ભારત ના ક્યા રાજ્ય ના લોકો સ્વાસ્થ્ય બાબત માં તંદુરસ્ત છે ? વાંચો આજ ની પૂર્તિ માં
Tuesday, 20 November 2018
Monday, 19 November 2018
પ્રથમ વાર સરકાર દ્વારા કડક આદેશ
શિક્ષણ વિભાગ માં સરકારી ટેક્નિકલ કૉલેજ ના પ્રોફેસર અનેં કર્મચારીઓ ને મંજૂરી વગર શિક્ષણ વિભાગ માં ના આવવા કડક આદેશ _ _ બાય ગુજરાત સમાચાર
કવિ અનેં તેનું હુલામણું નામ
*કવિ અને તેમનું હુલામણું નામ (ઉપનામ)*
કાન્ત - મણિશંકર ભટ્ટ
કાકાસાહેબ - દત્તાત્રેય કાલેલકર
ઘનશ્યામ - કનૈયાલાલ મુનશી
ગાફિલ - મનુભાઈ ત્રિવેદી
ચકોર - બંસીલાલ વર્મા
ચંદામામા - ચંદ્રવદન મેહતા
જયભિખ્ખુ - બાલાભાઈ દેસાઈ
જિપ્સી -કિશનસિંહ ચાવડા
ઠોઠ નિશાળીયો - બકુલ ત્રિપાઠી
દર્શક - મનુભાઈ પંચોળી
દ્વિરેફ, શેષ, સ્વૈરવિહારી - રામનારાયણ પાઠક
ધૂમકેતુ - ગૌરીશંકર જોષી
નિરાલા - સૂર્યકાન્ત ત્રિપાઠી
પતીલ - મગનલાલ પટેલ
પારાર્શય - મુકુન્દરાય પટણી
પ્રાસન્નેય - હર્ષદ ત્રિવેદી
પ્રિયદર્શી - મધુસૂદન પારેખ
પુનર્વસુ - લાભશંકર ઠાકર
પ્રેમભક્તિ - કવિ ન્હાનાલાલ
ફિલસુફ - ચીનુભાઈ પટવા
બાદરાયણ - ભાનુશંકર વ્યાસ
બુલબુલ - ડાહ્યાભાઈ દેરાસરી
બેકાર - ઈબ્રાહીમ પટેલ
બેફામ - બરકતઅલી વિરાણી
મકરંદ - રમણભાઈ નીલકંઠ
પ્રેમસખી - પ્રેમાનંદ સ્વામી
અઝીઝ - ધનશંકર ત્રિપાઠી
અદલ - અરદેશર ખબરદાર
અનામી - રણજિતભાઈ પટેલ
અજ્ઞેય - સચ્ચિદાનંદ વાત્સ્યાયન
ઉપવાસી - ભોગીલાલ ગાંધી
ઉશનસ્ - નટવરલાલ પંડ્યા
કલાપી - સુરસિંહજી ગોહિલ
મસ્ત, બાલ, કલાન્ત - બાલાશંકર કંથારિયા
મસ્તકવિ - ત્રિભુવન ભટ્ટ
મૂષિકાર - રસિકલાલ પરીખ
લલિત - જમનાશંકર બૂચ
વનમાળી વાંકો - દેવેન્દ્ર ઓઝા
વાસુકિ - ઉમાશંકર જોષી
વૈશંપાયન - કરસનદાસ માણેક
શયદા - હરજી દામાણી
શિવમ સુંદરમ્ - હિંમતલાલ પટેલ
શૂન્ય - અલીખાન બલોચ
શૌનિક - અનંતરાય રાવળ
સત્યમ્ - શાંતિલાલ શાહ
સરોદ - મનુભાઈ ત્રિવેદી
સવ્યસાચી - ધીરુભાઈ ઠાકર
સાહિત્ય પ્રિય - ચુનીલાલ શાહ
સેહની - બળવંતરાય ઠાકોર
સુધાંશુ - દામોદર ભટ્ટ
સુન્દરમ્ - ત્રિભુવનદાસ લુહાર
સોપાન - મોહનલાલ મેહતા
સ્નેહરશ્મિ - ઝીણાભાઈ દેસાઈ
સહજ - વિવેક કાણ
➲ તખલ્લુસ
1. રમણભાઈ નીલકંઠ – ’મકરંદ’
2. ત્રિભુવનદાસ લુહાર – ‘સુન્દરમ’ ,’ત્રિશુલ’
3. મનુભાઈ પંચોળી – ’ દર્શક’
4. લાભશંકર ઠાકર – ’લઘરો’
5. નટવરલાલ પંડ્યા – ‘ઉશનસ’
6. કનૈયાલાલ મુનશી – ‘ઘનશ્યામ ‘
7. હર્ષદ ત્રિવેદી – ’પ્રાસન્નેય ‘
8. ભાનુશંકર વ્યાસ – ‘બાદરાયણ’
9. ગૌરીશંકર જોશી – ‘ધૂમકેતુ ‘
10. બાલશંકર કંથારિયા – ’કલાન્ત ‘, ’મસ્ત’
11. બરકતઅલી વિરાણી – ’બેફામ ‘
12. ઉમાશંકર જોશી – ’ વાસુકી ‘
13. રામનારાયણ પાઠક – ’ શેષ’ , ’સ્વૈરવિહાર’
14. સુરસિંહજી ગોહિલ – ’ કલાપી’
15. કેશવલાલ હ. ધ્રુવ – ’ વનમાળી ‘
16. મણિશંકર રત્નજી ભટ્ટ –”કાન્ત’
17. બાલારામ દેસાઈ –’જયભિખ્ખુ ‘
18. મધુસુદન પારેખ –’પ્રિયદર્શી ‘
19. અક્ષયદાસ સોની –’અખો’
20. લાલજીભાઈ સુથાર –‘ નિષ્કુળાનંદ’
21. લાડુભાઈ બારોટ – ‘ બ્રહ્માનંદ ‘
22. બંસીલાલ વર્મા – ‘ ચકોર’
23. જીણાભાઇ દેસાઈ –’ સ્નેહરશ્મિ ‘
24. છોટાલાલ શાસ્ત્રી –’ છોટમ’
25. દયાશંકર પંડ્યા –‘દયારામ ‘
26. સચ્ચિદાનંદ વાત્સાયન –‘ અજ્ઞેય ‘
27. દત્તાત્રેય કાલેલકર –‘ કાકાસાહેબ ‘
28. કિશનસિંહ ચાવડા – ’ જિપ્સી’
29. મગનલાલ ભૂ.પટેલ –’ પતીલ’
30. લાભશંકર ઠાકર –’ પુનર્વસુ ‘
31. બાલાશંકર કંથારિયા – ‘ બાલ’
32. જમનાશંકર મ.બુચ –‘ લલિત’
33. હરાજી લવજી દામજી –’ શયદા ‘
34. મોહનલાલ મહેતા –’ સોપાન’
35. ભોગીલાલ ગાંધી –’ ઉપવાસી ‘
36. બકુલ ત્રિપાઠી – ‘ ઠોઠ નિશાળીયો ‘
37. રામનારાયણ વી.પાઠક – ‘ દ્રીરેફ ‘
38. સૂર્યકાંત ત્રિપાઠી – ‘ નિરાલા’
39. નાથાલાલ કવિ –’ પ્રેમભક્તિ ‘
40. ઈબ્રાહીમ દા. પટેલ – ‘ બેકાર ‘
41. દેવેન્દ્ર ઓઝા – ‘ વનમાળી વાંકો ‘
42. કરસનદાસ માણેક – ‘ વૈશંપાયન ‘
43. અલીખાન બલોચ –’ શૂન્ય ‘
44. અનંતરાય રાવળ – ‘ શૌનિક ‘
45. બ.ક.ઠાકર –’ સેહેની ‘
46. અબ્બાસ મ. વાસી –’ મરીઝ ‘
47. અરદેશર ખબરદાર –’ અદલ’
48. ચંદ્રવદન સી .મહેતા –’ચાંદામામા ‘
49. મધુસુદન વ.ઠાકર –’મધુર
કાચ ની બરણી ને બે કપ ચા
*"કાચની બરણી ને બે કપ ચા"*
*એક બોધ કથા :*
જીવનમાં જયારે બધું એક સાથે અને જલ્દી-જલ્દી કરવાની ઈચ્છા થાય.... બધું ઝડપથી મેળવવાની ઈચ્છા થાય અને આપણને દિવસના ૨૪ કલાક પણ ઓછા લાગવા લાગે.....
ત્યારે આ બોધકથા *"કાચની બરણી ને બે કપ ચા"* ચોક્કસ યાદ આવવી જોઈએ....!!!
દર્શનશાસ્ત્રના એક સાહેબ (ફિલોસોફીના પ્રોફેસર) વર્ગમાં આવ્યા અને વિદ્યાર્થીઓને કહ્યું કે એ આજે જીવનનો એક મહત્વપૂર્ણ પાઠ ભણાવવાના છે....!!!
એમણે પોતાની સાથે લાવેલી એક મોટી કાચની બરણી (જાર) ટેબલ પર રાખી એમાં ટેબલ ટેનીસના દડા ભરવા લાગ્યા અને જ્યાં સુધી એમાં એકપણ દડો સમાવાની જગ્યા ન રહી ત્યાં સુધી ભરતા રહ્યા....!!!
પછી એમણે વિદ્યાર્થીઓને પૂછ્યું, "શું આ બરણી ભરાઈ ગઈ છે..?!?"
"હા" નો અવાજ આવ્યો....
પછી સાહેબે નાના-નાના કાંકરા એમાં ભરવા માંડ્યા, ધીરે-ધીરે બરણી હલાવી તો ઘણાખરા કાંકરા એમાં જ્યાં-જ્યાં જગ્યા ખાલી હતી ત્યાં-ત્યાં સમાઈ ગયા.
ફરી એક વાર સાહેબે પૂછ્યું, "શું હવે આ બરણી ભરાઈ ગઈ છે....?!?"
વિદ્યાર્થીઓએ એકવાર ફરીથી "હા" કહ્યું....
હવે સાહેબે રેતીની થેલીમાંથી ધીરે-ધીરે તે બરણીમાં રેતી ભરવાનું શરૂ કર્યુ, રેતી પણ બરણીમાં જ્યાં સમાઈ શકતી હતી ત્યાં સમાઈ ગઈ... એ જોઈ વિદ્યાર્થીઓ પોતાના બંને જવાબ પર હસવા માંડ્યા....
ફરી સાહેબે પૂછ્યું, "કેમ.. ? હવે તો આ બરણી પૂરી ભરાઈ ગઈ છે ને..?!?"
"હા... હવે તો પૂરી ભરાઈ ગઈ..!!!" બધા વિદ્યાર્થીઓએ એક સ્વરમાં કહ્યું.....
હવે સાહેબે ટેબલ નીચેથી ચાના ભરેલા બે કપ બરણીમાં ઠાલવ્યા, ને ચા પણ બરણીમાં રહેલી રેતીમાં શોષાઈ ગઈ... એ જોઈ વિદ્યાર્થીઓ તો સ્તબ્ધ થઈ ગયા....!!!
હવે સાહેબે ગંભીર અવાજમાં સમજાવાનું શરુ કર્યું....
"આ કાચની બરણીને તમે તમારું જીવન સમજો....
ટેબલ ટેનીસના દડા સૌથી મહત્વપૂર્ણ ભાગ એટલે કે ભગવાન, પરિવાર, માતા-પિતા, દીકરા-દીકરી, મિત્રો, અને સ્વાસ્થ્ય...!!!
નાના-નાના કાંકરા એટલે કે તમારી નોકરી-વ્યવસાય, ગાડી, મોટું ઘર, શોખ વગેરે....
અને રેતી એટલે કે નાની નાની બેકારની વાતો, મતભેદો, ને ઝગડા...!!!
જો તમે તમારી જીવનરૂપી બરણીમાં સર્વપ્રથમ રેતી ભરી હોત તો તેમાં ટેબલ ટેનીસના દડા ને નાના-નાના કાંકરા ભરવાની જગ્યા જ ન રહેત... ને જો નાના-નાના કાંકરા ભર્યા હોત તો દડા ન ભરી શક્યા હોત, રેતી તો જરૂર ભરી શકતા....!!!
બસ, આજ વાત આપણા જીવન પર લાગુ પડે છે....
જો તમે નાની-નાની વાતોને વ્યર્થના મતભેદ કે ઝગડામાં પડ્યા રહો ને તમારી શક્તિ એમાં નષ્ટ કરશો તો તમારી પાસે મોટી-મોટી અને જીવન જરૂરીયાત અથવા તમારી ઇચ્છિત વસ્તુ કે વાતો માટે સમય ફાળવી જ ન શકો....
તમારા મનના સુખ માટે શું જરૂરી છે તે તમારે નક્કી કરવાનું છે.... ટેબલ ટેનીસના દડાની ફિકર કરો, એ જ મહત્વપૂર્ણ છે....
પહેલા નક્કી કરી લો કે શું જરૂરી છે... ? બાકી બધી તો રેતી જ છે....!!!
વિદ્યાર્થીઓ ધ્યાનપૂર્વક સાંભળી રહ્યા હતા ને અચાનક એકે પૂછ્યું, "પણ સાહેબ.... તમે એક વાત તો કહી જ નહિ કે " ચાના ભરેલા બે કપ" શું છે ?"
સાહેબ હસ્યા અને કહ્યું, "હું એ જ વિચારું છું કે હજી સુધી કોઈએ આ વાત કેમ ના પછી...?!?"
"એનો જવાબ એ છે કે,
*જીવન આપણને કેટલું પણ પરિપૂર્ણ અને સંતુષ્ટ લાગે, પણ આપણા ખાસ મિત્ર સાથે "બે કપ ચા" પીવાની જગ્યા હંમેશા હોવી જોઈએ."*
(પોતાના ખાસ મિત્રો અને નજીકના વ્યક્તિઓને આ મેસેજ તરત મોકલો....)
☕ ☕