Tuesday 19 October 2021

તબીબી મરજીવાઓ--કાલ લેન્ડસ્ટેઈનર જાણવા જેવું










તબીબી મરજીવાઓ-- કાલ લેન્ડસ્ટેઇનર. ગૌરી બહેન ,તમારા પતિના શરીરમાં લોહી ઓછું છે અને તેઓની તાત્કાલિક જરૂર પડશે. આ છે તેમના લોહીના સેમ્પલ તમે બ્લડ બેન્કમાં જાઓ અને બ્લડ લઇ આવો.' આવા સંવાદો બચે છે. પણ આજથી સો વર્ષ પહેલા ૧૯૦૯માં આમ ન હતું .તે સમયે લોહી આપવું એટલે મૃત્યુ.આજે સામાન્ય છે અને લોહી આપવાથી દરરોજ હજારો દર્દીઓ ની જીંદગી અને માનવજાતને ભેટ આપી કાર્લ લેન્ડસ્ટેઇનરે કાર્લ નો જન્મ 14 જૂન 1868ના થયો હતો. પિતા એક વર્તમાનપત્રમાં તંત્રી અને વકીલ હતા. કાર્લ છ વર્ષનો હતો અને પિતાનું મૃત્યુ થયું. તેની માતાએ તેનો ઉછેર કર્યો હતો અને તે માતા ને એટલું બધું ચાહતો હતો કે તેનો ફોટો હંમેશા તેની પાસે રાખતો અને દીવાલ પર રાખતો અને જોયા કરતો. ૧૮૯૧માં યુનિવર્સિટી ઓફ વિયેનામાં તબીબી પદવી લીધી .તે વિદ્યાર્થી હતો ત્યારથી જ તેને બાયો કેમીકલ સંશોધનમાં રસ હતો અને 1891માં જ તેણે લોહી પર આહારની અસર વિશે પેપર પ્રકાશિત કર્યુ હતું .ત્યાર પછી રસાયણશાસ્ત્રમાં વધુ જ્ઞાન મેળવવા પાંચ વરસ તેણે ઝયુરીચની લેબોરેટરીમાં હર્મન એમીઅલ ફીશર સાથે કામ કર્યું.પહેલુ વિશ્વ યુધ્ધ આવ્યું અને તે નેધરલેન્ડ જતો રહ્યો અને 1922માં તે અમેરિકા આવ્યો અને ન્યૂયોર્કમાં રોકફેલેર ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ રિસર્ચ માં જોડાયો અને છેક સુધી ત્યાં જ કામ કર્યું. ૧૮૭૫માં લેનડોઈઝ નામના સંશોધકે કહ્યું હતું કે જ્યારે કોઈ માનવીને પ્રાણીનું લોહી આપવામાં આવે છે ત્યારે તે પ્રાણીના લાલકણો માનવીની રકતનળીમા જામી જાય છે અને તૂટી જાય છે અને પછી હીમોગ્લોબિન છુટું પડે છે .1901થી 1903 મા લેન્ડસ્ટેઇનરે કહ્યું કે આવું ફક્ત પ્રાણી ના રક્તથી જ નહીં પણ માનવીનું લોહી, માનવીને આપવામાં આવે તો પણ થઈ શકે છે અને તેને લીધે
માનવી પ્રધાત (શોક) માં જાય છે. કમળો થાય છે કમાય છે અને પેશાબ મા હિમોગ્લોબીન જાય છે. ૧૯૦૯ સુધી આ વાતને કોઈએ મહત્વ આપ્યું નહીં પણ તે વર્ષે તેણે માનવીના લોહીને, આપણે હવે જેને બ્લડ ગ્રુપ કહીએ છીએ તેમાં વર્ગીકરણ કર્યું અને નામ આપ્યા. એ ,બી ,એ બી અમે ઓ દર્શાવ્યું કે જો એક ગૃપ નું લોહી બીજા માનવીને આપવામાં આવે તો કંઈ થતું નથી, પણ બીજા ગ્રુપનુ આપવામાં આવે તો લોહી જામી જાય છે . પહેલા ૧૯૦૧માં તેણે જ કહ્યું હતું કે બ્લડ ગૃપ ની જે લાક્ષણિકતા છે તે વારસાગત છે અને તે બાળકના માતા-પિતા કોણ છે તે નક્કી કરવામાં ઉપયોગી બની શકે છે. અને આપણે જાણીએ છીએ કે આ શોધ થી માનવીને કેટલો ફાયદો થયો છે. આજે અવયવના પ્રત્યારોપણ ટ્રાન્સપ્લાન્ટેશન થાય છે તે આ બ્લડ ગૃપની શોધને આભારી છે અને દરરોજ લાખો જિંદગી ઓ લોહી આપવાથી બચી જાય છે.તેનો યશ આ માનવીને જાય છે. અને એમાં કોઈ આશ્ચર્ય નથી કે ૧૯૩૦ નું નોબલ પારિતોષક તેને આપવામાં આવ્યું .હજુ આ કામ હોય તેમ એલેક્ઝાન્ડર એસ.વીયનર સાથે ૧૯૩૭માં આરએચ. ફેકટર ની શોધ કરી.અને લોહી આપવાની પ્રક્રિયાને વધુ સરળ અને સુરક્ષિત બનાવી દીધી .૧૯૦૯,, માં ઇરવીન પોટર સાથે તેણે વાઈરસની શોધ કરી.અને પછી. તેની રસી આવી આ બધી શોધને લીધે વિશ્વમાં,એમ માનવામાં આવે છે કે એક અબજ અને ૩૮ લાખ જિંદગી બચી છે.અને દરરોજ બચતી જાય છે. અન આ કહું છું તે એલેક્ઝાન્ડર એસ વિએના સાથે ૧૯૩૭ આર એસ બેટરી શોધ કરી અને લોહી આપવાની પ્રક્રિયાને વધુ સરળ અને સુરક્ષિત બનાવી દીધી 1909માં ઈરફાન સાથે તેને poliovirus ની શોધ કરી અને પછી તેની રસી આવી અને આ બધી શોધને લીધે વિશ્વમાં એમ માનવામાં આવે છે કે એક અબજ અને ૩૮ લાખ જિંદગી બચી છે અને દરરોજ વધતી જાય છે 1943 ની જુનની ૨૬મી તારીખે તે રોડફેલર રિસર્ચ લેબોરેટરીમાં કામ કરતો હતો અને તેને હાર્ટ એટેક આવ્યો અને તેનું મૃત્યુ થયું આ મહાન માનવીને તો આપણે દરરોજ હજારો સલામ કરીએ તો પણ તેનું ઋણ ચૂકવી શકાય તેમ નથી. 

No comments:

Post a Comment