Friday, 4 June 2021
ગધ વિભાગ દ્વારા પરિણામ જાહેર ૧થી૨૫
Thursday, 3 June 2021
*શબ્દ વાવેતર એક પરિવાર*-: જૂન માસની પ્રથમ સ્પર્ધા:- શબ્દ: છૂંદણું*પદ્ય વિભાગનું પરિણામ* નિર્ણાયક :- જીવતીબેન પીપળીયા તારીખ-: 2/ 6/2021*પ્રથમ*1, હરસુખ સુખાનંદી ....102,રાકેશ સોલંકી..........103, મનોજ પંડ્યા ..........104,વિભૂતિ પાઠક ..........105 વિરેન્દ્ર ડોળાસીયા......106, મણિલાલ રોહિત ......10*દ્વિતીય*1, સતીશ સખિયા........9.52, મીના માંગરોલીયા.....9.53, દિનેશ આર નાયક.....9.54, પારુલ નાયક ..........9.55,પટેલ પદ્માક્ષી ...........9.56,દિનેશ વી નાયક........9.56, મનોજ પંચાલ..........9.57, વિજીતા પંચાલ.........9.58, મહેતા કેતના............9.59, નાયક રાજેશ ...........9.510,વંદના બ્રહ્મભટ્ટ.........9.511, પરથીભાઇ ચૌધરી....9.512, રામજી રોટાતર.......9.513, નીલમ પટેલ...........9.514, સિકંદર રાઉમા........9.515,માલિની ત્રિવેદી પાઠક 9.5*તૃતીય*1, નવીન પટેલ............92, દિનેશ પઢારીયા........93, કૌશલ્યા મહિડા.......94, લીના સંપટ .............95,હેમલતા દિવેચા.........96, શિલ્પા પાઠક...........97, હસમુખ રામદેપુત્રા.....98, આશા ચંપાનેરી.........99, રેશમા પટેલ............910, પૂર્વી રેવડીવાળા......911, પૂર્ણિમા પંડ્યા ........912, યજૂર્વી મિસ્ત્રી ........913,ધરતી શર્મા.............914, રોનક સી જોષી.......9*ચતુર્થ*1, ડેઇઝી લીલાણી......8.52, આરતી ગઢવી ........8.53, પૂર્વી પટેલ..............8.54, શીતલ પચ્ચીગર......8.55, ચેતના બધેકા..........8.56, રાગીની શુક્લ..........8.57, ગુંસાઈ અલ્પા .........8.58,કોમલ તલાટી...........8.59, લતાબેન ચૌહાણ......8.510, વીણાબેન અમીન....8.5સહુ મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન 🌹🌹🌹👍😊🙏*શબ્દ વાવેતર એક પરિવાર* સંચાલક મંડળ.
Tuesday, 1 June 2021
પ્રેરક પ્રસંગ ---ગોરખનાથ
ભય !
એક વાર ગુરુ
મચ્છન્દ્રનાથ અને તેમના શિષ્ય ગોરખનાથ એક
સ્થળેથી બીજે સ્થળે જતા હતા .રસ્તામાં એક સુંદર તળાવ આવ્યું .ગુરુ કહે ;’’બેટા
ગોરખ,આ ઝોળી બરાબર સંભાળીને અહી ઝાડ તળે તું બેસ .હું હમણાં નાહીને આવું છું .’’
ગુરુ
મચ્છન્દ્રનાથ ઝોળી સોપીને ગયા .પણ ઝોળીમાં
કશું ભારે ભારે જણાવાથી ગોરખનાથે ઝોળી ઉપાડીને જોયું ,તો એમાં સોનાની ઈંટ !
એ જોઇને ગોરખનાથને ભારે નવાઈ લાગી .તે
મનમાં કહેવા લાગ્યા .;’’અરે ગુરુજી જેવા સિદ્ધ પુરુષ આવી કાંચનની માયામાં કયાંથી
ફસાઈ પડ્યા ?કાંચન ,ધન એ તો માણસને માણસાઈ
વિનાનો કરી મૂકે છે ,માણસની જંજાળ વધારે
છે અને જેમ જેમ એ મળતું જાય તેમ તેમ વધારે ને વધારે મેળવવાનો લોભ થતો જાય .ધન શું કે સુવર્ણ શું ,એ બધું અનર્થનું મૂળ છે
.ધર્મશાસ્ત્ર એટલે જ સંન્યાસીઓને ઉપદેશ
આપે છે કે ,પૈસાનો જો સ્પર્શ થી જાય ,તો
સન્યાસીએ ત્રણ દિવસ જેટલું તપ કરીને પ્રાયશ્ચિત કરીને પવિત્ર બની જવું ,તો પછી ગુરુજી
આવી માયાજાળમાં શી રીતે લપટાયા ?’’ એમ વિચાર કરીને ગોરખનાથે એ સોનાની ઈંટને બીજી
બાજુએ જઈને તળાવમાં ફગાવી દીધી .
થોડી વાર પછી ગુરુ મચ્છીન્દ્રનાથ આવ્યા .આગળ
ચાલતાં પહેલાં તેમણે પૂછ્યું ;બેટા ,આપણને નિર્જન રસ્તે થઈને જવાનું છે .રસ્તામાં
કશો ભય તો નથી ને ? ‘’
ગોરખનાથ દ્રઢ અવાજે બોલ્યા ;’’ ગુરુજી ,ભયને
તો મેં કયારનો આપની ઝોળીમાંથી ફગાવી દીધો છે !
આપ સુખેથી આગળ ચાલો .’’
શિષ્યની કસોટી કરતા ગુરુ મચ્છીન્દ્રનાથ પોતાના
વહાલા શિષ્ય ગોરખનાથની આવી કાંચન –મુક્તિની દશા જોઇને મનમાં આનંદ પામતાં આગળ
ચાલ્યા .
પચાસ પ્રેરક પ્રસંગ પુસ્તકમાંથી ----સાભાર
મુકુલભાઈ કલાર્થી
સંકલન ---રામજીભાઈ
રોટાતર
વાર્તા --શું ગધેડામાં ભગવાન છે ?સંત એકનાથની વાર્તા પ્રેરક પ્રસંગ
ગધેડામાં શું ભગવાન છે ?
કાશીથી એકનાથ એમના સાથી
મિત્રો સહીત ગંગાજળ લઈને રામેશ્વરમ જી રહ્યા છે .વચ્ચેના વેરાનપ્રદેશ્મમાં એક
ગધેડો ભૂખ્યો તરસ્યો પડ્યો હતો .એકનાથની મિત્ર મંડળી જઈ રહી છે .એ તરફ ગધેડો તરસને
કારણે તડપી રહ્યો છે વેરાનપ્રદેશમાં ગધેડા માટે પાણી મળવાની સંભાવના નથી .પાણી તો
યાત્રીઓ પાસે છે ,પણ ભગવાનના આ ભક્તો રામેશ્વરમ ભગવાનને ગંગાજળ ચઢાવવા જઈ રહ્યા છે
.ગામે ગામ લોકો એમનું સ્વાગત કરતા રહ્યા છે .આ ભક્તો મહાન તીર્થયાત્રીઓ છે .
એક તરફ ગધેડો પાણી વિના તરફડી રહ્યો છે .
એનો ચિત્કાર સંભળાય છે .એકનાથ પણ આ મંડળીમાં છે
.એમણે કાશીથી ભરીને લાવેલું ગંગાજળ આ તરસ્યા ગધેડાને પીવડાવી દીધું .ભક્તમંડળના
સાથીઓ એકનાથ ઉપર વરસી પડ્યા .”આ પવિત્ર ગંગાજળ તો ભગવાન રામેશ્વરમને અર્ધ્ય આપવાને
લાવ્યા હતા .!”
એકનાથે જણાવ્યું ,’’રામેશ્વરમના ભગવાન તો ખબર
નથી કે તરસ્યા હશે કે કેમ ?અને જો હશે તો ત્યાંથી પાણી ભરીને લઇ લેશું .પરંતુ
ભગવાનના જ અંશ જેવો ગધેડો મરણશરણ થઇ રહ્યો છે .’’ ભક્તમંડળીઓના સાથીઓએ રોષે ભરાઈને
એકનાથને અલગ કરી દીધા .’’હટો ....તમે તો સાવ નાસ્તિક છો ...ભગવાન રામેશ્વરમ્ ને
ધરાવવા માટે કષ્ટ વેઠીને આનેલું ગંગાજળ આ ગધેડાને પીવડાવી દીધું .! ગધેડામાં શું ભગવાન છે ?
ચારે તરફ વિસ્તરેલ જીવનમાં સર્વત્ર ભગવાનની સૂક્ષ્મ ઉપસ્થિતિ છે ,પરંતુ
લોકોને એ દેખાતા નથી .એમ પથ્થરની મૂર્તિ બજારમાંથી ખરીદી લાવ્યા ,જેમાં ભગવાન
દેખાય છે !જયારે જગતના સર્વ પદાર્થોમાં ભગવાન દેખાઈ જશે .ભગવાન છે કે કેમ એ
માનવાની જરૂર નથી .એની સર્વત્ર ઉપસ્થિતિને નિહાળવાની જરૂર છે .
સાભાર –પ્રસંગપર્વ પુસ્તક
સંપાદક –દક્ષેશ ઠાકર
સંકલન ---રામજીભાઈ રોટાતર