Friday 27 November 2020

गुजराती शब्दो अने अर्थ

*આપણી ભાષામાં વપરાતા ગ્રામ્ય રહેણી કેણીના ખાસ શબ્દો જેમાના કેટલાક નવી
પેઢીને જાણમા પણ નહી હોય...જેવા કે...

૧.● દોરી - કપડાં સૂકવવા કે કઈ બાંધવા માટે

૨.●વળગણી-કપડા સુકવવા બાંધેલી દોરી કે લાકડા ની વળી ને વળગણી કહેતા

૩.● જાળી - ભમરડો ફેરવવા માટે

૪.● રાશ - બળદને કન્ટ્રોલ કરવાની લગામ

૫.●અછોડો:-રાશથી નાનોને ઢોરને ખીલે બાધવા વપરાતો દોરડાનો ટુકડો

૬.● વરત - પાણી કાઢવાના કોસ માટે વપરાતું જાડુ દોરડું

૭.● વરતડી - પાણી કાઢવાના કોસ માટે વપરાતું પાતળું દોરડું

૮.●વરેડુ-ગાડામા પુળા કે ઘાસ ભર્યા પછી તેને ગાડાની આકડીઓ સાથે બાધવાનુ મોટુ દોરડુ

૯.● નાથ - બળદના નાકમાં પરોવી તેને કન્ટ્રોલ કરવા વપરાતી દોરી

૧૦.●છીકલુ:-દોરીની ગુથેલી જાળી જે બળદને પહેરાવાતી હતી જેથી ચાલુ કામે ખાઈ ન શકે

૧૧.● રાંઢવુ - જુદા જુદા કામ માટે વપરાતી જાડી મજબુત જાડી દોરી

૧૨.● નાડી - ચોરણી કે પાયજામાંં કમરે બાંધવાની પાતળી દોરી

૧૩.● નોંજણું - ગાયને દોહતી વખતે પાછળના બે પગ અને પુંછડાને સાથે બાંધી ગાયની હલચલ ને રોકવા માટે વપરાતી દોરી.

૧૪.● ડામણ - ઘોડા કે ગધેડાને છુટ્ટા ચરવા છોડવામાં આવે ત્યારે તેના એક આગળનો પગ અને એક પાછળના પગને સાથે દોરીથી બાંધવામાં આવે છે જેથી તે બહુ ઝડપથી દોડી શકે નહિ અને તરત જ પકડાઈ જાય. આ દોરીને ડામણ કહે છે.

૧૫.●ડેરો:-ભેસને બે પગ વચ્ચે રહે તે બંધાતુ લાકડુ જેથી તે દોડી ન શકે.

૧૬.● જોતર - બળદને ગાડા સાથે જોડવામાં વપરાતી દોરીનું સાધન

૧૭.● નેતર - છાશ કરવા માટે વલોણાને ફેરવવા વપરાતી દોરી

૧૮.●નેણ:-ગાડા સાથે ઘુસરી બાધવા માટેની ચામડાનુ દોરડુ...

૧૯.● આ ઉપરાંત દોરીના મટિરિયલને લીધે જુદા નામો છે દા. ત.

૨૦.● શીંદરી-  કાપડની ચીદડીમાંથી બનાવેલી દોરી.

૨૧.● સૂતળી - શણમાં થી બનાવેલી દોરી

૨૨.● વાણ- જંગલી વેલા વિગરે વનસ્પતિમાંથી બનાવેલી દોરી

૨૩.● કાથી - નાળિયેરના છોતરામાંથી બનાવેલી દોરી

...તે જ રીતે કપડાના જુદા જુદા આકારના જુદા જુદા કામ માટે વપરાતા ટુકડાના જુદા જુદા નામ છે. જેમ કે,

૨૪.● ચાકળો- સુતરાઉ કાપડનો ચોરસ ટુકડો, જેમાં ભાત કરી દીવાલ પર ટીંગાડી શકાય.

૨૫.● પછેડી- માથે બાંધવા અથવા ખભા પર રાખવા વપરાતો કાપડનો ટુકડો.

૨૬.●ફાટ-કાલા કે ખેતીની પેદાશ છોડ પરથી વીણી કમરે બાધેલા કપડામા ભેગી થાય તે

૨૭.● ચોફાળ -(ચલાકો) પછેડી કરતા મોટા કાપડનો ટુકડો જે ખાસ કરીને ગાંસડી બાંધવા વપરાય છે.

૨૮.● બુંગણ - ચોફાળ કરતા પણ મોટો જાડા કાપડનો ભાગ જે જુદા જુદા ખેતીના કામ માટે વપરાય છે.

૨૯.● ફાળિયું- માથે બાંધવા માટે પાતળો કાપડનો ટુકડો

૩૦.● પનિયું- કમરે બાંધવાનું કાપડ

૩૧.● ગુમછો- આછું,પાતળુ લાલ કાપડ

૩૨.● ઓછાડ- ગાદલાને કવર કરવા વપરાતું કાપડ.

૩૩.● કામળી- ઉનનું વસ્ત્ર જે ખભા પર રાખવામાં તથા ઓઢવામાં વપરાય છે.

૩૪.● મસોતું- રસોડામાં વપરાતું હાથ લુંછવા માટે તથા વાસણ લુસવા માટે વપરાતો કાપડનો ટુકડો.

૩૫.● પંચિયું- શરીર લુચવા માટે અને કમર નીચે બાંધવા માટે વપરાતો કાપડનો ટુકડો.

૩૬.● અબોટિયું - પૂજા અથવા અન્ય ર્ધાિમક વિધિ કરતી વખતે પહેરવામાં આવતું ધોતી જેવું કાપડ.

૩૭.●ડામશયો ( ગાદલા ગોદડાં નો ઢગલો)
૩૮.●મોઢવું (ગોઠવેલા છાણાં નો ઢગલો)
૩૯.●શિપર ( સપાટ પથ્થર )
૪૦.●પાણો ( પથ્થર)

૪૧.●ઢીકો (ફાઇટ મારવી)
૪૨.●ઝન્તર (વાજિંત્ર)
૪૩.●વાહર (પવન)

૪૪.●ભોઠું પડવું ( શરમાવું )
૪૫.●હટાણું. ( ખરીદી કરવા જવું )
૪૬.●વતરણું  ( સ્લેટ ની પેન)
૪૭.●નિહાળીયા (વિદ્યાર્થી )
૪૮.●બોઘરૂં. ( દૂધ છાશ નું વાસણ )
૪૯.●રાડા (ડુંડા કાપ્યા પછી નું થડ)
૫૦.●નિરણ (પાલતુ પશુ ને ખાવા માટે)
૫૧.●ખાણ ( ઢોર કપાસિયા ખોળ વગેરે)
૫૨.●ખોળ. ( ટેલકાઢ્યાં પછી બિયા નો કુચો)
૫૩.●ખાહડા ( પગરખાં)
૫૪.●બુસ્કોટ ( શર્ટ )
૫૫.●પાટલુન ( પેન્ટ)
૫૬.●ભીસ્કુટ ( બિસ્કીટ )
૫૭.●ફારશયો ( કોમેડિયન )
૫૮.●ફારસ. ( કોમિક )
૫૯.●વન્ડી.  ( દીવાલ )
૬૦.●ઠામડાં ( વાસણ )
૬૧.●લેવકળો ( માગ માગ કરનાર )
૬૨.●ભેરુ (દોસ્ત )
૬૩.●ગાંગરવુ. (બુમાબુમ કરવી)
૬૪.●કાંઠાળો ( હાઈટ વાળો )
૬૫.●ડણક ( સિંહ ની ત્રાડ)
૬૬.●બકાલુ  (શાક ભાજી )
૬૭.●વણોતર ( નોકર)
૬૮.●ગમાંણ ( પાલતુ ઢોર ને ખાવા ની જગ્યા)
૬૯.●રાંઢવુ  ( દોરડું )
૭૦.●દુઝાણુ. (દૂધ દેતા પશુ રાખવા )
૭૧.●પાણીયારૂ ( પાણી ના માટલા ની જગ્યા )
૭૨.●અડબાવ  (ખોટું ઉગેલું ઘાસ)
૭૩.●દકતર (સ્કૂલ બેગ)
૭૪.●પેરણ.  (પહેરવેશ ખમીસ)
૭૫.●ગોખલો (દીવાલ માં કઈક મુકવા નો ખાડો)
૭૬.●બાક્સ (માચિસ )
૭૭.●નિહણી ( નિસરણી)
૭૮.●ઢાંઢા ( બળદ )
૭૯.●કોહ ( પાણી સિચ્ચાંઈ માટે નું સાધન)
૮૦.●વેંત ,(તેવડ)
૮૧.●હડી કાઢ (દોડાદોડ,,)
૮૨.●કળી ( ઝીણા ગાઠીયા ) 
૮૩.●મેં પાણી. ( વરસાદ )
૮૪.●વટક વાળવું
૮૫.●વરહ (વર્ષ,)
૮૬.●બે ખેતર વા ,( દુરી નું એક માપ)
૮૭.●વાડો
૮૮.●૧ ગાવ (અંતર)
૮૯.●બાંડિયું
૯૦.●મોર થા ,( આગળ થા)
૯૧.●જિકવું
૯૨.●માંડવી(શીંગ)
૯૩.●અડાળી( રકાબી)
૯૪.●સિસણ્યું
૯૫.●દા આવવો (દાવ આપવો લેવો )
૯૬.●વાંહે (પાછળ)
૯૭.●ઢીસ્કો ( ઠીંગણા)
૯૮.●બૂતાન (બટન)
૯૯.●બટન(  સ્વીચ )
૧૦૦.●રેઢિયાર (ધણી ધાણી વગર)
૧૦૧.● લુગડું - સાડીને લુગડું પણ કહે છે.

ગ્રામ્ય પ્રદેશમાં વપરાતા ઓજારો:-

૧.● પરોણો - બળદને હાંકવા માટેની લાકડી

૨.● કળીયુ - ખેતી માટેનું સાધન

૩.● બેલી- બે ભાગમાં વહેંચાયેલું લોખંડના સળીયાને ટીપીને બનાવેલું ખેતરમાં ઘાસ કાઢવાનું સાધન.

૪.● ફાળ - હળનો નીચેનો ભાગ

૫.● કોશ - ખોદવા માટે વપરાતો સીધો લોખંડનો સળિયો

૬.● કોસ (ઉ. કોહ) - કુવામાંથી બળદ વડે પાણી કાઢવાનું સાધન

૭.● સુંઢ - કોસનો ચામડાનો ભાગ

૮.● ગરેડી - કોસને ઉપર ખેંચવા માટે વપરાતુ ચક્ર

૯.● પાડો - બળદગાડીના પૈડામાંથી પસાર થતી એક્સલને જેમાંથી પસાર કરવામાં આવે છે તે મજબુત મોટું લાકડું

૧૦.● તરેલું - કોસમાં બળદને જોડવાનું સાધન

૧૧.● ધોંસરુ - ગાડી કે હળને બળદ સાથે જોડવાનું સાધન

૧૨.● પાટ - ખેડયા પછી જમીનના ઢેફા ભાંગી જમીન સપાટ કરવા વપરાતુ મોટું લાકડું

૧૩.● ઈસ - ખાટલામાં વપરાતા બે લાંબા લાકડા

૧૪.● ઉપલું - ખાટલામાં વપરાતા બે ટુંકા લાકડા

૧૫.● પાંગથ - ખાટલાના એક છેડે ખાટલાના ભરેલા દોરડાઓ ને સખત રાખવા વપરાતું જાડું દોરડું

૧૬.● તગારું - સીધી ધારવાળું નાની સાઈઝનું પતરાનું માલ ભરવાનું સાધન

૧૭.● ઘમેલું - કાંઠાને ગોળ વાખેલું તગારા કરતા મોટું સાધન

૧૮.● બકડીયું - તગારાને બે બાજુ કડીથી ઉપાડી શકાય તેવું સાધન

૧૯.● સૂયો - કોથળાને શીવવા માટે વપરાતી જાડી સોય

૨૦.● રાંપ - ખેડેલી જમીનને સાફ કરવા વપરાતું સાધન

૨૧.●દંતારી-ઘાસ,પાદડી તુટે નહી તે રીતે ભેગુ કરવાનુ સાધન

૨૨.●પાસી-વાડ કરવા માટે થોર કાપવાનુ દાતાવાળુ સાધન

૨૩.● રંધો - સૂતારનું પાટિયા વગેરેને લીસા કરવાનું સાધન

૨૪.● નેવા - છાપરામાંથી પાણી પડવાના ભાગ

૨૫.● મોભ - છાપરાના મધ્યમાં આવેલ મજબુત ટેકો જેના તરફથી બંને બાજુ ઢાળ હોય

૨૬.● વળી - મોભ અને દિવાલ પર રાખેલ પાતળું લાકડું જેના પર નળીયા ગોઠવી શકાય.

૨૭.● સાલ - ખાટલામાં ઈસ કે ઉપળાંને બંને છેડે અણી કાઢી તેને પાયામાં બંધ બેસતા કરવામાં આવે છે આવા લાકડાને સાલ કહે છે.

૨૮.● વિંધ - સાલ જેમાં નાખવામાં આવે છે તે કાણાવાળા પોલાણને વિંધ કહે છે.

૨૯.● પાયો - ખાટલાના ઉભા લાકડા જે વિંધમાં સાલ બેસે તે લાકડાના ભાગને પાયા કહે છે

૩૦.● ઢોલિયો - મજબુત અને મોટા અને શણગારેલા ખાટલાને ઢોલિયો કહે છે.

૩૧.●ઢોલડી-નાના ખાટલાને ઢોલડી કહે છે.

૩૨.● નીક - ખેતરમાં પાણી લઇ જવા બનાવેલ વ્યવસ્થા ને નીક કહે છે.

૩૩.● ધોરિયો - મોટી નીક ને ધોરિયો કહે છે.

૩૪.●ઉદરિયુ-રેતાળ જમીનમા પિયત વેળા ઉદરના દર વડે પાણી બીજે ફુટે તે

૩૫.● છીંડું - વાડમાં બાકોરું હોય તો તેને છીંડું કહે છે.

૩૬.●ગાડાવાટ:-પાછળ આવેલા ખેતરમા ગાડુ લયી જવા ખુલ્લી મુકાતી જગ્યા

૩૭.● ખળું - અનાજના ડુંડાને સુકવી તેને પીસીને દાણા છુટા પાડવા માટે વપરાતી જગ્યા

૩૮.● કેડો - રસ્તો

૩૯.● કેડી - પગ રસ્તો

૪૦.● વંડી - દિવાલ

૪૧.● કમાડ - મોટું બારણું

૪૨.● ડેલો - મોટા કમાડવાળું બારણું.

૪૩.●દંતાર-ત્રણ દાતા (વચ્ચે કાણાવાળા)
જોડીને બનાવેલ સાધન જે દાણા વાવવામા
કામે લેવાય છે.વાવણીયો પણ કહે છે.

૪૪.●માણુ:-લાકડાની ઉપરથી ગોળને નીચેથી સપાટ તેમા ત્રણ ચાર કાણા સોસરવા
હોય છે જેમા પોલા વાસના દંડા લગાડી વાવણીયાના દાતાના કાણામા પરોવી દઈ બી
ઓળવી વાવણી.થાય તે....

૪૫.●છોરીયુ::-નાની કોદાળી.ઘાસને છોલવા માટે..

૪૬.●કાઈટ્યુ:-દાતા વગરનુ પણ ટીપીને ધાર કાઢેલુ.દાતરડુ...

૪૭.●ત્રિફળાયુ:-ત્રણ ફણા વાળુ ખેડનુ ઓજાર

૪૮.●આડુ:-ગાડામા વપરાતુ. લાકડાનુ સહેજ ગોળ હોય તે

૪૯.●પાજરી:-ગાડામા ખાતર,બાજરીના. ઢુઢા,ઘઉનુ ભુસુ ભરવા લગાડાય તે

૫૦.●માચી(ગાડાની):-બે પાયા વાળી ખાટલાની જેમ દોરીથી ભરેલ તે લગ્ન
પ્રસંગે ગાડા પર બંધાતી તેથી ઢાળ ન પડે

૫૧.●સમોલ:-ઘુસરી કે ઘુસરાના છેડે બળદ
બહાર ન નીકળી જાય તે માટે 

૫૨.●જોતર:-બળદની કાધ પર ઘુસરી મુક્યા પછી ચામડાનો એક.પટ્ટો જે ઘુસરીને સમોલ
સાથે બાધવામા આવે તે

૫૩.●કાલર:-પૂળાને આડા ઉભા ગોઠવીને  કરાતો સંગ્રહ

૫૪.●ઓઘલી:-પૂળાને લાબો  સંગ્રહી રાખવા નીચેથી ગોળાકારને ઉપર જતા શંકુ આકારને

૫૫.●સાલા(હાલા):પૂળાને મોટા જત્થામા ચોમાસામા પલળે નહી તેવી રીતની મોટી
ઓઘલી જેવી પધ્ધતિ જેમા જેવાકે ધઉનુ
પરાર,મગફળીની પાદડી સંગ્રહવામા આવે તે...આના ખાસ બનાવનાર હતા.

૫૬.●ભંડારીયુ:-બળદગાડામા નીચે ભાગે
આવતી ડેકી...

૫૭.●ગોફણ/ગિલોલ:-પાક પરથી પક્ષીઓ 
તેમજ વાદરાને ભગાડવાના કામે લેવાય તે.

૫૮.●રવૈયો:-દહી વલોવી છાસ બનાવવા માટે

૫૯.●પાટીયુ:-માટીની પહોળા મોઢાવાળી માટલી જેમા અગાઉના સમયમા શાક, ખીચડી વિગેરે રાધવામા આવતુ તે.

૬૦.●હલાણુ:-હળથી ખેડવા ગોળ રાઉન્ડથી ખેડાતી જમીન....એક ગ્રામીણ માપ

૬૧.●દામુ:-નીકમાથી ક્યારામા પાણી વાળવાનીને બંધ કરવાની જગ્યા.

૬૨.◆છરીયુ:-એક લાબા પટ્ટાની મોટી ક્યારી.

૬૩.●ગુથણુ:-ઘુસરીના મધ્યભાગે આવેલ લોખંડનો ખીલો..જેનાથી હળ,સાતિ રાશથી બાધવામા આવે...

૬૪.●ઢોચકુ:-નાની ધાતુની બરણી

65 બડામશયો ( ગાદલા ગોદડાં નો ઢગલો)
66  મોઢવું (ગોઠવેલા છાણાં નો ઢગલો)
67 નશિપર ( સપાટ પથ્થર )
68  પાણો ( પથ્થર)

69  ઢીકો (ફાઇટ મારવી)
70 બઝન્તર (વાજિંત્ર)
71  વાહર (પવન)

72  ભોઠું પડવું ( શરમાવું )
73 બહટાણું. ( ખરીદી કરવા જવું )
74  વતરણું  ( સ્લેટ ની પેન)
75  નિહાળીયા (વિદ્યાર્થી )
76  બોઘરૂં. ( દૂધ છાશ નું વાસણ )
77  રાડા (ડુંડા કાપ્યા પછી નું થડ)
78  નિરણ (પાલતુ પશુ ને ખાવા માટે)
79  ખાણ ( ઢોર કપાસિયા ખોળ વગેરે)
80  ખોળ. ( ટેલકાઢ્યાં પછી બિયા નો કુચો)
81 નખાહડા ( પગરખાં)
82  બુસ્કોટ ( શર્ટ )
83   ( પેન્ટ)
84  ભીસ્કુટ ( બિસ્કીટ )
85 નફારશયો ( કોમેડિયન )
86  ફારસ. ( કોમિક )
87  વન્ડી.  ( દીવાલ )
88  ઠામડાં ( વાસણ )
89  ન લેવકળો ( માગ માગ કરનાર )
90  ભેરુ (દોસ્ત )
91  ગાંગરવુ. (બુમાબુમ કરવી)
92  કાંઠાળો ( હાઈટ વાળો )
93  ડણક ( સિંહ ની ત્રાડ)
94  બકાલુ  (શાક ભાજી )
95  વણોતર ( નોકર)
96 નગમાંણ ( પાલતુ ઢોર ને ખાવા ની જગ્યા)
97  રાંઢવુ  ( દોરડું )
98  દુઝાણુ. (દૂધ દેતા પશુ રાખવા )
99  પાણીયારૂ ( પાણી ના માટલા ની જગ્યા )
100  અડબાવ  (ખોટું ઉગેલું ઘાસ)
101 બદકતર (સ્કૂલ બેગ)
102  પેરણ.  (પહેરવેશ ખમીસ)
103  ગોખલો (દીવાલ માં કઈક મુકવા નો ખાડો)
104  બાક્સ (માચિસ )
105  નિહણી ( નિસરણી)
106  ઢાંઢા ( બળદ )
107  કોહ ( પાણી સિચ્ચાંઈ માટે નું સાધન)
108  વેંત ,(તેવડ)
109  હડી કાઢ (દોડાદોડ,,)
110  કળી ( ઝીણા ગાઠીયા ) 
111  મેં પાણી. ( વરસાદ )
112  વટક વાળવું
113  વરહ (વર્ષ,)
114  બે ખેતર વા ,( દુરી નું એક માપ)
115  વાડો
116  ૧ ગાવ (અંતર)
117 બાંડિયું
118 મોર થા ,( આગળ થા)
119જિકવું
120 માંડવી(શીંગ)
121 અડાળી( રકાબી)
122 સિસણ્યું
123 દા આવવો (દાવ આપવો લેવો )
124 વાંહે (પાછળ)
125 ઢીસ્કો ( ઠીંગણા)
126 બૂતાન (બટન)
127 બટન(  સ્વીચ )
128 રેઢિયાર (ધણી ધાણી વગર)
129 ઝાંપો(ખડકી)ડેલી

No comments:

Post a Comment