Sunday 26 April 2020

કર્તવ્ય


                           કર્તવ્ય
  દરિયામાં  એકાએક તોફાન શરૂ થયું. એક વહાણમાંથી  કેટલાંક માણસો ઊથલાઈને પાણીમાં પડી જઈ ડૂબવા લાગ્યાં .
    આ કરુણ દૃશ્ય જોઇ બધા માણસો ગભરાઈ ગયાં .પરંતુ એક ગુલામે પોતાના માલિકને નમન કરી અરજ કરી શેઠજી ,આપ આપ હુકમ આપો તો હમણાં આ ડૂબતા માણસો ને બચાવું ."
    શેઠ :"કહે આવા તોફાનમાં આ ખલાસીઓ કશું કરી શકે એમ નથી ,તો પછી તું શા માટે નાહક મરવાપડે છે ?
   પણ ગુલામે તો શેઠનું સાંભળ્યાં વિના તરત જ દરિયામાં ઝંપલાવ્યું .
 મહામહેનતે તેણે પાંચ માણસોને બહાર કાઢ્યાં .
આ જોઇને તેનો માલિક ખુશ થઈને બોલ્યો :" શાબાશ !શાબાશ ! જા આજથી તું છૂટ્ટો.હું તને ગુલામીમાંથી મુક્ત કરું છુ.હવે સાહસ મા કર ."
    પણ ગુલામ કહે :"અરે શેઠજી .મુક્તિની હમણાં વાત કેવી ? હજી પેલો એક માણસ પણે દૂર ડૂબકાં ખાઈ રહ્યો છે .એને બચાવું એટલે બસ ."
  એમ કહીને પેલા ગુલામે તોફાની પાણીમાં ઝંપલાવ્યું !
  સાભાર ---પચાસ પ્રેરક પ્રસંગો (પુસ્તકમાંથી )
    મુકુલભાઈ કલાર્થી
        સંકલન --રામજીભાઈ હેમરાજભાઈ રોટાતર

 




No comments:

Post a Comment