Wednesday 15 July 2020

મારા મિત્ર


સુરેન્દ્રનગર જિલ્લા ના મૂળી તાલુકાનું વીરપર ગામ .હેમંતસંગ વાઘેલા ના સુપુત્ર શ્રી જશુભા વાઘેલા ની આજે વાત કરવી છે .વીરપર ગામની બાજુની શાળામાં એટલે કે દાધોળીયા ગામમાં મુખ્ય શિક્ષક તરીકે ફરજ બજાવે .મારી શાળા એટલે સાગધ્રા પ્રાથમિક શાળા .શિક્ષક ના નાતે અવારનવાર મીટીંગ માં મળવાનું પણ થાય .ઓળખાણ થઇ .
      મારે વતન બનાસકાંઠા માં આવવાનું થાય .પાછુ ત્યાં અમને બસ અથવા ટ્રાવેલસ વાળા ત્યાં વીરપર ની ચોકડીએ ઉતારે .ત્યાં તેમના જ ગામની દુકાન ત્યાં જઈએ  .પાણી પીએ .પછી ત્યાંથી થોડુક ચાલીએ ત્યાં વીરપર ગામ આવી જાય .
       અમને ઘણીવાર દાધોળીયા જવાનું કોઈ વાહન ના મળે ત્યારે અમે મનમાં કોઈ પણ સંકોચ રાખ્યા વિના અચૂક એમને ઘેર પહોચી જતા .ત્યાં ઘરના તમામ સભ્યો અમને મીઠો આવકાર આપે .અમે પૂછીએ જશુભા ઘરે છે ? તો એમના ઘરના સભ્યો તરત જ જવાબ આપતા સાહેબ ,તમે બેસો .ઈ આવતા હશે .કાં તો કોઈ દુકાને બેઠા હશે .હમણાં આવશે .
    ચા તૈયાર થઇ જાય .ચા પીધા પછી મેં મારે દાધોળીયા જવું છે .કોઈ બાઈક પર મૂકી જાય તો સારું .મારે સાથે થોડોં સામાન પણ છે .ત્યાં તો ઘરમાંથી જવાબ આવ્યો .સાહેબ ,વાળું પાણી પતાઈને જવાનું છે .તમે આટલે દૂરથી આવ્યા છો કયારે ઘેર જઈને જમવાનું બનાવશો ?કયારે વાળું ભેગા થાશો ?
   એટલી વારમાં તો જશુભા આવી ગયા .તરત જ મારા ઘરના બધાના વાવડ પૂછી લીધા .વતનમાં કેમ છે બધા ?આવા અનેક સવાલો સાથે વાતચીત ચાલી .સૌ સાથે વાળું માટે બેઠા .પછી જશુભા અમને પોતાની જીપ અથવા બાઈક લઈને દાધોળીયા મૂકવા આવે .
  ઘણીવાર આ રીતે અમને કોઈ પણ ભાડાની અપેક્ષા વગર અમને ઘણીવાર મૂકી જાય .જશુભા કયારેક હાજર ના હોય તો એમના ભાઈ અમને મૂકવા આવે .
   જશુભા અને તેમના સભ્યો ને પોતાના માતા પિતા તરફથી મળેલ સંસ્કાર કે કોઈ પણ માણસ હોય તેને આપણને જે મળે તે આપવું જોઈએ .રોટલા ના સમે રોટલો અને ચાના સામે ચા .પોતાના બા અને બાપુજી ના સંસ્કાર ને એમણે આવા મારા જેવા અનેક લોકોના કાર્યો થકી જીવંત રાખ્યા છે .  આજે તો એમની પાસે ખેતીવાડી પણ  છે .
  પરંતુ પહેલા ના સમય કપરો હતો તો પણ તેઓ હંમેશા આવા કાર્યો તેમણે કર્યા છે .
  તેમના ફળ સ્વરૂપે આજે તેમણે પોતાના માતૃશ્રી ના નામે શાળા પણ બનાવી છે .
   મારા મિત્ર અને જેમને મને હમેશા મદદ કરી છે .જેમનો નિસ્વાર્થ ભાવ છે .તેવા મારા મિત્ર માટે ના મારા લાગણીના ભાવો આપની સમક્ષ મૂકતા હર્ષની લાગણી અનુભવું છું .    


No comments:

Post a Comment