Tuesday 7 June 2022

આરતી ડોગરા.

 મારી 3 ફૂટ ની હાઇટ મને ias થતાં રોકી શકી નથી
આરતી
મહિલા જગત
આધાર-- સંદેશ નારી પૂર્તિ 7-6-2022
જેના ઉપર જગત હસ્યું છે તેણે ઇતિહાસ સર્જ્યો છે. એ વાત અનેક વખત સાબિત થઇ ચૂકી છે . એમાં આરતી ડોબરા નો સમાવેશ કરી શકાય. જે દીકરીનો જન્મ થાય એની ખુશી માતા-પિતા મનાવે એ પહેલા તેમને ડોક્ટર કહે કે, દીકરીને શારીરિક ખામી છે. તે વખતે માતા-પિતાનુ હદય કેવું વલોવાઈ જાય એ તો જેણે અનુભવ્યું હોય એ જ સમજી શકે. એટલું ઓછું હોય એમ માતા-પિતાને જાણવા મળ્યું કે દીકરીને સામાન્ય બાળકોની સ્કૂલમાં ભણાવી નહી શકાય તેને વિકલાંગ બાળકોની સ્કૂલમાં ભણવા મૂકવી પડશે આ બધું સાંભળવા છતાં માતા-પિતા હિંમત ન હાર્યા. કહેવાય છે કે કોશિશ કરનાર વ્યક્તિ માટે જીવનમાં કંઇ જ અસંભવ નથી . સપનાં જોનાર અને સપનાને સાકાર કરનારી વ્યક્તિઓમાં આરતી ડોગરાનો સમાવેશ કરી શકાય.
આરતી ડોગરા નો જન્મ જુલાઈ મહિનામાં ૧૯૭૯માં ઉત્તરાખંડના દહેરાદૂનમાં કર્નલ રાજેન્દ્ર ડોગરા અને કુમકુમ ડોગરાને ત્યાં થયો હતો. પિતા સ્કૂલમાં પ્રિન્સિપાલ હતા અને માતા હાઉસવાઈફ હતા. તેઓ દીકરીનો ઉછેર સામાન્ય બાળકોની જેમ જ કરતા હતા .આરતી ડોગરા જેમ જેમ મોટા થતા ગયા એમ તેમની હાઈટ વધવાની અટકી ગયું. ઉંચાઈ વધવા સિવાય શરીરના અન્ય અંગો નો વિકાસ થતો ગયો તેમની હાઈટ ત્રણ ફૂટ ૨ ઇંચ જેટલી વધી ને અટકી ગઈ . ડૂબતો માણસ તરણું પકડે એમ તેમના માતા પિતાએ દીકરી ની હાઈટ વધારવા નો પ્રયત્ન કર્યો પરંતુ કંઈ ન વળ્યું.
આરતી ને ડુંગરાને દહેરાદૂનની વેલહમ ગર્લ્સ હાઈસ્કૂલમાં ભણવા મૂકવામાં આવી તેની હાઈટ વધતી ન હોવાથી લોકો દ્વારા તેની મજાક ઉડાવવામાં આવી હતી.તેમ છતાં તેણે ધીરજ ક્યારેય ન છોડી આરતી કહે છે કે મને જે મેણા-ટોણા સંભળાવતા હતા તેનો જવાબ એક દિવસ જરૂર આપીશ એવું મેં મનોમન નક્કી કર્યું હતું માતા-પિતા બંને દીકરી ને ડગલે ને પગલે સાથ આપ્યો ભણવામાં હોશિયાર આરતીએ દિલ્હી વિશ્વવિદ્યાલયમાંથી અર્થશાસ્ત્ર સાથે ગ્રેજયુએશન કર્યું પોસ્ટગ્રેજ્યુએશન કરવા માટે દેહરાદુન આવી માસ્ટર કરતી વખતે આરતી ડોગરાની મુલાકાત દેહરાદૂનના ડી એમ મનીષા પવાર સાથે થઈ. આરતી એમનાથી એટલી પ્રભાવિત થઈ ગઈ કે તેણે આઇએએસ ઓફિસર બનાવવાનું નક્કી કરી લીધું અહીંથી જ આરતીની આઇએએસ ઓફિસર બનવાની સફર ની શરૂઆત થઈ એ માટે માતા-પિતાએ પણ તેમને પ્રોત્સાહન પૂરું પાડ્યું દિવસ-રાત મહેનત કરી રોજના ૧૪થી ૧૫ કલાક અભ્યાસ કરતા 24 કલાક એમના મગજમાં આઈએએસ બનવા ની ધૂન સવાર રહેતી હતી આરતી મહેનત કરી રહ્યા હતા ત્યારે તેમની મુલાકાત એવી વ્યક્તિઓ સાથે થઈ જેમણે તેમને નાસીપાસ કર્યા અમુક લોકોએ તેમને હાર્ટ ને લઈને તેને હિંમત અને તોડવાનો પ્રયત્ન કર્યો પરંતુ આરતી એમ હાર માને એમ નહોતી.
સફળતા ક્યારેય રંગ કે રૂપ જોઈને મળતી નથી જે વ્યક્તિ મહેનત કરે છે એ દરેક વ્યક્તિ સફળતા મેળવી શકે છે બસ તમારે તમારી જાતને સાબિત કરવાની જરૂર છે જ્યારે તમે આમ કરો છો ત્યારે સફળતા તમને સામેથી વધાવે છે નાનપણથી શારીરિક ભેદભાવનો સામનો કરનારી આરતી ડોગરાએ પહેલા પ્રયત્નમાં જ આઈએએસની પરીક્ષા પાસ કરી લીધી ત્યારથી તેઓ રાજસ્થાન સરકારમાં વિવિધ હોદ્દા પર કાર્યરત છે આરતી ડોગરા જોધપુરમાં પાવરહાઉસમાં એમડી તરીકે સેવા આપનાર પહેલી મહિલા આઈએએસ અધિકારી હતી.
બિકાનેર જીલ્લા કલેકટર ના રૂપમાં આરતીએ ખુલ્લામાં શૌચ મુક્ત સમાજ બનાવવા માટે અભિયાન શરૂ કર્યું હતું તેમની આ પહેલને કારણે 195 ગ્રામ પંચાયતોમાં સેંકડો સૌચાલય નું નિર્માણ કરવામાં આવ્યું હતું આ ઉપરાંત લોકોની માનસિકતામાં પરિવર્તન લાવીને તેમનો વ્યવહાર બદલાવવાનું કામ પણ આરતીએ કર્યું આરતી ડોગરાએ અજમેરના 34 મંડળ મેજિસ્ટ્રેટ અને જિલ્લા મેજિસ્ટ્રેટ ના રૂપમાં પણ કામ કર્યું હતું . આરતી ડોગરા એ બિકાનેર અને બૂંદીના ડીએમ ના રૂપમાં પણ કામ કર્યું 2018માં તેમને રાજસ્થાનના સીએમ અશોક ગહેલોત ના સંયુક્ત સચિવના રૂપમાં નિયુક્ત કરવામાં આવ્યા હતા ખુશમિજાજ આરતી ડોગરા એ અત્યાર સુધીમાં અનેક સામાજીક સુધારા કર્યા છે તેમણે વિકલાંગ અને અશક્ત લોકો ને પણ ઘણી મદદ કરી છે એટલું જ નહીં તેમને પ્રોત્સાહન પુરું પાડવાનું કામ પણ કર્યું.
આરતી ડોગરાની મહેનતનું પરિણામ એ આવ્યું કે મતદાન કેન્દ્ર પર 17000 વિકલાંગ લોકોનએ મત આપીને રેકોર્ડ સર્જ્યો સૌથી સારી વાત એ છે કે આરતી ડોગરાએ ડોક્ટરને દીકરીઓને દત્તક લેવા પ્રેરણા આપી વાત જાણે એમ છે કે આરતી ડોગરા જ્યારે બિકાનેર ડી એમના રૂપમાં સેવા આપી રહ્યા હતા એ વખતે ડોક્ટરોએ પોતાની હોસ્પિટલમાં એક નાની દીકરીને દત્તક લેવા માટે પ્રોત્સાહિત કર્યા અને તેમના ભોજન ,આશ્રમ અને શિક્ષણની જવાબદારી લીધી આરતી ડોગરાની મહેનત અને લગન ને જોઇને તેમનાથી પ્રેરિત થઈને 40 ડોક્ટરએ 40 અનાથ દીકરીઓને દત્તક લઇ તેની જવાબદારી લીધી .આરતી ડોગરાને ઉત્તમ કામગીરી બદલ તેમને અનેક પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા છે .
એટલું જ નહીં તેમના કામને રાજ્ય સરકાર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વખાણવામાં આવ્યું છે.

No comments:

Post a Comment