલ્ફીની પટ્ટી ઓમાથી વિમાન,ઘર, હોડી વગેરે બનાવી, રંગોના છાંટણાથી સજાવી વેચતો ,આમાંથી તે થોડી કમાણી પણ કરી લેતો.
નવું નવું બનાવવામાં પ્રવીણ દિવ્યેશ અભ્યાસમાં પણ એટલો જ હોંશિયાર, શાળાના બાળકો તેની પાસે ભાતભાતની વસ્તુઓ બનાવડાવીને ખરીદે .દિવ્યેશ પણ ઘણી હોંશથી પોતાની કલા- કારીગરી વડે અજબ સર્જન કરતો .તેણે બનાવેલી ચીજ હંમેશા અનોખી જ હોય!
દિવ્યેશની શાળામાં વિવિધ તહેવારોની ઉજવણી કરવામાં આવતી. તેમાં તે ઉત્સાહભેર ભાગ લેતો અને શાળાને શણગારવામાં પોતાનું કૌશલ્ય બતાવતો.
૨૯મી જુલાઈ દિવ્યેશની જન્મતારીખ. તે દિવસે આચાર્યે પ્રાર્થનાસંમેલનમાં દિવ્યેશને જન્મદિવસના અભિનંદન આપ્યા અને તેની આવડત વિશે વાત કરી. તેમણે કહ્યું કે "આપણો દિવસ તો કલાકાર છે ,આપણને નકામી લાગતી ચીજોમાંથી મજાની વસ્તુઓ બનાવી કાઢે છે .આ વખતે રક્ષાબંધનની ઉજવણી આપણે સૌ તેણે બનાવેલી રાખડીઓ ખરીદીએ  રક્ષાબંધનને દિવસે સૌ પોતપોતાના ભાઈ બહેનને લઈને શાળાએ આવજો .અમે  બધાં શિક્ષકો પણ એમાં જોડાઈશું" સૌ ખુશ થયાં.
દિવ્યેશે પોતાના મિત્રોની પસંદગીને ધ્યાનમાં રાખીને રાખડીઓ બનાવી. તેણે મોતી, ચણોઠી ,કારેલાંના બી, લાકડાની પટ્ટીઓ અને તારામંડળના નકામા તાર જેવી પરચૂરણ સામગ્રીમાંથી રેશમી દોરા ગૂંથીને, અને મેઘધનુષ ના રંગનું કરીને જાતજાતની અને ભાતભાતની આકર્ષક રાખડીઓ બનાવી.
રક્ષાબંધનના દિવસે શાળામાં મેળો જામ્યો હતો. બાળકો આજે વર્ગના બદલે મેદાનમાં ઘૂમતાં હતાં. બધાંને આતુરતા હતી  દિવ્યેશ ની રાખડીઓની. એટલામાં કુલ્ફીની પટ્ટીઓથી બનાવેલું બોક્સ લઈ હસતો હસતો દિવ્યેશ શાળા માં પ્રવેશ્યો.
દિવ્યેશના પ્રવેશતાં જ તેનાં મિત્રો તેની રાખડીઓ જોવા, ખરીદવા ટોળે વળી ગયા. શાળામાં આવેલા  વડ ફરતેના ઓટલે દિવ્યેશે બોક્સ ખોલીને બધાં જોઈ શકે તે રીતે રાખડીઓ ગોઠવી. રાખડીઓ જોતાં 
જ   દિયા બોલી ,"અરે, વાહ ! કારેલાંના બીમાંથી  બનાવેલી રાખડી ? મેં તો પહેલી જ વાર જોઇ." ત્યાં જ રિયા બોલી,"દિવ્યેશ, આ રાખડી મારા માટે  ને !" દિવ્યેશે હકારમાં માથું હલાવ્યું. મનોજ બોલ્યો ,"તને કેવી રીતે ખબર?"
રિયા બોલી ,"મને કારેલાનું શાક  ખૂબ ભાવે છે .દિવ્યેશ આ વાત જાણે છે."
  દિવ્યેશે રિયાને' કારેલા રાખડી 'આપી . એટલામાં પ્રિયા બોલી, "જો નેહા,પેલી લાકડાના પારાવાળી! કદાચ તારા માટે."
  નેહાએ કહ્યું ,"ખરેખર દિવ્યેશ ,આવો વિચાર તો તને જ આવે .આ રાખડી કડા જેવી છે એટલે રક્ષાબંધન પછી પણ બારેમાસ પહેરવી ગમશે . દિવ્યેશે કહ્યું ,"એટલે જ મેં બે બનાવી છે, બીજી રાખડી  તારા માટે."
  આ રીતે શરીફા માટે સૂતરની ,ભવ્યા માટે ઘૂઘરાવાળી અને પર્યાવરણના શિક્ષક માટે ચણોઠીની રાખડી દિવ્યેશે બનાવેલી. ધૈર્ય પૂછ્યું , દિવ્યેશ આ મેઘધનુષ જેવી રાખડી... કોના માટે   ?"                                      દિવ્યેશ બોલ્યો,"તારા માટે, મારા ચિત્રકાર!"
ત્યાં નૈનેશ આગળ ધસી આવ્યો ને બોલ્યો," ને મારી?"
મધુર સ્મિત સાથે દિવ્યેશે કહ્યું, નૈનેશકુમાર કાપડિયા ,તારા માટે આ કાપડ ના ફૂલવાળી 'ફૂલ રાખડી .'દિવ્યેશ પાસેથી આવી ખાસ રાખડીઓની ખરીદી સૌ ખુશખુશાલ થઇ ગયા .
રક્ષાબંધનની ઉજવણી શરૂ થઈ દિવ્યેશે બનાવેલી રાખડી  સૌ બહેનોએ પોતાના ભાઇઓને સાથે વિધિવત બાંધી . વડ નીચે બેઠેલો દિવ્યેશ આ બધું જોતો હતો. એને એની ઢીંગલી યાદ આવી. એની બે વર્ષની બહેન આજે એની સાથે નહોતી.દિવ્યેશ એને ખૂબ લાડ લડાવતો .એની ઢીંગલી માટે એણે કાપડમાંથી ઢીંગલી બનાવી હતી. પણ દિવ્યેશની ઢીંગલી તો થોડા સમય પહેલાં જ બીમારીમાં સપડાઈને આ દુનિયા છોડી ગઈ હતી . દિવ્યેશની આંખોમાં આંસુ આવી ગયા.
સૌ કોઈ પોતપોતાની ખાસ રાખડી બાંધી-  બંધાવી ખુશ હતા. તેવામાં રિયા  દિવ્યેશ પાસે પહોંચી. તેણે જોયું કે દિવ્યેશની આંખમાં આંસુ હતા .રિયા બોલી, લે, તારો હાથ કેમ ખાલી? જો તનેય ગમી જાય એવી રાખડી મેં તારા માટે બનાવી છે .લાવ તારો હાથ. જો ભેટ  તો હું લઈશ જ હો !"આમ બોલતાં બોલતાં તેણે રાખડી બાંધી દીધી.દિવ્યેશે રાખડી જોઈ .તેના પર 'દિવ્યેશ' વંચાયું .હવે ટીલડી વડે ગૂથાયેલું દિવ્યેશ નામ ભીંજાયેલું હતું.


No comments:

Post a Comment