Monday, 21 June 2021

સસલું

સસલુ
આજે આપણે જંગલી સસલા વિશે જાણવાનું છે. જે ખરગોશ કે સસલા ના નામથી ઓળખાતું દેખાવમાં નાજુક પ્રાણી છે. તેની લંબાઈ 40 થી 50 સેમી અને વજન 2.5 થી 3 કિલો ગ્રામ હોય છે .તેના ઘેરા બદામી રંગના શરીર પર મુલાયમ અને લીસા વાળ હોય છે. કેટલાક સસલાને ગદર ના વાળ કાળા કે બદામી રંગના વચ્ચે અને પૂંછડી ઉપરનો ભાગ કાળો હોય છે. સસલાના કાન ખૂબ મોટા અને પૂંછડી એકદમ ટૂંકી હોય છે. તે ખૂબ ઝડપથી દોડી શકે છે અને ઝડપથી દોડતાં -દોડતાં જ દિશા બદલી શકે છે. તે ખુલ્લા ઘાસિયા વિસ્તારમાં, ખુલ્લા મેદાન અને આશા જાળીવાળા જંગલમાં રહે છે. તે બખોલ બનાવીને રહે છે અને ઉનાળાની ઋતુમાં ઘાસ ઓછું મળે તો ગામ નજીકના ખેતરમાં આવી જાય છે સસલુ ઘાસ, કંદમૂળ, ફળ, ફૂલ ,બીજ વગેરે ખાય છે. આ તૃણાહારી પ્રાણી છે. તેના લાંબા પગ કૂદવા માટે અનુકૂલિત થયેલા છે. પાછલા પગ આગળના પગ કરતા લાંબા હોય છે. આંખો માથાની ઉપર ના ભાગે હોય છે, જેથી તે દુશ્મન પ્રાણીને ઝડપથી જોઈ શકે છે. સસલા ના મુખ્ય દુશ્મનો માં શિયાળ, લોંકડી, નોળિયા ,જંગલી બિલાડી અને કુતરા ગણાય છે ક્યારેક બાજ પક્ષી પણ તેનો શિકાર કરે છે.
     સસલાં રાત્રિના સમયે પ્રવૃત્તિમય હોય છે. સુરક્ષિત જગ્યા હોય તો દિવસે પણ બહાર નીકળે છે. જમીન પર બોડી કેવી લીંડીથી તેની હાજરી વર્તાય આવે છે.શરીરનો રંગ જમીન તથા ઘાસના રંગની સાથે મળી જાય તેવો હોય છે .તેના કારણે તેનું રક્ષણ થઇ શકે છે પોષણ કડી માં તે ખૂબ જ મહત્વનું સ્થાન ધરાવે છે. સસલા કુદકા ભરતાં -ભરતાં ચાલે છે. જરૂર જણાય તો બચાવ માટે ખૂબ ઝડપથી દોડીને થોડા થોડા અંતરે ઊભા રહીને આસપાસનું અવલોકન પણ કરતું રહે છે .સસલા મોટાભાગે એકલાં કે ક્યારેક  જોડીમાં જોઈ શકાય છે.બધા સસલા ના ગાલ નીચે તેમ જ પેટ અને જાંઘ વાળા ભાગમાં  સ્ત્રાવગ્રંથીહોય છે  ,જે સંવનના  સમયે અને સીમા ક્ષેત્ર નક્કી કરવા માટે ગંધ છોડી સંદેશ આપવા માટે ઉપયોગી બને છે. 10 હેક્ટર જેટલા વિસ્તારમાં એક નર સસલુ પોતાનું સીમા ક્ષેત્ર જાળવી રાખે છે .ગામની આસપાસ, ખેતરો અને જંગલોમાં પણ તે વસવાટ કરે છે.
    ખોરાક તથા તેની ચામડી માટે છતાં તેના શિકાર અને તેને અનુકૂળ આવાસસ્થાનો ઘટવાથી સસલા કુદરતી અવસ્થામાં હવે ખૂબ જ જૂજ પ્રમાણમાં જોવા મળે છે.

No comments:

Post a Comment