Sunday 25 September 2022

શક્તિપીઠ એટલે શું?તો શક્તિપીઠ એટલે શક્તિને સંગ્રહ કરવામાં આવી હોય તે જગ્યા. જે જગ્યાએ સાક્ષાત્ શક્તિ ગણાતા 'સતી' માતાના અંગો છે તેને શક્તિપીઠ તરીકે ઓળખવામાં આવે છે. હવે વાત કરીશું કે આ શક્તિપીઠની ઉત્પત્તિ કેવી રીતે થઈ...શક્તિપીઠની ઉત્પત્તિ કેવી રીતે થઈ?પુરાણોમાં જણાવ્યા પ્રમાણે, સાક્ષાત્ શકિત સ્વરૂપ સતીના જુદા-જુદા અંગો જે જગ્યાએ પડ્યાં ત્યાં શક્તિપીઠનું નિર્માણ કરવામાં આવ્યું હતું. સતીના પિતા દક્ષ પ્રજાપતિએ એકવાર કંખલ એટલે કે હાલના હરિદ્વારમાં 'બૃહસ્પતિ સર્વ' નામનો યજ્ઞ કરવાનું આયોજન કર્યુ હતુ. તેમાં બ્રહ્મા, વિષ્ણુ, ઇન્દ્ર સહિત અન્ય તમામ દેવી-દેવતાઓને નિમંત્રણ આપવામાં આવ્યું હતું. પરંતુ તેમણે જાણીજોઈને જમાઈ શિવ અને દીકરી સતીને આમંત્રણ ન આપ્યું.શિવજી સતીનો અર્ધબળેલો દેહ ઊંચકીને ચાલતા થયાજ્યારે યજ્ઞ ચાલુ થયો ત્યારે સતી વગર નિમંત્રણે ત્યાં ગયા હતા. ત્યારે તેમને જોઈને પિતા દક્ષે તેમનો ઉગ્ર વિરોધ કર્યો હતો. શિવજીએ સતીજીને રોક્યાં હતા પણ તેઓ માન્યાં નહોતા. ત્યારે સતીએ પિતા દક્ષને આમંત્રણ ન આપવાનું કારણ પૂછી તેમનો વિરોધ કર્યો હતો. ત્યારે દક્ષ પ્રજાપતિએ જમાઈ શિવને જેમ ફાવે તેમ બોલી વાણીવિલાસ કર્યો હતો. આ અપમાન સતીથી સહન નહોતું થયું. તેઓ પતિના આવા અપમાનથી ખૂબ જ પીડાયા હતા અને તે યજ્ઞમાં પોતાને અર્પણ કરી જીવ ત્યાગી દીધો હતો. આ ઘટનાની જાણ થતાં જ શિવજી દોડતા-દોડતા યજ્ઞમાં પહોંચ્યા હતા. તેમનો ક્રોધ સાતમા આસમાને હતો. ક્રોધની જ્વાળાથી ભરેલા શિવજીને ત્યાં જોઈને તમામ ઋષિઓ યજ્ઞ સ્થળેથી ભાગી ગયા હતા.ભગવાન વિષ્ણુએ સતીના શરીરના ટુકડાં કર્યાત્યારે શિવજીએ સતીના અડધા બળેલા શરીરને હાથમાં લઈને ચાલતા થઈ ગયા હતા. તેઓ આમ-તેમ ભટકવા લાગ્યાં હતા. તેમના ક્રોધનો પાર નહોતો. ત્યારે ભગવાન વિષ્ણુએ પરિસ્થિતિ સમજી લીધી હતી અને શિવજીને સતીના મોહમાંથી બહાર કાઢવા અને સમગ્ર વિશ્વને શિવજીના કોપથી બચાવવા માટે સુદર્શન ચક્ર વડે સતીના શરીરના 51 ટુકડાં કર્યા હતા. આ ટુકડાં પૃથ્વી પર જ્યાં-જ્યાં પડ્યાં તે જગ્યા શક્તિપીઠ તરીકે ઓળખાઈ. ભગવાન શિવે સતીના શરીરના ટુકડાંના રક્ષણ માટે દરેક શક્તિપીઠની બહાર પોતાના સ્વરૂપમાં એક ભૈરવ મૂક્યાં છે. દરેક શક્તિપીઠની રક્ષા અલગ-અલગ ભૈરવ કરે છે.શક્તિપીઠ ક્યાં-ક્યાં આવેલી છે?ભારત સહિત આસપાસના દેશોમાં શક્તિપીઠ આવેલી છે. પરંતુ મોટાભાગની શક્તિપીઠ ભારતમાં આવેલી છે. નેપાળ, બાંગ્લાદેશ, મ્યાનમાર અને પાકિસ્તાનમાં પણ શક્તિપીઠ આવેલી છે.'જાગ્રત શક્તિપીઠ' એટલે શું?તમને ખબર છે કે, આ શક્તિપીઠમાંથી કેટલીક શક્તિપીઠ એવી છે કે ત્યાં સાક્ષાત્ શક્તિનો વાસ છે, શક્તિ હાજર છે. આમ તો, દરેક શક્તિપીઠમાં સાક્ષાત્ શક્તિ હાજર જ છે. પરંતુ કેટલીક શક્તિપીઠ એવી છે કે, તેમાં લોકોને શક્તિની હાજરીનો અહેસાસ થયો છે. આ શક્તિપીઠને 'જાગ્રત શક્તિપીઠ' તરીકે ઓળખવામાં આવે છે.કઈ-કઈ જાગ્રત શક્તિપીઠ છે?1. કાલી માતા, કોલકાતા, પશ્ચિમ બંગાળ2. હિંગળાજ માતા, બલોચિસ્તાન, પાકિસ્તાન3. શાકંભરી દેવી, સહારનપુર, ઉત્તર પ્રદેશ4. વિંધ્યવાસિની શક્તિપીઠ, ઉત્તર પ્રદેશ5. ચામુંડા દેવી, પડાર, હિમાચલ પ્રદેશ6. જ્વાલા જી, જ્વાલામુખી, હિમાચલ પ્રદેશ7. કામાખ્યા દેવી, ગુવાહાટી, આસામ8. હરસિદ્ધિ માતા, ઉજ્જૈન, મધ્યપ્રદેશ9. છિન્નમસ્તિકા પીઠ, રજરપ્પા, ઝારખંડ

શક્તિપીઠ એટલે શું?

તો શક્તિપીઠ એટલે શક્તિને સંગ્રહ કરવામાં આવી હોય તે જગ્યા. જે જગ્યાએ સાક્ષાત્ શક્તિ ગણાતા 'સતી' માતાના અંગો છે તેને શક્તિપીઠ તરીકે ઓળખવામાં આવે છે. હવે વાત કરીશું કે આ શક્તિપીઠની ઉત્પત્તિ કેવી રીતે થઈ...

શક્તિપીઠની ઉત્પત્તિ કેવી રીતે થઈ?

પુરાણોમાં જણાવ્યા પ્રમાણે, સાક્ષાત્ શકિત સ્વરૂપ સતીના જુદા-જુદા અંગો જે જગ્યાએ પડ્યાં ત્યાં શક્તિપીઠનું નિર્માણ કરવામાં આવ્યું હતું. સતીના પિતા દક્ષ પ્રજાપતિએ એકવાર કંખલ એટલે કે હાલના હરિદ્વારમાં 'બૃહસ્પતિ સર્વ' નામનો યજ્ઞ કરવાનું આયોજન કર્યુ હતુ. તેમાં બ્રહ્મા, વિષ્ણુ, ઇન્દ્ર સહિત અન્ય તમામ દેવી-દેવતાઓને નિમંત્રણ આપવામાં આવ્યું હતું. પરંતુ તેમણે જાણીજોઈને જમાઈ શિવ અને દીકરી સતીને આમંત્રણ ન આપ્યું.

શિવજી સતીનો અર્ધબળેલો દેહ ઊંચકીને ચાલતા થયા

જ્યારે યજ્ઞ ચાલુ થયો ત્યારે સતી વગર નિમંત્રણે ત્યાં ગયા હતા. ત્યારે તેમને જોઈને પિતા દક્ષે તેમનો ઉગ્ર વિરોધ કર્યો હતો. શિવજીએ સતીજીને રોક્યાં હતા પણ તેઓ માન્યાં નહોતા. ત્યારે સતીએ પિતા દક્ષને આમંત્રણ ન આપવાનું કારણ પૂછી તેમનો વિરોધ કર્યો હતો. ત્યારે દક્ષ પ્રજાપતિએ જમાઈ શિવને જેમ ફાવે તેમ બોલી વાણીવિલાસ કર્યો હતો. આ અપમાન સતીથી સહન નહોતું થયું. તેઓ પતિના આવા અપમાનથી ખૂબ જ પીડાયા હતા અને તે યજ્ઞમાં પોતાને અર્પણ કરી જીવ ત્યાગી દીધો હતો. આ ઘટનાની જાણ થતાં જ શિવજી દોડતા-દોડતા યજ્ઞમાં પહોંચ્યા હતા. તેમનો ક્રોધ સાતમા આસમાને હતો. ક્રોધની જ્વાળાથી ભરેલા શિવજીને ત્યાં જોઈને તમામ ઋષિઓ યજ્ઞ સ્થળેથી ભાગી ગયા હતા.

ભગવાન વિષ્ણુએ સતીના શરીરના ટુકડાં કર્યા

ત્યારે શિવજીએ સતીના અડધા બળેલા શરીરને હાથમાં લઈને ચાલતા થઈ ગયા હતા. તેઓ આમ-તેમ ભટકવા લાગ્યાં હતા. તેમના ક્રોધનો પાર નહોતો. ત્યારે ભગવાન વિષ્ણુએ પરિસ્થિતિ સમજી લીધી હતી અને શિવજીને સતીના મોહમાંથી બહાર કાઢવા અને સમગ્ર વિશ્વને શિવજીના કોપથી બચાવવા માટે સુદર્શન ચક્ર વડે સતીના શરીરના 51 ટુકડાં કર્યા હતા. આ ટુકડાં પૃથ્વી પર જ્યાં-જ્યાં પડ્યાં તે જગ્યા શક્તિપીઠ તરીકે ઓળખાઈ. ભગવાન શિવે સતીના શરીરના ટુકડાંના રક્ષણ માટે દરેક શક્તિપીઠની બહાર પોતાના સ્વરૂપમાં એક ભૈરવ મૂક્યાં છે. દરેક શક્તિપીઠની રક્ષા અલગ-અલગ ભૈરવ કરે છે.

શક્તિપીઠ ક્યાં-ક્યાં આવેલી છે?

ભારત સહિત આસપાસના દેશોમાં શક્તિપીઠ આવેલી છે. પરંતુ મોટાભાગની શક્તિપીઠ ભારતમાં આવેલી છે. નેપાળ, બાંગ્લાદેશ, મ્યાનમાર અને પાકિસ્તાનમાં પણ શક્તિપીઠ આવેલી છે.

'જાગ્રત શક્તિપીઠ' એટલે શું?

તમને ખબર છે કે, આ શક્તિપીઠમાંથી કેટલીક શક્તિપીઠ એવી છે કે ત્યાં સાક્ષાત્ શક્તિનો વાસ છે, શક્તિ હાજર છે. આમ તો, દરેક શક્તિપીઠમાં સાક્ષાત્ શક્તિ હાજર જ છે. પરંતુ કેટલીક શક્તિપીઠ એવી છે કે, તેમાં લોકોને શક્તિની હાજરીનો અહેસાસ થયો છે. આ શક્તિપીઠને 'જાગ્રત શક્તિપીઠ' તરીકે ઓળખવામાં આવે છે.

કઈ-કઈ જાગ્રત શક્તિપીઠ છે?

1. કાલી માતા, કોલકાતા, પશ્ચિમ બંગાળ

2. હિંગળાજ માતા, બલોચિસ્તાન, પાકિસ્તાન

3. શાકંભરી દેવી, સહારનપુર, ઉત્તર પ્રદેશ

4. વિંધ્યવાસિની શક્તિપીઠ, ઉત્તર પ્રદેશ

5. ચામુંડા દેવી, પડાર, હિમાચલ પ્રદેશ

6. જ્વાલા જી, જ્વાલામુખી, હિમાચલ પ્રદેશ

7. કામાખ્યા દેવી, ગુવાહાટી, આસામ

8. હરસિદ્ધિ માતા, ઉજ્જૈન, મધ્યપ્રદેશ

9. છિન્નમસ્તિકા પીઠ, રજરપ્પા, ઝારખંડ

No comments:

Post a Comment