Saturday 14 September 2024

જગતને જીવતું રાખનાર ઑક્સિજન


જગતને જીવતું રાખનાર વાયુ ઓક્સિજન

પૃથ્વી પરના પ્રાણીઓ શ્વાસ દ્વારા હવામાંથી ઓક્સિજન લઈને જીવે છે તે જાણીતી વાત છે અને એટલે જ તેને પ્રાણવાયુ પણ કહેવાય છે. પણ તમે જાણો છો કે આપણા શરીરનો સૌથી મોટો ઘટક પાણી પણ ઓક્સિજનના સંયોજનથી જ બનેલો છે. માણસો અને પ્રાણીઓ શ્વાસમાં ઓક્સિજન લઈ લે તો પછી વાતાવરણમાં ઓક્સિજન ખલાસ ન થઈ જાય ? પરંતુ કુદરતે તેનો ઉપાય પણ રાખ્યો છે. આપણે હવામાંથી ઓક્સિજન લઈ ઉચ્છવાસ દ્વારા
કાર્બન ડાયોક્સાઈડ બહાર કાઢીએ છીએ. વનસ્પતિ આ કાર્બન ડાયોક્સાઈડ લઇને ઓક્સિજન બહાર કાઢે છે. આમ વનસ્પતિ અને પ્રાણીઓના શ્વાચ્છવાસથી વાતાવરણમાં ઓક્સિજનનું ૨૦ ટકા પ્રમાણ જળવાઈ રહે છે. આ કુદરતી ચક્ર છે. આપણા શ્વાસ ઉપરાંત કોઈ ધાતુ ને કાટ લાગે કે કોઈ વસ્તુ સળગે ત્યારે પણ ઓક્સિજન વપરાય છે. વનસ્પતિ ઓક્સિજન બનાવે તે ઉપરાંત સૂર્યપ્રકાશથી વાતાવરણમાં રહેલી પાણીની વરાળ સાથે પ્રક્રિયા કરી થોડો ઓક્સિજન વાતાવરણમાં ઉમેરે છે.

No comments:

Post a Comment