ડોશી બની લક્કડખોદ
લક્કડખોદ નો નો જન્મ કેવી રીતે થયો તે વિશેની મજેદાર લોક કથા છે આ લોક કથા નોર્વે થી આપણે ત્યાં ચાલી આવે છે.
એક ઘણી જ ઘરડી ડોશી હતી. ડોશીખાવાનું સરસ માં સરસ બનાવે. પણ તે ઉદાર ન હતી.
એક વખત ઠંડી ની રાત હતી. ડોશીએ ખુબ જ મજેદાર કેક બનાવી. કેક એવી તો સરસ હતી કે મોઢામાં પાણી આવી જાય!
પણ ડોશી જાતે ખાવા જાય ત્યાં જ બારણે કોઈ આવીને ઊભું રહ્યું.
એક ભિખારી હતો તે કહે માજી બે દિવસથી ખાવા મળ્યું નથી કંઈક ખાવા આપશો
?
ડોશી બિચારી ધર્મસંકટમાં મૂકાઈ ગઈ. જોકે ભિખારીને આપી દે તો પોતે ભૂખે મરે અને ન આપે તો દયા ન કરવાનું પાપ લાગે.
છેવટે તે કહે"ભાઈ! આ કે તો તારે માટે ઘણી મોટી છે.ઊભો રહે તારે માટે નાની કેક બનાવી દઉં."
અને કેક બનાવી પણ જ્યારે કેક તૈયાર થઈ ત્યારે તે કેક આપી દેતા પણ જીવ ચાલ્યો નહીં.
તે ભિખારીને કહે આ કેક પણ મોટી છે. ઊભો રહે તને આથી પણ નાની કેક બનાવી દઉં.
ડોશીએ ત્રીજી કેક બનાવી . ભિખારીને આપતા તેનો આ વખતેય જીવ ચાલ્યો નહીં.
એ કહે:"અરે રે, આ કેક પણ મોટી થઈ ગઈ. લાવ જરા નાની બનાવી દઉં.!
એમ કરતી કરતી ડોશી વધુને વધુ કેક નાની બનાવતી ગઈ. એ માત્ર નાની જ કેક બનાવતી નહીં પણ કઈક વધુ ને વધુ કઠણ પણ બનાવતી ગઈ.
છેવટે સૌથી નાની કેક તેણે બનાવી તે એવી તો કઠણ હતી કે વિચારો ભિખારી તો ખાઈશ શક્યો નહીં.
આવી સરસ કેક તું ન ખાઈ શકે તો એમાં મારો શું વાંક?
તેને આપવાનું પુણ્ય મળ્યું અને ભિખારી એક એક ન ખાધી એટલે તેને કેક પણ બચી ગઈ. તેને બેવડો ફાયદો થયો ભિખારી નિરાશ થઇને ત્યાંથી ચાલ્યો ગયો. ખાવા બેઠી પણ ભિખારી ખાઈ ન શકે. એટલા માટે તેણે ઘણી બધી કેક એવી તો કઠણ બનાવી હતી કે હવે તે જાતે પણ કેક ખાઈ શકતી ન હતી.
ઠંડીમાં પડી પડી અગાઉની સારી કેક પણ લાકડા જેવી બની ગઈ હતી.
એ લાકડા જેવી કેકોમા મોઢું મારી મારીને ડોશી નું મોઢું લાંબુ થઈ ગયું. એ મોઢું પછી લાંબી ચાંચ માં ફેરવાઈ ગયું. સમય જતાં એ ડોશી પોતે જ લક્કડખોદ પક્ષી બની ગઈ અને આજે પણ એ ડોસી લાકડામાં ચાંચ માર્યા કરે છે.ચાંચ માર્યા કરે છે. ફેંક ડોશી ફેંક તારા લોભને લાલચ ફેંક
તો જ તને ખાવા મળશે પોચી પોચી કેક ્
No comments:
Post a Comment