Monday 5 August 2024

પિતાની મિલકતમાં દીકરીનો કેટલો ભાગ? જાણો શું કહે છે કાયદો?

પિતાની પ્રોપર્ટી વહેંચાય છે બાળકોમાં
પણ શું દીકરીને કોઇ ભાગ મળે ખરા ?


સંપત્તિની વહેંચણીમાં શું છે દીકરીઓનો કાયદાકીય હક
આપણે જોઇએ છીએ કે કોર્ટમાં મોટા ભાગના કેસ સંપત્તિને લગતા હોય છે. કોઇને સંપત્તિ વધુ મેળવવાની લાલચ હોય છે તો કોઇ સંપત્તિ હડપવા માટે ન ધાયુ હોય તેવા કામો કરી નાંખે છે. તેવામાં ખાસ બે ભાઇઓ વચ્ચે સંપત્તિની લડાઇ વધુ જોવા મળે છે.પરંતુ શું તમને ખબર છે કે સંપત્તિમાં દિકરીનો પણ ભાગ દીકરાના જેટલો જ હોય છે. જો કે આ વાત તો સૌ કોઇ જાણતા હસે પરંતુ કાયદો શું કહે છે આ બાબતે આવો જાણીએ. 

શું કહે છે કાયદો ? 

મળતી માહિતી અનુસાર પિતાની સંપત્તિમાં દિકરીઓને હક આપવા માટે હિંદુ ઉત્તરાધિકાર કાયદામાં 9 સપ્ટેમ્બર 2005માં સુધારો થયો હતો. આ કાયદો કહે છે કે પિતાની સંપત્તિમાં દિકરીઓને પોતાના ભાઇ બરાબર ભાગ આપવાનો. લગ્ન બાદ દિકરીઓ પણ પિતાની સંપત્તિ પર દાવો કરી શકે છે. 

પિતાની મિલકતમાં દીકરીઓનો કાયદેસરનો અધિકાર શું છે? 

1. જો પિતા પાસે કોઈ પૈતૃક મિલકત હોય તો તે મિલકત પર પુત્રીનો જન્મથી જ અધિકાર છે. પુત્રી પુત્ર તરીકે સમાન હિસ્સાનો દાવો કરી શકે છે. 

2. દીકરી તેના પિતાની મિલકત પર હિસ્સાનો દાવો કરવા કોર્ટમાં જઈ શકે છે. આ માટે કોર્ટમાં કેસ દાખલ કરવો પડશે. 

3.વસિયત બનાવ્યા વિના પિતા મૃત્યુ પામે તો પુત્રી પણ તે મિલકત પર પુત્ર તરીકે સમાન અધિકારનો દાવો કરી શકે છે. 

આ મિલકત પર દીકરીનો અધિકાર નહી 

હિંદુ ઉત્તરાધિકાર અધિનિયમ 1956માં વર્ષ 2005માં કરાયેલા ફેરફારો હેઠળ દીકરીને પિતાની પૈતૃક સંપત્તિમાં જ હક મળે છે. એટલે કે તે મિલકત જે પેઢી દર પેઢી પસાર થતી રહે છે. પરંતુ જે મિલકત પિતાની પોતાની કમાણીમાંથી ઉભી કરી હોય તેની પર દીકરીનો અધિકાર હોતો નથી.. આ પ્રકારની મિલકત પરનો કોઈપણ દાવો માન્ય રહેતો નથી. ઉલ્લેખનીય છે કે પિતા જીવતા હોય ત્યારે પિતાની પોતાની કમાણીમાંથી લીધેલી સંપત્તિ પર માત્ર પુત્રીનો જ નહીં, પુત્રોનો પણ કોઈ અધિકાર નથી.

પૈતૃક સંપત્તિ પર જ માત્ર અધિકાર 

ભારતમાં વર્ષ 1956માં હિંદુ ઉત્તરાધિકાર કાયદા મુજબ પૈતૃક સંપત્તિ પર માત્ર પુત્રોનો જ અધિકાર હતો. પરંતુ વર્ષ 2005માં આ કાયદામાં સુધારો કરવામાં આવ્યો હતો, ત્યારબાદ દીકરીઓને પણ પૈતૃક સંપત્તિમાં પુત્રોની જેમ સમાન અધિકાર મળે છે. 2005માં હિંદુ ઉત્તરાધિકાર અધિનિયમમાં કરવામાં આવેલા ફેરફારો મુજબ, દિકરીના લગ્ન થયા હોય કે ન પણ થયા હોય. અથવા તો દીકરીના છૂટાછેડા થયા હોય. આવા કિસ્સામાં દીકરીના પ્રોપર્ટીના અધિકારમાં કોઈ ફરક નહીં પડે. એટલે કે પિતાની મિલકત પર પુત્રનો જેટલો અધિકાર હશે તેટલો જ.દીકરીને અધિકાર મળશે.

No comments:

Post a Comment