Saturday, 5 June 2021

પ્રાણીઓમાં ઉપયોગી અંગ મનુષ્યમાં જીભ એવો અવયવ છે કે જેમાં કોઈ નથી હાડકું નથી વળી તે એક જ અવયવ એવો છે કે જેનો એક જ છેડો શરીર સાથે જોડાયેલો હોય માણસ માટે જીભ ભાષાના ઉચ્ચારણમાં ઉપયોગી થતો અવયવ છે જીવ મોમા ખોરાકને આમતેમ હલાવીને ચાવવામાં જ મદદ કરે છે જીભ ન હોય તો આપણે ખાઈ શકીએ નહીં વિવિધ સ્વાદ ઓળખવામાં પણ જીભ ઉપયોગી થાય છે જીભ સતત ઉપયોગમાં આવતો અવયવ છે એટલે તેને નાની ઇજા થાય તો આપમેળે સારું થઈ જવાની શક્તિ છે માણસ માટે જીભ ઉપયોગી અવયવ છે દરેક સસ્તન પ્રાણીઓમાં જીભ હોય છે કાચીંડા અને દેડકા જીભ લંબાવીને હવામાં ઉડતા જીવડા નો શિકાર કરે છે કીડીખાઉ ની જીભ બે ફૂટ લાંબી હોય છે તે જીભ કીડીના દરમાં ખોસીને કીડીઓ ખાઈ શકે છે .લક્કડખોદની જીભની પણ લાંબી હોય છે તે ઝાડની બખોલમાં જીભ ખોસી જીવડા નો શિકાર કરે છે સૌથી મોટા જીવ બ્લુ વ્હેલની જીભ લગભગ 10 હજાર કિલોગ્રામ વજનની હોય છે ચામાચીડિયા જીભ વડે પાણી પીવે છે હમિંગ બર્ડ જીભ વડે ફૂલોનો રસ ચૂસે છે ઊંટ જિરાફ વગેરેની લાંબી જીભ તેનો ચહેરો અને આંખો સાફ કરવાના ઉપયોગમાં આવે છે બિલાડી દૂધ પીતી વખતે શૂન્યાવકાશ પેદા કરી વધુમાં વધુ દૂધ ખેંચે છે .પોલર બેર ,જિરાફ ચીનના શાસ્પી જેવા પ્રાણીઓની જીભ કાળી હોય છે નેકટરબેટ નામના ચામાચીડિયા ની જીવ પ્રાણી જગતમાં સૌથી લાંબી હોય છે તેની જીભ તેના શરીર પર દોઢ ગણી લાંબી હોય છે આ ચામાચીડિયા ત્રણથી સાડા ત્રણ ઈંચ લાંબા હોય છે પણ તેની જીભ પાંચ ઇંચ જેટલી લાંબી હોય છે

રણનું વહાણ ઊંટ 🐫 ઊંટ રણપ્રદેશમાં જાણીતું પ્રાણી છે વિષમ વાતાવરણમાં રહેતા ઉંટ ઘણી વિશિષ્ટતા ધરાવે છે આપણામાં કહેવત છે કે ઊંટના અઢાર વાંકા પરંતુ તેના શરીરની રચના જ તેને રણપ્રદેશમાં જીવિત રાખે છે ઊંટના પગલાં બા હોવાથી તે તેનું શરીર જમીનની ગરમીથી ઘણું દૂર રહે છે અને ડોક લાંબી હોવાથી મગજ તો જમીનથી ઘણી ઊંચાઈ રહે છે તેથી જમીનની ગરમીની અસર ઓછી થાય છે ઊંટની પીઠ પર ખૂંધ હોય છે ગોબીના રણમાં થતાં ઊંટ ને બે ખુધ હોય છે. ખૂંધમાં પાણીનો સંગ્રહ થતો હોવાથી હોવાની વાત ખોટી છે તેમાં શરીરની વધારાની ચરબીનો સંગ્રહ થાય છે .ઊંટના પગના તળિયા ગાદીવાળા હોય છે તેથી તે રેતીમાં પણ ૬૦ કિલોમીટરની ઝડપે દોડી શકે છે ગરમી પવન અને ઉડતી રેતી થી બચવા ઊંટ ને આંખો પર બે પોપચા હોય છે અને કાન ઉપર વાળ હોય છે ઊંટ શાકાહારી છે અને તે લગભગ બધી જ વનસ્પતિ ખાય છે બેકટ્રિયન ઊંટ ના શરીર પર બચવા શિયાળામાં વાળ ઉગે છે ઉનાળામાં આ વાળ ખરી પડે છે અને તેની ચામડી સૂર્ય પ્રકાશ નું પરાવર્તન કરી ગરમીમાં રાહત આપે છે .

વનસ્પતિ વિશે જાણવા જેવું

વૃક્ષ અને વનસ્પતિનું જાણવા જેવું
વનસ્પતિ પૃથ્વી પરની સજીવ સૃષ્ટિના જીવનચક્રમાં મહત્વની ભૂમિકા ભજવે છે તે ઉપરાંત પૃથ્વી પરના પર્યાવરણને જીવવા લાયક રાખવામાં પણ તેનો ફાળો અમૂલ્ય છે.
એક વૃક્ષ વર્ષે લગભગ ૧૨૦ કિલોગ્રામ ઓક્સિજન પેદા કરી વાતાવરણમાં ભેળવે. છે
વૃક્ષો વાતાવરણમાંથી પુષ્કળ માત્રામાં કાર્બન ડાયોક્સાઇડ નું શોષણ કરે છે.
લીલા વૃક્ષો વાતાવરણનું તાપમાન ઘટાડે છે.
વૃક્ષો પોતાનો 90% ખોરાક વાતાવરણમાંથી અને માત્ર ૧૦ ટકા ખોરાક જમીન માંથી મેળવે છે તેનો મૂળ જમીનનું ધોવાણ અટકાવે છે.
વૃક્ષો લાંબુ આયુષ્ય ભોગવે છે તેઓ વૃદ્ધ થઇ ને મરતા નથી . પરંતુ પ્રાણી જંગલ કે મનુષ્ય દ્વારા નાશ પામે છે.
ભારતમાં વૃક્ષોની સૌથી વધુ જાતો જોવા મળે છે.
વૃક્ષો મુળ દ્વારા ખોરાક મેળવે છે પરંતુ તેનો વિકાસ ટોચ ઉપર નવી ડાળીઓ ફૂટે થાય છે થડમાં રહેલી ડાળીના સ્થાન કદી બદલાતા નથી

પેપર નેપકીન શેમાંથી બને છે ભોજન સમારંભમાં જમ્યા પછી હાથ મુકવા માટે ના પેપર નેપકીન જાણીતી વસ્તુ છે પેપર નેપકીન પાણીને ચૂસી લેવાનો ગુણ ધરાવે છે કપાસના બનેલા કપડા પાણી થશે તે જાણીતું છે પરંતુ આ કાગળ કેવી રીતે પાણી થશે તે પણ જાણવા જેવું છે પેપર નેપકીન લાકડા કે વનસ્પતિના સૂક્ષ્મ રેસાના બનેલા હોય છે આ રેસાને સેલ્યુલોઝ કહે છે. સેલ્યુલોઝ પદાર્થોમાં અણુઓ હારબંધ ગોઠવાયેલા હોય છે અને તે પાણીને આકર્ષવાનો ગુણ ધરાવે છે .એટલે પાણી માં ઝડપથી ઓગળે છે ખાંડ પણ આવો જ સેલ્યુલોઝ પદાર્થ છે એટલે તે પાણીમાં ઝડપથી ઓગળે છે પેપર નેપકીન પાણીના સંપર્કમાં આવે કે તરત જ પાણીમાં ઓગળવા માંડે છે આપણે તેને પાણી ચૂસી લીધું તેમ કહીએ પરંતુ પાણીનો ઉપયોગ કરીને તેની ઉપલી સપાટી ઓગળીને નરમ બની જતી હોય છે સામાન્ય હાથ સાફ કરવામાં ઉપયોગી થાય વધુ પડતું પાણી હોય તો પેપરનેપકીન પીંછા ઓગળી જાય પેપર નેપકીન થી વધુ સમય પાણીમાં બોળી રાખો તો તે તદ્દન ઓગળી જાય.

જુરાસિક યુગ વિશે આ વાતો જાણો છો ? ડાયનોસોરની લોકપ્રિય ફિલ્મો જાણીતી છે આ ફિલ્મોમાં જુરાસિક યુગની વાતો પણ આવે જુરાસિક શું છે અને તે ક્યારે હતો તે પણ જાણવા જેવું છે પૃથ્વીની ઉત્પત્તિ બાદ જાતજાતના પરિવર્તન થયા કરોડો વર્ષો થોડા ઘણાં પ્રાણીઓ અને વનસ્પતિ પેદા થઈ આ બધું કોઈએ જોયું નથી પરંતુ જમીનમાં ખોદકામ દરમિયાન મળી આવેલા જીવા સ્વામીઓ અને ખડકો નો અભ્યાસ કરીને વિજ્ઞાનીઓ પૃથ્વી પરના વિકાસનો અભ્યાસ કરે છે વિજ્ઞાનઓએ વિકાસના સમયગાળાને જુદા તબક્કામાં વહેચ્યો છે. આ તબક્કાઓમાં જુરાસિક યુગ મહત્વનો છે તે રોમાંચક પણ છે તેમાં કદાવર ડાયનોસોર પૃથ્વી પર વિચારતાં હતો. યુરોપના આલ્પ્સ પર્વતમાળાના જુરા પર્વત હેઠળ મળી આવેલા અસમીના અભ્યાસમાં પ્રથમવાર ડાયનોસોર ની માહિતી મળી આ પર્વત ના નામ ઉપરથી જુરાસિક યુગ નામ પડ્યું આ યુગમાં પૃથ્વી અખંડ હતી તેમાં પેંગાઈ નામનો એક જ ખંડ હતો .આ ખંડ તૂટીને ઉત્તરમાં લોટેસીયા અને દક્ષિણમાં ગોલ્ડવાન ખંડ બન્યા અને વચ્ચે સમુદ્ર બને બન્યો .બંને ખંડમાં પુષ્કળ વરસાદને કારણે ગાઢ જંગલો થયા અને ડાયનોસોર જેવા કદાવર પ્રાણીઓ માટે અનુકૂળ વાતાવરણ બન્યું પ્રથમ પક્ષીઓ પણ પેદા થયાં દરિયામાં કદાવર જળચરો પેદા થયા ઈ.સ. 1975 અબ્રાહમ ગોહલોબ નામના વિજ્ઞાનીએ આ યુગને જુરાકલ્ક નામ આપેલું આ કાળમાં સજીવ નો સૌથી વધુ વિકાસ થયો એટલે તેનું મહત્વ વધારે છે.

અવકાશનો અજાયબ ધૂમકેતુ --હેલી બ્રહ્માંડમાં ગ્રહો અને અવકાશી પદાર્થો ઉપરાંત પૂછડિયા તારા કે ધૂમકેતુ પણ જોવા મળે છે ધૂમકેતુ અન્ય ગ્રહોની જેમ નિયમિત પ્રદક્ષિણા કરતા હોય છે. ધૂમકેતુ હજારો વર્ષથી આકાશ દર્શન કરનારાઓમાં અજાયબી ગણાય છે પ્રાચીનકાળમાં ધૂમકેતુ સાથે દંત કથાઓ વણાયેલી હતી ઘણા ખગોળશાસ્ત્રીઓએ પૃથ્વી પરથી દેખાતા ધૂમકેતુ શોધી કાઢ્યા છે અંગ્રેજી વિજ્ઞાની એડમંડ હેલી એની શોધેલો ધૂમકેતુ વિશિષ્ટ છે તેના નામ પરથી તેને હેલીનો ધૂમકેતુ કહે છે હેલીનો ધૂમકેતુ આકાશમાં તેજ લિસોટા ની જેમ પસાર થાય છે દર ૭૫ વર્ષે તે પૃથ્વી પરથી જોવા મળે છે હેલીનો ધૂમકેતુ પ્રદક્ષિણા 74 થી 79 પૂરી કરે છે હેરીનું માથું માત્ર આઠ કિલોમીટર વ્યાસનુ છે. પણ તેની પૂંછડી દસ લાખ કિલોમીટર લાંબી છે હેલીનો ધૂમકેતુ એકમાત્ર માત્ર ટૂંકી પ્રદક્ષિણા ધરાવતો છે અને પૃથ્વી પરથી નરી આંખે દેખાય છે છેલ્લે તે 1986ના ફેબ્રુઆરીમાં જોવા મળ્યો હતો હવે 2061જુલાઈની 28 તારીખે જોવા મળશે

ટીમ મંથન ક્વિઝ પ્રમાણપત્ર મેળવવા ૨-૬-૨૦૨૧