Monday 20 April 2020

ભગવાન બુદ્ધ નો પ્રેરક પ્રસંગ


 જિંદગી મુક્ત છે .....


                   જિંદગી મુકત છે ..... 
      એક ગામની નદીના કિનારા પાસેથી ભગવાન બુદ્ધ પસાર થઇ રહ્યા હતા .બપોરનો આકરો તાપ હતો .કિનારાની રેતીમાં બુદ્ધ ચાલતા હતા અને પાછળ એમનાં પગલાં પડતાં જતાં હતાં .એમની પાછળ જયોતિષનું અભિમાન કરીને કાશીથી પરત થયો એક પંડિત ચાલી રહ્યો  હતો એ પોતાની સાથે જયોતિષશાસ્ત્રના કેટ કેટલાં દુર્લભ ગ્રંથો લઈને આવતો હતો .બાર બાર વર્ષો સુધી એણે વિદ્યાપીઠમાં જયોતિષીની વિદ્યામાં પારંગત થવા માટે તપશ્વર્યા  કરી હતી .
        પંડિત આવી રહ્યો હતો .એણે  બુદ્ધના ચરણોએ  રેતીમાં  આંકેલા પદચિન્હો  અવલોક્યા .એ ચોંકી ગયો .કારણ કે આ પદચિન્હો એવાં નિશાન ધરાવતા હતાં કે કોઈ ચક્રવર્તી સમ્રાટના પગમાં એ ચિન્હો હોય .જયોતિષનું શાસ્ત્ર એણે આત્મસાત કર્યું હતું એનો સંકેત હતો કે આ પદ્ચિહનો ધરાવતો વ્યકતિ કોઈ ચક્રવર્તી સમ્રાટ જ હોઈ શકે !  ભરબપોરે આકરા તડકામાં નાનકડા સામાન્ય ગામમાં સાધારણ નદીની રેતીમાં કોઈ ચક્રવર્તી સમ્રાટ ઊઘાડા પગે ચાલે ખરો ? કશીક ગરબડ જરૂર છે ! ચક્રવર્તી અને એક સામાન્ય ગામડામાં ? આવી ગંદકી ભરેલા કિનારા ની રેતીમાં ઊઘાડા પગે કોઈ ચક્રવર્તી સમ્રાટ ઘૂમતો હોય તો આ જયોતિષના દુર્લભ ગ્રંથોને નદીના પાણીમાં ડુબાવી જ દેવાના રહે :બાર વર્ષોનું અધ્યયન વ્યર્થ ગયું !’”આસપાસ જોઈ તો લઈએ કે કોઈ ચક્રવર્તી સમ્રાટ છે ખરા ? રેતીમાં પગલાં તાજાં છે .હમણાં જ પસાર થયા લાગે છે .”
     પગલાં ને આધારે ચાલતા ચાલતાં વૃક્ષની છાયા હેઠળ વિશ્રામ કરી રહેલાં બુદ્ધ સામે આવી ઊભો .વિશ્રામરત બુદ્ધના ચક્ષુ બંધ હતાં .પગ ટેકવ્યા હતા .પંડિતે પગનાં ચિન્હો નિહાળ્યા .મુસીબતમાં પડી ગયો .પાસે ભિક્ષાપાત્ર પડ્યું હતું જીર્ણ ફાટેલા વસ્ત્રો હતાં .ભિક્ષુક છે .ચક્રવર્તી હોય એ સંભવ નથી જ .પરંતુ દેદીપ્યમાન ચહેરો ચક્રવર્તી નો હોય એમ જણાય છે .એણે બુદ્ધને જગાડ્યા .પૂછ્યું :દુવિધામાં પડી ગયો છુ .બાર વર્ષના અધ્યયનની સઘળી મહેનત પાણીમાં જઈ રહી છે .આપ કોણ છો ? અહી શું કરી રહ્યા છો ? આપના પદ્ચિહનો જણાવે છે કે આપ ચક્રવર્તી સમ્રાટ છો ,તો આ  ભરબપોરે સાધારણ ગામની નદીની રેતીમાં શાને આવ્યા છો ? આપણા દરબારીઓ ,સાથીઓ મહેલના નિવાસીઓ કયાં ? આ વૃક્ષ નીચે એકલા શું કરી રહ્યા છો ? ફાટલા જીર્ણ વસ્ત્રો કેમ પહેર્યા છે ? આ કેવું નાટક છે ? ભિક્ષાનું પાત્ર શાને ધારણ કર્યું છે ? “
   બુદ્ધે જણાવ્યું “ભિક્ષુક  જ છુ .
 પંડિતે અચરજથી પૂછ્યું .”તો મારા જયોતિષના ગ્રંથો અને તપશ્વર્યા બેકાર ગયાં ?”
    બુધ્ધે કહ્યું ,”નહી .ગ્રંથો તમને કામ લાગશે .દુનિયાના અનેક મૃત લોકો પાસે જઈને એમનાં ચિહ્ન મેળવો તો મળી આવશે .પરંતુ જે જીવતા વ્યક્તિ છે .એમની રેખાઓગ્રંથો  સાથે મેળ  નહિ ખાય ..જિંદગી પર કોઈનું બંધન નથી .જિંદગી મુક્ત છે .એનું ભવિષ્ય ભાખવું વ્યર્થ છે .”
 સંપાદક –ડૉ .દક્ષેશ ઠાકર ના પુસ્તક (પ્રસંગપર્વ માંથી) સાભાર 
સંકલન કર્તા –રામજીભાઈ રોટાતર (બનાસકાંઠા )

No comments:

Post a Comment