Thursday 24 December 2020

ગીતા જયંતિ જાણવા જેવું

.           *🌹ગીતા જયંતી વિશેષઃ🌹*

▪️મહર્ષિ વેદવ્યાસ શ્રીમદ્ ભગવદ્ ગીતાના રચયિતા છે. 

▪️૧૮ પર્વો અને ૧ લાખ શ્લોકોમાં અહીં એક વિશાળ સમયપટ પર પથરાયેલો ભારતવર્ષનો ઇતિહાસ અમરતા પામ્યો છે.

▪️રચયિતા એટલા તો કુશળ છે કે કહેવા જેવું કાંઈ ભૂલ્યા નથી, અને જરૂર વગરનું કાંઈ કહ્યું નથી. 

▪️ખુદ મહાભારતમાં જ મહાભારત અંગે કહેવાયું છે...

*'घर्मे चार्थे च कामे च मोक्षे च भरतर्षभ।*

*यदिहास्ति तदन्यत्र यन्नेहाऽस्ति न तत् क्वचित्॥'*

*▪︎અર્થાત્ 'ધર્મ, અર્થ, કામ તથા મોક્ષ એ ચાર પુરુષાર્થની બાબતમાં જે આ મહાભારતમાં ઉપદેશાયું છે તે જ સકળ જગતમાં દેખાય છે. અને*
*▪︎જે અહીં નથી કહેવાયું તે ક્યાંય જોવામાં નથી આવતું.' (મહાભારત ૧/૫૬/૩૩).*

*🌹જાણો શ્રીમદ્ ભગવદ્ ગીતાના આ 'રોચક રહસ્યો'*

*🌷ગીતા અંગે આ 10 મહત્વપૂર્ણ વાતો જાણીવી જોઈએ*

🕉️ દ્વાપર યુગમાં ભગવાન શ્રીકૃષ્ણે આજના દિવસે જ મોક્ષ આપવાવાળી ભગવદ્ ગીતાનો ઉપદેશ આપ્યો હતો. આ માટે આજનો દિવસે ગીતા જયંતી તરીકે ઉજવાય છે. આ એકાદશીને *મોક્ષદા એકાદશી પણ કહે છે.*

👉 જોકે આ રહ્યાં ગીતા અંગેના  રોચક રહસ્યો.

*▪︎5 હજાર વર્ષ પહેલાનું ગીતા જ્ઞાન*

🕉️ ભગવાન શ્રીકૃષ્ણે આજથી લગભગ 5 હજાર વર્ષ પહેલા કુરુક્ષેત્રના મેદાનમાં અર્જુનને ગીતાનું જ્ઞાન આપ્યું હતું.

*▪︎મહાપુણ્યની પ્રાપ્તી*

🕉️ ગીતાનો ઉપદેશ ભગવાને રવિવારના દિવસે આપ્યો હતો. શાસ્ત્રો મુજબ મોક્ષદા એકાદશી નિમિત્તે ગીતાની પૂજા કરવી જોઈએ. આ બાદ ગીતાનો પાઠ કરવો જોઈએ.

*▪︎45 મિનિટમાં કરી દીધો હતો અર્જુનનો મોહભંગ*

🕉️ લગભગ 45 મિનિટમાં જ ભગવાન શ્રીકૃષ્ણે ગીતાના જ્ઞાન દ્વારા અર્જુનનો મોહભંગ કરી દીધો હતો.

*▪︎ગીતામાં ચે 18 અધ્યાય*

🕉️ ગીતમાં કુલ 18 અધ્યાય છે. શાસ્ત્રો મુજબ કોઈપણ એક અધ્યાયનો પણ જો નિયમિત પાઠ કરવામાં આવે તો મુક્તિ મળે છે.

*▪︎700 શ્લોક છે ગીતામાં*

🕉️ ગીતમાં કુલ 700 શ્ર્લોક કહેવામાં આવ્યા છે. પદ્મ પુરાણમાં ભગવાન કૃષ્ણ અને ધર્મરાજ યુધિષ્ઠિર વચ્ચેનો સંવાદ આપવામાં આવ્યો છે. જેમાં કહેવાયું છે કે, ‘આ દિવસે તુલસીની મંજરી અને ધૂપ-દીપ દ્વારા ભગવાન દામોદરની પૂજા કરવી જોઈએ.’

*▪︎શ્રીકૃષ્ણે કહ્યા 574 શ્લોક*

🕉️ ગીતામાં સૌથી વધુ શ્રીકૃષ્ણ બોલ્યા છે. તેમણે 574 શ્લોકમાં અર્જુનને જ્ઞાન આપ્યું છે.જ્યારે અર્જુને 85 શ્લોક દ્વારા પોતાની શંકા અને પ્રશ્નો પ્રગટ કર્યા છે. તો 41 શ્લોક એવા છે જે સંજય અને ધૃતરાષ્ટ્રનો સંવાદ છે.

*▪︎અર્જુન ઉપરાંત આમણે પણ સાંભળી હતી ગીતા*

🕉️ ગીતાનું જ્ઞાન અર્જુન ઉપરાંત અન્ય બે લોકોએ સાંભળ્યું હતું. વેદવ્યાસ પાસેથી દિવ્ય દૃષ્ટિ મેળવનાર સંજય અને સંજયના મુખેથી ધૃતરાષ્ટ્ર આ બંનેએ સાંભળ્યું હતું.

*▪︎સૂર્યદેવને પણ મળ્યું હતું જ્ઞાન*

🕉️ અર્જુન પહેલા ગીતાનું જ્ઞાન સૂર્યદેવને મળ્યું હતું.

*▪︎ગીતાને આ પણ કહેવામાં આવે છે*

🕉️ ઉપનિષદ હોવાના કારણે ગીતાને ગીતોપનિષદ પણ કહેવામાં આવે છે.

*▪︎આજના દિવસે જ આપ્યું હતું ગીતાનું જ્ઞાન*

🕉️ કુરુક્ષેત્રના મેદાનમાં શ્રીકૃષ્ણે જ્યારે ગીતાનું જ્ઞાન આપ્યું તે દિવસે હિંદુ કેલેન્ડર પ્રમાણે એકાદશી હતી. આ એકાદશીને હવે *મોક્ષદા એકાદશી* તરીકે ઓળખાય છે. દક્ષિણ ભારતમાં તેને *વૈંકુઠ એકાદશી* પણ કહે છે.🚩🙏

No comments:

Post a Comment