Tuesday 24 March 2020

शब्द साधना परिवार के ग्रूप के नये नियम ।

મિત્રો.... સાદર નમસ્કાર...
.......નીચે મુકેલી આચારસંહિતાનું પાલન સૌ એ સાથે રહી કરવું જરૂરી છે....આ ગૃપ માં આપ શીખવા અને શીખવવા માટે છો...માટે આનંદ કરી શિસ્ત અને શિષ્ટાચાર જાળવી રાખજો...
#    સાહિત્ય સિવાય કોઈ પોસ્ટ ન મુકવી...આપના ગામ માં થતા ધાર્મિક મેળાવડા...કે પોતાના સમાજના કોઈ પ્રસંગ વગેરેનું કોઇ આમંત્રણ કે તેનું વિવેચન કે ફોટા ન મુકવા....
#    નજીકમાં જે મિત્રનો જન્મદિવસ આવતો હોય તે મિત્રે 4 દિવસ પહેલા જાણ કરવી...જન્મદિવસ જે દિવસે હોય તે દિવસે સવારે પ્રથમ તેમને રચના મુકવી.....
#     રુચિભંગ થાય તેવી કોઈ જ રચના મુકવી નહિ...આ ગૃપ માં બહેનોનું પણ પ્રતિનિધિત્વ છે...
#      *સવારે 9 (નવ) સુધી કોઈ એક રચના મુકાઈ જાય પછી કોઈએ મુકવી નહિ...કમસે કમ 3 (ત્રણ)કલાક તે રચનાને ચર્ચાનો અવકાશ આપવો....*  
#      બને ત્યાં સુધી વધુમાં વધુ પોસ્ટ ટાઈપ કરીને મુકવાનો આગ્રહ રાખો...ડાઉનલોડ ઓછું કરવું પડે....તેની કાળજી રાખશો
#    ગઝલ છંદ માં હોય તો....આવર્તન વગેરે ની ચોખવટ કરવી...
#      પોસ્ટ મુકાયા પછી....અન્ય મિત્રો જરૂર પોતાનો સ્પષ્ટ અભિપ્રાય આપે પણ સામેની વ્યક્તિ નો આદર જળવાય તેની કાળજી સાથે ....અહીં  શીખવા માટે સૌ ઉપસ્થિત થયા છીએ.. 
#     જે મિત્ર ની રચના ઉપર ચર્ચા શરૂ થાય.....તો તજજ્ઞ મિત્રો ખૂબ જ સંક્ષિપ્તમાં અને સામેનો કવિ તે ચર્ચાને પચાવી શકે તે રીતે માર્ગદર્શન આપે ...
ખૂબ લંબાણે ચર્ચા થાય તેવું લાગે અને પોસ્ટ મુકનાર વ્યક્તિ વધુ સમજ કેળવવા ઇચ્છતી  હોય તો તેમણે જે તે તજજ્ઞ ને પર્સનલ માં મળવાનું રાખવું....
#    વધું માં વધું મિત્રો ગીત ...કાવ્ય....ગઝલ... વગેરે સરસ રીતે લખતાં થાય અને માર્ગદર્શન મળે તે હેતુથી જ શબ્દ સાધના પરિવાર,બનાસકાંઠા ની સ્થાપના કરવામાં આવેલી,વટવૃક્ષ સમાન વિસ્તૃત થયેલા આ પરિવાર ની કાળજી સૌ મિત્રો એ સાથે રહી કરવી રહી.....કેમકે 2005 થી અત્યાર સુધીના તેના સિંચન માં ઘણા મિત્રો એ લોહી પાણી એક કર્યું છે
#      સાંજે 6 (છ) વાગે છેલ્લી રચના ચર્ચાર્થે મુકવી...જેની ચર્ચા રાત્રે 10 સુધી જ કરવી....પછી ગૃપ ને વિરામ આપવો...
#      જે મિત્ર નવા મિત્ર ને એડ કરવા ઇચ્છતા હોય....તેમણે તેમનો સંપૂર્ણ પરિચય આપવો ફરજીયાત રહેશે....અને એ નવા મિત્રના મિસબીહેવીયેર ની તમામ જવાબદારી તેમની રહેશે.....
#     શબ્દ સાધના પરિવાર,બનાસકાંઠા નો એક આગ્રહ છે કે 
વર્ષમાં એક કાવ્ય સંગ્રહ કે વાર્તા સંગ્રહ વિમોચિત થાય...
તો તે દિશા માં કાર્ય કરવું...જે કવિ મિત્રો પાસે પૂરતું સાહિત્ય હોય અને કાવ્ય સંગ્રહ બહાર પાડવાની મનસા હોય તો જાણ કરવી જેથી સહિયારા પ્રયાસ થઈ સુચારુ કાર્ય થઈ શકે....અને માત્ર એક વ્યક્તિના ખભે બોજ ના આવે....
#        ભવિષ્યમાં કોઈ પણ વ્યક્તિને ગૃપ માં થી રિમુવ કરવા જેવી પરિસ્થિતિ કદાપિ ન ઉદભવે તેની કાળજી રાખવી..એક મૃદુ હૃદયના કવિ માટે આ વિધિ વજ્રઘાતક બની રહે છે.. ......
.......સૌનું શુભ થાઓ....સબ મંગલ હોગા

No comments:

Post a Comment