Tuesday 21 April 2020

પરમાત્મા ની જરૂર છે ?



             પરમાત્માની જરૂર છે ?
        ભગવાન બુદ્ધ એક ગામમાં આવ્યા હતા .એમને ગામના લોકો પોતાની સમસ્યાઓનું નિવારણ પૂછવા જતા હતા .એક વ્યકતિ બુદ્ધ .પાસે આવ્યો અને પૂછવા લાગ્યો :આપ ચાલીસ વર્ષોથી નિરંતર ગામે ગામ પરિભ્રમણ કરો છો ,તમારા ઉપદેશ થી કેટલા લોકો શાંત થયા ? કેટલાને મોક્ષ મળ્યો ?કેટલાનું નિર્વાણ થયું ?કોઈ હિસાબ એનો આપની પાસે છે ?
     એ વ્યક્તિ કઈક ગણતરીબાજ હશે એટલે એણે ગણતરીનો પ્રશ્ન પૂછ્યો .બુદ્ધે એને સાંજે મળવા માટે બોલાવ્યો .હું ગણતરી કરી રાખીશ પણ તારે એક નાનકડું કામ કરીને આવવાનું છે .એ કરી લાવશે તો તારા આ પ્રશ્નોના ઉતર આપીશ .પેલા વ્યક્તિ એ ખુશ થઈને કે "તમે કહો એ કામ કરી લાવીશ .શું કામ છે ? પણ મને સાંજે આપ જણાવો કે તમારા થાકી કેટલા લોકો મોક્ષને પામ્યા .કેટલાને પરમાત્માની ઉપલબ્ધિ થઇ ....જો એનો હિસાબ આપના પાસેથી મળે તો જ પછી મારી સાધના -યાત્રાનો આરંભ શક્ય બનશે ."
      બુદ્ધે એને એક કાગળ આપ્યો અને કહ્યું કે ગામના એકેએક વ્યક્તિને પૂછતા આવો કે એમની જિંદગીની આકાંક્ષા શું છે ? તેઓ તેઓ જીવનમાં શું ઝંખના રાખે છે ?એ નાનકડા ગામમાં પચાસ -સાઠ લોકોના ઝૂંપડા હતાં .પેલા ભાઈએ એક એક ઘર લઈને પૂછવાનું શરુ કર્યું .કોઈકે જણાવ્યું કે એમને ધનની જરૂર છે .કોઈ નિ:સંતાન હતું .એને દીકરો જોઈતો હતો .જેનાં લગ્ન થવાના બાકી હતા ,એવાએ પત્નીની આકાંક્ષા વ્યકત કરી .કોઈકે પોતાની લાંબી બીમારીમાંથી ત્વરિત છુટકારાની અપેક્ષા પ્રગટ કરી .કોઈક વૃદ્ધ મરણાવસ્થાને આરે હતો ,એણે વળી થોડાક વર્ષો જીવનમાં વધુ ઉમેરાઈ જાય એવી કામના વ્યકત કરી .
        આખું ગામ ફરીને એ સાંજે પાછો વળ્યો ત્યારે એને સહજ ચિંતા થઇ કે હવે જઈને બુદ્ધને શો જવાબ આપીશ ? કારણ કે એને પૂરો ખ્યાલ આવી ગયો હતો .બુદ્ધને એણે જ પ્રશ્ન પૂછ્યો હતો એનો જવાબ એને આપોઆપ જ મળી ગયો હતો .એને લાગ્યું કે બુદ્ધે સ્વયં એને પોતાના પ્રશ્નનો ઉત્તર આપી દીધો હતો .ગામમાંથી એક વ્યક્તિ એવો ન મળ્યો કે જેને શાંતિ જોઈતી હોય ......કોઈ પણ એવી વ્યક્તિ ન હતો કે જેને પરમાત્માની તલાશ હોય .કોઈને ય આનંદની શોધ ન હતી .
       બુદ્ધની સામે આવીને ઊભો રહ્યો ત્યારે એ મૂંઝવણમાં હતો .બુદ્ધે પૂછ્યું ...."લઈ આવ્યા તમે ....મારું કામ કરી આવ્યા ? પેલા વ્યક્તિએ ઉત્તર દીધો :લઇ તો આવ્યો છુ પણ કોઈ વ્યક્તિ એવો ન મળ્યો કે જેને શાંતિ જોઈએ .પરમાત્મા જોઈએ .....આનંદ જોઈએ .'
         બુદ્ધે એને કહ્યું :તારે શાંતિ જોઈએ છે ? તો અહી થોભી જા .રહી જા મારી સાથે પરમાત્મા જોઈતા હોય તો ......" પેલાએ કહ્યું :પરંતુ હું તો હજી યુવાન છું .હમણાં શાંતિ લઈને શું કરીશ ? થોડી ઉંમર થાય પછી આવીશ આપના ચરણોમાં .....હાલ તો સમય નથી .હમણાં તો જીવી લેવાનો સમય છે ."
     બુદ્ધે એને કહ્યું : "હવે પૂછવો છે પેલો સવાલ ? તારે પૂછવો છે મને પ્રશ્ન કે કેટલા લોકોને મેં શાંત કર્યા ? કેટલાને મોક્ષ અપાવ્યો .....કોણે કોણે પરમાત્માને ઉપલબ્ધ કરી લીધા ? "
      પેલાએ કહ્યું : "હવે મારે એ પ્રશ્ન પૂછવો નથી ...."
     સાભાર ----પ્રસંગપર્વ    સંપાદક ---ડો  દક્ષેશ ઠાકર
     રામજીભાઈ હેમરાજભાઈ રોટાતર





        

No comments:

Post a Comment