Wednesday, 9 June 2021
અકબર બીરબલની વાર્તા---વિધવાની કિસ્મત એક દિવસ એક વૃદ્ધ વિધવા પોતાની દુઃખભરી વાત લઈ બિરબલ પાસે પહોંચી અને કહ્યું ,"શ્રીમાન મારી સાથે કપટ થયું છે. મને મહેરબાની કરીને ન્યાય અપાવો. કપટ! કોણે કર્યું આવું ? બીરબલને પુછ્યું. વિધવાએ બીરબલને કહ્યું, છ મહિના પહેલા મેં તીર્થ યાત્રા પર જવાનો નિર્ણય કર્યો હતો. મેં કેટલીક સોના મહોરો બચાવી રાખી હતી. જેને હું સુરક્ષિત રાખવા માંગતી હતી. હું એક સાધુ પાસે ગઈ અને મેં તેમને કહ્યું, હું તીથૅ યાત્રા પર જવા ઇચ્છું છું. થેલીમાં તાંબાના કેટલાક સિક્કા છે. જાત્રા કરીને પછી આવું ત્યાં સુધી તમે તેને સાચવીને રાખજો. પણ સાધુને કહ્યું કે,'મને માફ કરજો, ભૌતિક સુખ આપતી વસ્તુઓથી દૂર રહું છું. હું તારા ધનને સ્પર્શ નહીં કરું. પણ એમ કરો કે હા મારી ઝૂંપડીએ ના કોઈપણ ખૂણે ખાડો ખોદીને દબાવી દો. મેં એ જ કરી અને આશ્વાસ્થ થઈ હું યાત્રા કરવા નીકળી ગઈ. હું યાત્રા કરીને પાછી ફરી એટલે સાધુ પાસે મારુ ધન પાછું લેવા માટે પહોંચી. મેં તે સ્થાન ખોદ્યુ તો તે જગ્યાએ થયેલી નહોતી. મેં જ્યારે સાધુને તેના વિશે પૂછ્યું તો તેણે કહ્યું કે, હું આ અંગે કંઇ જાણતો નથી. મેં તને પહેલા જ કહ્યું હતું કે હું ધનનો સ્પર્શ કરતો નથી. તારું ધન ત્યાં જ શોધ જ્યાં તે છુપાવ્યું વૃદ્ધ વિધવાએ આખી વાત બીરબલને કરી દીધી. અને વિનંતી કરતા કહ્યું.કે,'શ્રીમાન, મને પૂરો વિશ્વાસ છે કે તે સાધુ દગાબાજ છે, પરંતુ પોતાની ચોરી સ્વીકાર તો નથી. મને મારા તાંબાના સિક્કા પાછા મેળવવામાં મદદ કરો તો તમારો મોટો ઉપકાર બીરબલે એકાદ ક્ષણ વિચાર્યું. અને પોતાની યોજના તે વૃદ્ધ સ્ત્રીને કહી. જા દિવસે બીરબલ એક નાનકડો ચાંદી નો ડબ્બો પોતાના હાથમાં રાખી સાધુની કુટીર પાસે પહોંચ્યો અને કહ્યું,'હે જ્ઞાની વ્યક્તિ, મેં તમારા વિશે ઘણું સાંભળ્યું છે. આજે મારા સદનસીબે હું તમને મળી પણ શક્યો. મારે તમારી મદદ જોઈએ છે. પણ હું સમજી શકતો નથી કે કેવી રીતે કહું......'જ્યારે પોતાની વાત કહી રહેતો ત્યારે સાધુ ની નજર તેના હાથમાં પકડેલા ચાંદી ના ડબ્બા પર હતી અને તે વિચારી રહ્યો હતો કે આ વ્યક્તિએ પોતાના હાથમાં શું પકડ્યું છે? હે જ્ઞાની વ્યક્તિ, હું જાણું છું કે તમને સાંસારીક વસ્તુઓનો કોઈ મોહ નથી. પરંતુ સંસારના આ લાલચી લોકોના કારણે હું તમારી ઉપર વિશ્વાસ મૂકી શકું છું. બીરબલે ચાંદી નો ડબ્બો ખોલ્યો અને કહ્યું, શું તમે કીમતી હીરાથી ભરેલા બોક્સ ને તમારી પાસે સાચવીને મુકી શકશો. મારે મારા ભાઈને મળવા અજમેર જવું છે.'"અરે પુત્ર, સાંસારિક વસ્તુઓને સ્પર્શ કરતો નથી. મારી ઝૂંપડીમાં ગમે ત્યાં ખાડો ખોદી આ ડબ્બાને છુપાવી દો. જ્યારે પાછા આવો ત્યારે જાતે કોઈ ને પાછો લઈ જજો. સાધુએ બીરબલને કહ્યું. જ્યારે બિલ ભરી વાતો કરતો હતો ત્યારે સાધુએ વૃદ્ધ વિધવાને દરવાજાની અંદર આવતી જોઈ. તેણે વિચાર્યું,'અને આ ડોશી, ક્યાંક ગોઠવેલી રમત ના બગાડી નાખે . મારે તેના તાંબાના સિક્કા પાછા આપી દેવા જોઈએ. આખરે આ કિંમતી હીરાની આગળ તેની શું કિંમત? આ વિચારી સાધુએ જોરથી વૃદ્ધાને કહ્યું,'અરે, તને અહીં જોઈ મને ખૂબ આનંદ થયો. મને લાગે છે કે એ દિવસે તુ એ જગ્યા ભૂલી ગઈ હતી. જ્યાં તે તારું ધન છુપાવ્યું હતું. ઝુંપડીની ઉત્તર દિશામાં જઈ શાંતિથી શોધજે. કદાચ તને તારું ધન મળી શોધતા-શોધતા વૃદ્ધા ને સાધુએ છુપાવેલા તાંબાના સિક્કા મળી ગયા. તે પોતાના સિક્કાની થેલી લઈને ખુશ થતી થતી ચાલી ગઈ. એ જ સમયે બિરબલનો એક સેવક ત્યાં પહોંચ્યો અને કહ્યું,'શ્રીમાન, જલ્દી ઘરે ચાલો, અજમેર થી તમારો ભાઈ તમને મળવા આવ્યો ખરેખર? બીરબલ ખુશ થતા સાધુને કહ્યું, ઓ જ્ઞાની વ્યક્તિ, હવે મારા ધન ને કારણે તમારે ચિંતા કરવાની જરૂર નથી. મારો ભાઈ જોડે આવી ગયો છે. એટલે હવે મારે તમને તકલીફ આપવાની જરૂર નથી.
Labels:
સંદેશ સમાચાર
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment