Friday 19 March 2021

આ તસ્વીરમાં દેખાતું સ્ટ્રક્ચર કેવું સામાન્ય છે...કોઈ શહીદના સ્મારક જેવું દેખાય છે....પણ તેની પાછળની કહાની દંગ કરી દે તેવી છે...ગોંડલ ના રાજા ભગવતસિંહે તેમના શાશન કાળ દરમ્યાન રસ્તા પર થોડા થોડા અંતરે આવા સ્ટ્રક્ચર (થાકલા) બનાવ્યા જે હાલ માં પણ ઉભા છે હ્જુ.એ જમાનામાં ગામડાની મહિલાઓ ને દુર દુર ખેતરથી ઢોર માટે વજનદાર નીરણ (ઘાંસનિ ભારી) માથે ઉચકીને આવવું પડતું અને જયારે થાકી જાય ત્યારે તે વજન નીચે ઉતારી આરામ કરવો પડતો.પરંતુ એ ભારી બીજાની મદદ વિના ફરીથી માથા પર ચડાવવાનું મુશ્કેલ હતું...નિર્જન રસ્તાઓ પર મદદ કરનાર કોઈ ન મળે ...રાજાએ એકવાર એક મહિલાને ભારી"ચડાવી આપી... તેને વિચાર આવ્યો કે મારા રાજ્યની મહિલા બીજાની ઓશિયાળી ન રહે ... પોતાની જાતે "ભારી" ઉતારી શકે અને ચડાવી શકે...અને આ પ્રકારના સ્ટ્રક્ચર ઠેર ઠેર તૈયાર કરાવ્યા .....ભલે સામાન્ય લાગતું હોય પરંતુ સ્ત્રીઓની મુશકેલી જયારે કોઈ વિચારતું ન હોય તે સમયમાં એક રાજા આવું વિચારી શકતો હતો .....દીર્ઘદ્રષ્ટિ માત્ર નહિ .....નારીજીવન સુધારાનો ખ્યાલ રાજાના મનમાં !!! *🙏🏻સો સો વંદન રાજા ભગવતસિંહજી.*🙏🏻

No comments:

Post a Comment