Tuesday 2 February 2021

જાપાનીઓ ૭૦૦ વર્ષથી ઝાડ કાપ્યા વિના લાકડાનું ઉત્પાદન કરે છે. ૧૪ મી સદીમાં, જાપાનમાં અસાધારણ ડૈસુગી તકનીકનો જન્મ થયો. ડૈસુગી પદ્ધતિ વડે આ વૃક્ષો ભાવિ પેઢી માટે વાવેતર કરવામાં આવે છે પણ સંપૂર્ણ રીતે કાપવામાં નહીં આવે. તેમને એવી રીતે કાપવામાં આવે છે કે તે વિશાળ બોંસાઈના ઝાડ મા પરિણમે. દેવદાર પર આ તકનીકનો ઉપયોગ કરીને, જે લાકડું મેળવી શકાય છે તે સીધું રહે છે, સીધું અને ગાંઠ વિના નું લાકડું બાંધકામ માટે યોગ્ય છે. આ કલા થી થયેલ કાપણી ઝાડને ક્યારેય કાપ્યા વિના વધવા અને અંકુરિત થવા દે છે અને ઉપયોગી લાકડું પણ સાથે સાથે મળતું રહે છે.આ છે એક અસાધારણ તકનીક.

No comments:

Post a Comment