Thursday, 31 July 2025
Tuesday, 29 July 2025
Sunday, 27 July 2025
Saturday, 26 July 2025
એકમ કસોટી પદ્ધતિને રદ
પહેલા સત્રમાં રચનાત્મક-બીજામાં મૂલ્યાંકન, વાલી-ક્લાસમેટ પણ મૂલ્યાંકનમાં જોડાશે,
પ્રાઇમરી સ્કૂલોમાં હવે ભણવાની અને પરીક્ષા લેવાની પદ્ધતિમાં મોટો ફેરફાર કરાશે,
બીજા સત્રમાં સત્રાંત પરીક્ષા દ્વારા સંપૂર્ણ અભ્યાસનું મૂલ્યાંકન કરાશે
અમદાવાદઃ રાજ્યમાં પ્રાથમિક શાળાઓમાં હાલ એકમ કસોટી લેવામાં આવે છે. હવે વિદ્યાર્થીઓને ભણવવાની અને પરીક્ષા લેવાની પદ્ધતિમાં મોટો ફેરફાર કરવામાંમ આવશે.
હાલમાં ચાલતી એકમ કસોટી પદ્ધતિને રદ કરીને દર 3 મહિને 40 માર્ક્સની લેખિત કસોટી લેવામાં આવશે. પહેલા સત્રમાં મૌખિક, પ્રવૃત્તિ અને લેખિત આધાર પર વિદ્યાર્થીઓનું સર્જનાત્મક મૂલ્યાંકન કરાશે. જ્યારે બીજા સત્રમાં સત્રાંત પરીક્ષા દ્વારા સંપૂર્ણ અભ્યાસનું મૂલ્યાંકન એટલે કે ધો.1થી 5માં 60 માર્ક્સ અને ધો. 6થી 8માં 80 માર્ક્સની પરીક્ષા લેવાશે. આ પદ્ધતિના કારણે વિદ્યાર્થીઓના અભ્યાસનું મુલ્યાંકન થઈ શકશે.
શિક્ષણ વિભાગના સૂત્રોમાંથી મળેલી માહિતી મુજબ પ્રાથમિક શાળાઓમાં હવે એકમ કસોટીના સ્થાને દર ત્રણ મહિને હોલિસ્ટિક પરીક્ષા લેવામાં આવશે. માત્ર શિક્ષક નહીં પરંતુ વાલીઓ અને ક્લાસમેટ પણ જે તે વિદ્યાર્થીઓની શૈક્ષણિક તથા અભ્યાસક્રમ સિવાયની પ્રવૃત્તિઓમાં કેટલા સક્રિય છે? તેનું મૂલ્યાંકન કરશે. ફાઉન્ડેશન સ્ટેજમાં બાળકો માટે પ્લે-વે પદ્ધતિ અમલમાં મૂકવા અને શિક્ષકો પરના ડેટા એન્ટ્રીના ભારને પણ ઘટાડાશે. આ માટે શિક્ષણ વિભાગ દ્વારા ટાસ્ક ફોર્સની રચના કરાઈ હતી. જેમણે રાજ્ય સરકારને પ્રાથમિક શાળાઓમાં વિદ્યાર્થીઓને ભણાવવા સાથે પરીક્ષા લેવાની પદ્ધતિમાં મોટો ફેરફાર કરવા માટેની ભલામણ કરવામાં આવી છે.
સૂત્રોના જણાવ્યા મુજબ પ્રથામિક શાળાઓમાં પ્રથમ સત્રમાં રચનાત્મક મૂલ્યાંકન (મૌખિક, પ્રવૃત્તિ, લેખિત). બીજા સત્રમાં લેખિત સત્રાંત પરીક્ષા ( ધો. 1થી 5માં 60 માર્ક અને ધો. 6થી8: 80 માર્ક) અને ત્રિમાસિક મૂલ્યાંકન માટે દર ત્રણ મહિને 40 માર્કની લેખિત પરીક્ષા લેવાશે. દર ત્રણ મહિને શૈક્ષણિક તથા અભ્યાસક્રમ સિવાયની પ્રવૃત્તિઓમાં કેટલા સક્રિય છે, તેનો રિપોર્ટનું હોલિસ્ટીક પ્રોગ્રેસ કાર્ડ તૈયાર કરાશે. પ્લે-વે પદ્ધતિમાં 3થી 8 વર્ષના બાળકોને માટે રમતાં રમતાં એટલે રમત, વાર્તાઓ, ગીતો અને હસ્તકળાનું શિક્ષણ અપાશે સપ્તાહમાં એક દિવસ વિદ્યાર્થીઓ બેગ વિના સ્કૂલે બોલાવીને ફીલ્ડ વિઝિટથી રિયલ લાઇફ અનુભવનું શિક્ષણ અપાશે. તેમજ શિક્ષક સાથે હવે વાલીઓ અને ક્લાસમેટ પણ વિદ્યાર્થીઓની પ્રગતિના વિવિધ પાસાંઓ જેમ કે વ્યવહાર, સહકાર, વિચારવિમર્શ સહિતના પાસાંઓનું મૂલ્યાંકન થશે.
Thursday, 24 July 2025
Wednesday, 23 July 2025
Subscribe to:
Posts (Atom)