Friday 12 April 2024

અડી કડીની વાવ


નમસ્કાર બાળમિત્રો. તમે તમારી શાળામાંથી યોજાતા પ્રવાસમાં જતાં હશો. પ્રવાસ દરમિયાન તમે ઘણાં બધાં ઐતિહાસિક કિલ્લા, વાવ, શિલાલેખ તથા શિલ્પ-સ્થાપત્યો જોયાં હશે.

આજે આપણે એવા જ એક ઐતિહાસિક સ્થળની મુલાકાતે જવાનું છે. તે સ્થળની મુલાકાત

કરતાં પહેલાં તમે સૌ એક કહેવત બોલો: “અડીકડી વાવ ને નવઘણ કૂવો, જે ન જુએ તે જીવતો મૂઓ.”

તમને થશે કે આ તે કેવી વિચિત્ર કહેવત છે ! તો આ કહેવત વિશે જાણવા માટે આપણે જૂનાગઢ શહેરના ઉપરકોટ નામના કિલ્લામાં આવેલી છે.

અડીકડી વાવનો ઇતિહાસ જાણવો પડશે. જૂનાગઢમાં આવેલો ઉપરકોટનો કિલ્લો તે સમયની નગર વ્યવસ્થાનો ઉત્તમ નમૂનો ગણાય છે.

હવે મૂળ વાત કહું તો, જૂના સમયમાં યુદ્ધ, દુષ્કાળ કે કોઈ કુદરતી આફત વખતે વર્ષો સુધી ચાલે તેટલાં અનાજ અને પાણીનો સંગ્રહ કરવામાં આવતો હતો. આવા અનાજના ભંડાર ઉપરકોટમાં જોવા મળે છે. સાથોસાથ પીવાના પાણી માટે વાવ અને કૂવા બાંધવામાં આવતાં હતાં. ઉપરકોટમાં આવી જ એક પ્રસિદ્ધ વાવ આવેલી છે. જેનું નામ 'અડીકડી વાવ’ छे.

અડીકડી વાવ ૮૧ મીટર લાંબી, ૪.૭૫ મીટર

પહોળી અને ૪૧ મીટર ઊંડી છે. તેમાં ૧૯૨ પગથિયાં કોતરેલાં છે. આ વાવની વિશેષતા એ છે કે '૨ એક જ સળંગ ખડક કાપીને વાવ બનાવવામાં આવી 3.

આ વાવની ઓળખ માટેનાં કોઈ ખાસ ચિહ્ન કે લખાણ જોવા મળતું નથી. એટલે વાવ કેટલી જૂની છે તે વિશે ચોક્કસ માહિતી મળતી નથી, પરંતુ ૧૫મી સદીમાં વાવ બનાવેલી હોય તેવું મનાય છે.

હવે તમને પ્રશ્ન થશે કે આ વાવનું નામ ‘અડીકડી વાવ' કેવી રીતે પડયું ?

તો સાંભળો મિત્રો. અડીકડી વાવ વિશે બે દંતકથાઓ પ્રચલિત છે. એક કથા મુજબ રાજાએ પાણી મેળવવા માટે વાવનું ખોદકામ ચાલુ કરાવ્યું હતું. ખૂબ ઊંડે સુધી ખોદકામ કરવા છતાં વાવમાંથી પાણી આવતું ન હતું. આથી તે સમયની માન્યતા અનુસાર કોઈ ગુરુએ સૂચવ્યું કે, જો બે કુંવારી કન્યાઓનું બલિદાન આપવામાં આવે તો વાવમાંથી પાણી મળશે.

લોકહિત માટે પાણી મળે તેવા શુભ હેતુથી અડી અને કડી નામની બે કુંવારિકાઓએ પોતાની જાતનાં બલિદાન આપ્યાં. પછી વાવમાંથી અઢળક પાણી નીકળવા લાગ્યું હતું. તે પછી અડીકડી વાવ નામ પડ્યું તેમ મનાય છે.

બીજી લોકવાયકા મુજબ કંઈક અંધશ્રદ્ધાને લીધે કોઈ આ વાવમાંથી પાણી ભરતું ન હતું, પરંતુ રાજકુટુંબની બે દાસીઓ અડી અને કડીએ આ વાવમાંથી પાણી ભરવાની શરૂઆત કરી હતી. એટલે ત્યારથી અડીકડી વાવ નામ પડયું તેમ મનાય
તો ચાલો, બધા એક સાથે કહેવત બોલો : અડી કડી વાવ.,.

અડીકડી વાવ વિશે જાણ્યા પછી હવે નવઘણ કૂવા વિશે જાણીએ. નવઘણ કૂવો પણ ઉપરકોટના કિલ્લામાં આવેલો પ્રાચીન કૂવો છે. આ કૂવાનું નામ રાજા નવઘણ ચુડાસમાના નામ ઉપરથી રાખવામાં આવ્યું છે. અગિયારમી સદીમાં (ઈ.સ. ૧૦૨૫- ૪૪) રા'નવઘણે પોતાના રાજ્યમાં પાણીની વ્યવસ્થા માટે કૂવો બનાવવાની શરૂઆત કરી હતી તથા તેને પૂર્ણ કરવાનું કામ તેના પુત્ર રા'ખેંગાર દ્વારા કરવામાં આવ્યું હતું.

કૂવાનું બાંધકામ વિશિષ્ટ રીતે કરવામાં આવ્યું હતું. કૂવાની દીવાલ પર બનાવેલ વર્તુળાકાર પગથિયાં દ્વારા કૂવાનાં પાણી સુધી પહોંચી શકાય છે. કૂવાની દીવાલો પર ચોરસ છિદ્રોના લીધે કૂવાનો અંદરનો ભાગ પ્રકાશિત અને ઠંડો રહે છે.

એક મંતવ્ય મુજબ બીજીથી ચોથી સદીમાં ક્ષત્રપ સમયગાળા અથવા છઠ્ઠી-સાતમી સદીમાં મૈત્રકકાળ દરમિયાન આ કૂવો બાંધવામાં આવ્યો હતો. તો કેટલાક પુરાતત્ત્વશાસ્ત્રીઓ તેને સૌથી પ્રાચીન વાવ તરીકે ઓળખાવે છે.

નવઘણ કૂવાને ગુજરાત રાજ્યના પુરાતત્ત્વ વિભાગ દ્વારા રાજયનાં સંરક્ષિત સ્મારકોની યાદીમાં સામેલ કરવામાં આવ્યો છે.



No comments:

Post a Comment