Wednesday 25 October 2023

જયારે આલ્બર્ટ આઇન્સ્ટાઇનનેઇઝરાયેલનું રાષ્ટ્રપતિપદ ઓફર થયેલું..!



જયારે આલ્બર્ટ આઇન્સ્ટાઇનને
ઇઝરાયેલનું રાષ્ટ્રપતિપદ ઓફર થયેલું..!


સૌ જાણે છે કે નોબેલ પારિતોષિક વિજેતા વૈજ્ઞાનિક આલ્બર્ટ આઇન્સ્ટાઇન મહાન ભૌતિકશાસ્ત્રી અને ગણિતજ્ઞ હતા જેમણે સાપેક્ષતા (રિલેવિટી)નો સિધ્ધાંત આપ્યો હતો. ટેબલ પર
મુકેલી કોઇ વસ્તુ પાસે ઉભેલાને સ્થિર લાગે પરંતુ પૃથ્વીની સૂર્યની આસપાસ થતી ગતિને કારણે સૂર્ય ઉપરથી જોવાથી તે સ્થિર લાગે નહીં. આ ગતિ સાપેક્ષ વિષય પર વસ્તુ સ્થિતિનો વિચાર કરીને ખૂબજ ઉંડુ સંશોધન કર્યુ હતું. આઇન્સ્ટાઇનને ફોટો ઇલેકિટ્રક અસરના સિધ્ધાંતની શોધ બદલ ૧૯૨૨માં ફિઝિક્સનો નોબેલ પારિતોષિક મળ્યો હતો જેને કવાંટમ ફિઝિકસની એક નવી જ દુનિયાને જન્મ આપ્યો હતો. પહેલા વિશ્વયુધ્ધ પછી પછી જર્મનીમાં નાઝીઓનો ઉદય થતા આ સ્વતંત્ર મિજાજી વિજ્ઞાનીએ ૧૯૩૩માં જર્મન નાગરિકત્વ છોડીને અમેરિકામાં વસવાટ કર્યો હતો. એ સમયે આઇન્સ્ટાઇને ટિપ્પણી કરી હતી કે જયાં સુધી મારી પાસે વિકલ્પ છે ત્યાં સુધી હું ફકત એવા દેશમાં જ રહીશ જયાં નાગરિક સ્વતંત્રતા, સહિષ્ણુતા અને કાયદા સમક્ષ સૌ નાગરિકો સમાન હોય. ૧ ઓકટોબર ૧૯૪૦ના રોજ ન્યૂ જર્સીના ટ્રેન્ટનમાં અમેરિકન નાગરિક તરીકેના શપથ લીધા હતા. ૨. ઓગસ્ટ ૧૯૩૯ના રોજ અમેરિકાના પ્રમુખ રુઝવેલ્ટને પત્ર લખીને ચેતવણી આપી હતી કે યુરેનિયમ વિસ્ફોટમાંથી જર્મની મહા
વિનાશક બોંબ બનાવે તે શકય છે. અમેરિકા પણ પરમાણુ વિભાજનની પ્રક્રિયાના સંશોધન પ્રયોગોમાં આગળ વધ્યું. આઇન્સ્ટાઇને રુઝવેલ્ટને પરમાણુ બોંબનો ઉપયોગ ન કરવાની વિનંતી કરતો પત્ર લખ્યો હતો. વિજ્ઞાનનો સત્તા માટે દુરોપયોગ થવા બદલ તે ખૂબજ ચિંતિત રહયા હતા. અમેરિકાએ જાપાનના હિરોશીમા અને નાગાસાકી પર પરમાણુ બોંબ ઝીંકયો તેનાથી આઇન્સ્ટાઇન ખૂબ વ્યથિત થયા હતા.
આઇન્સ્ટાઇનની પ્રસિધ્ધિ
એટલી બધી હતી કે તેમના વિચારો અને માન્યતાને ખૂબ ગંભીરતાથી લેવામાં આવતા હતા. તેમણે મધ્ય પૂર્વમાં યહુદી વતન હોવા બાબતે સમર્થન વ્યકત કર્યુ હતું સાથે સાથે તે યહૂદીઓ અને આરબ વચ્ચે સહકારની જરુરિયાત પર પણ ભાર મુકતા હતા. ૩૦ મી જાન્યુઆરી ૧૯૪૮ના રોજ ગાંધીજીની હત્યા પછી દુનિયા ભરના મહાનુભાવોએ શ્રધ્ધાંજલી પાઠવી હતી. આઇન્સ્ટાઇને કહેલું કે હાડમાંસથી

બનેલો માનવી પૃથ્વી પર વિચરતો હશે એવું નવી પેઢી માની શકશે નહી. તેમની આ વિશિષ્ટ અંજલીનો સૌથી વધારે ઉલ્લેખ થાય છે.

સુપર બ્રેઇન આઇન્સ્ટાઇને શોધ સંશોધનોમાં અનેક સિધ્ધિઓ મેળવી પરંતુ એ વાત ખૂબ ઓછા લોકો જાણે છે કે આઇન્સ્ટાઇનને ઇઝરાયેલના રાષ્ટ્રપતિ બનવાની પણ ઓફર થઇ હતી. જો આ ઓફર સ્વિકારી હોતતો આ મહાન વૈજ્ઞાનિક નવા અવતરેલા યહૂદી દેશ ઇઝરાયેલના રાષ્ટ્રપતિ તરીકે પણ ઓળખાતા હોત.જો કે ઇઝરાયેલની લોકશાહી વ્યવસ્થામાં રાષ્ટ્રપતિ કરતા વડાપ્રધાન પાસે વાસ્તિવક સત્તાઓ વધારે હોય છે તેમ છતાં વિદેશમાં સંઘર્ષ કરી રહેલા યહુદીઓ માટે આઇન્સ્ટાઇન પ્રતિક બની ગયા હોત એવું માનવામાં આવે છે. ૧૪ મે ૧૯૪૮ના રોજ ઇઝરાયેલનું નિર્માણ થયું હતું. ૯ નવેમ્બર ૧૯૫૨ના રોજ ઈઝરાયેલના પ્રથમ રાષ્ટ્રપતિ ચેમ વેઇઝમેનનું અવસાન થતા શોકની લહેર ઉઠી હતી. વેઇઝમેનની અંતિમયાત્રાના ૨૪ કલાક પછી નવા રાષ્ટ્રપતિ કોણ એ અંગે ચર્ચા શરુ થઇ હતી. આ સમયે - ઇઝરાયેલના સમાચારપત્રના સાહસિક સંપાદક મારિવે એક સંપાદકીયમાં વેઇઝમેનના અનુગામી તરીકે મહાન યહુદી વૈજ્ઞાનિક આઇન્સ્ટાઇનનું નામ સુચવ્યું હતું. આ લેખથી પ્રભાવિત થઇને ઇઝરાયેલ સરકારે વિદેશ મંત્રાલયને રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર શોધવામાં મદદ કરવા – કહેણ મોકલ્યું હતું. ઇઝરાયેલના – તત્કાલિન વડાપ્રધાન ડેવિડ બેન ગુરિયન પણ આઇન્સ્ટાઇન “ગુરિયન રાષ્ટ્રપતિ પદ સંભાળે તેવું ઇચ્છતા હતા. જે કે અમેરિકામાં રહેતા
આઇન્સ્ટાઇનના મનમાં શું ચાલે છે
તે અંગે કોઇ જાણતું ન હતું. ડેવિડ બેન ગુરિયને વોશિંગ્ટનમાં ઇઝરાયેલના રાજદૂત અબ્બા ટેલીપત્ર લખીને એબનને ટેલીપત્ર આઇન્સ્ટાઇનનું મન જાણવાનું કામ સોંપ્યું હતું. સૌને એમ હતું કે ઇઝરાયેલને આઇન્સ્ટાઇન સ્વરુપે મોટા કદના રાષ્ટ્રપતિ મળી શકે છે. આઇન્સ્ટાઇન અને વેઇઝમેનને જુનો નાતો પણ હતો. આઇન્ટાઇન- હિજ લાઇફ એન્ડ યુનિવર્સના લેખક વોલ્ટર ઇસાકસન ના જણાવ્યા અનુસાર વેઇઝમેન વિશ્વ જાયોની સંગઠનના અધ્યક્ષ રહયા હતા ત્યારે આઇન્સ્ટાઇને જેરુસલામમાં નવી યુનિવર્સિટીની સ્થાપના માટેનું ભંડોળ એકત્ર કરવા ૧૯૨૧માં અમેરિકાનો સાથે પ્રવાસ કર્યો હતો.

યુનાઇટેડ સ્ટેટ ખાતેના ઇઝરાયેલના રાજદૂત અબા ઇબાને ૧૭ નવેમ્બર ૧૯૫૨માં આઇન્સ્ટાઇનને લખેલા પત્રમાં જણાવ્યું હતું કે આ પત્રના વાહક જેસલામના શ્રી ડેવિડ ગોઇટીન છે જેઓ હવે વોશિંગ્ટનમાં અમારા દુતાવાસના મંત્રી તરીકે સેવાઓ આપી રહયા છે. તેઓ એક સવાલ જે વડાપ્રધાન બેન ગુરિયોને મને તમારા સુધી પહોંચાડવા માટે કહયું હતું. જો તમને નેસેટના મત દ્વારા રાષ્ટ્રપતિ પદની ઓફર કરવામાં આવે અને આપ સ્વીકારશો તો ઇઝરાયેલ જવાનું અને તેની નાગરિકતા લેવાની રહેશે.
વડાપ્રધાને મને ખાતરી આપી છે કે આપના મહાન વૈજ્ઞાનિક કાર્યને આગળ ધપાવવાની સંપૂર્ણ સુવિધા સરકાર અને લોકો દ્વારા આપવામાં આવશે. તેઓ તમારી મહેનતના સર્વોચ્ચ મહત્વ વિશે સંપૂર્ણ રીતે સજાગ છે.
|| અનુસંધાન પાના નં.૦૬ પર )
મીડ વીક
અનુસંધાન

તમારો ઝોક અથવા નિર્ણય ગમે તે હોય, આપની સાથે અનકૂળ એવા સ્થાને ફરીથી વાત કરવાની તક મળી તે બદલ હું આભારી છું. હું એ ચિંતાઓ અને શંકાઓને સમજુ છું જે આપે મને સાંજે વ્યકત કરી હતી. બીજી બાજુ આપનો ઉત્તર જે હોય તે પરંતુ વડાપ્રધાનનો સંદેશ ઉંડા આદર સત્કાર સમાન છે જે યહૂદી લોકો પોતાના કોઇ પણ પુત્ર માટે વ્યકત કરે છે. વ્યકિતગત સન્માનના આ તત્વમાં અમે એવી ભાવના જોડીએ છીએ કે ઇઝરાયેલ ભૌતિક રીતે જોઇએ તો એક નાનું રાજય છે પરંતુ માપદંડની રીતે જોઇએ તો મહાન બની શકે છે. એ ઉંચી આધ્યાત્મિક અને બૌધિક પરંપરાઓનું ઉદાહરણ છે જેને યહૂદી લોકોએ સ્થાપિત કર્યુ છે. પ્રાચીન અને આધુનિક સમય એમ બંનેમાં સારું મન અને હૃદય ધરાવે
છે. અમે જાણીએ છીએ કે આપણા પ્રથમ રાષ્ટ્રપતિએ પોતાના ભાગ્યને મહાન પરિભ્રષ્યોમાં જોવાનું શિખવ્યું જયારે આપે સ્વયં અમને આમ કરવા માટે પ્રોત્સાહિત કર્યા છે. આથી આ પ્રસ્તાવ બાબતે આપની જે પણ પ્રતિક્રિયા હોય પરંતુ મને આશા છે કે આપે એ લોકો માટે ઉદારતાપૂર્વક વિચારશો જેમને આ પ્રસ્તાવ મોકલ્યો છે.

આમંત્રણ મળ્યા પછી રાષ્ટ્રપતિ પદનો અસ્વિકાર કરતા આઇન્સ્ટાઇને જણાવ્યું હતું કે આપણા રાજય ઇઝરાયેલ તરફથી (રાષ્ટ્રપતિ તરીકે સેવા કરવા માટેના આવેલા પ્રસ્તાવથી ખૂબજ પ્રભાવિત છું અને તરત જ દુખી અને લાચાર પણ છું કે હું તેનો સ્વીકાર કરી શકતો નથી. મેં મારા સમગ્ર જીવન દરમિયાન વસ્તુનિષ્ઠ ભૌતિક ચીજો સાથે કામ પાર પાડયું છે. આથી લોકો સાથે સારી રીતે વ્યહવાર કરવાની અને આધિકારિક કાર્યો પુરા કરવાની મારી પાસે સ્વભાવિક યોગ્યતા અને અનુભવ નથી. આ કારણો થી જ હું આ ઉચ્ચ પદ પરના કર્તવ્યો પુરા કરવા માટે યોગ્ય નથી. વધતી જતી ઉંમર અને ઘટતી જતી તાકાતનો આમાં સવાલ નથી. હું આ પરીસ્થિતિથી વધારે વ્યથિત છું યહુદીઓ સાથેનો મારો સંબંધ સૌથી મજબૂત માનવીય ગઠબંધન છે. જયારે મને આ દુનિયાના દેશો વચ્ચે અમારી અનિશ્ચિત સ્થિતિ અંગે સંપૂર્ણ જાણકારી છે.

જો કે બન્યું હતું કે એવું કે પ્રિન્સટોન,મર્સ સ્ટ્રીટ ૧૧૨ના સરનામે પત્ર આવે તે પહેલા રાષ્ટ્રપતિ પદ ઓફર અંગેના સમાચાર ન્યુયોર્ક ટાઇમ્સમાં સમાચાર પ્રકાશિત થયેલા જે આઇન્સ્ટાઇને વાંચી લીધા હતા. આઇન્સ્ટાઇનના પદ અસ્વીકારની ખૂબ જ ટીકા – ટિપ્પણીઓ પણ થઇ હતી. અમેરિકામાંએ સમયે ઘણા લોકોનું માનવું હતું કે આઇન્સ્ટાઇને આ ઓફરનો સ્વીકાર કરવો જોઇતો હતો.

No comments:

Post a Comment