Monday, 7 June 2021

બાદશાહ અકબર અને બુદ્ધિશાળી બીરબલ ના નામથી કોણ હોય? બાદશાહ અકબરના દરબારના જે નવ રત્નો હતા તેમાં બિરબલનું સ્થાન પણ ખૂબ જ ઊંચું અને આગળ હતું. બીરબલ એટલે જ્ઞાનનો અદભૂત ભંડાર. તેનામાં ગુણો પણ અનેક હતા. સત્ય બોલવું ,ન્યાય કરવો, ગરીબોની મદદ કરવી. કોઈને શેહ શરમમાં આવવું નહીં. લાલચમાં ફસાવવું નહીં. ખુદ બાદશાહ અકબરને પણ તેમની ક્યાંય ભૂલ થતી હોય તો તેમને પણ સત્ય સમજાવતા. બીરબલ એક વખત ઊંડા વિચારોમાં ખોવાઈ ગયા હતા. બચ્ચા અકબરના રાજ્યમાં તો અને ક-નામી અનામી શાળા મહાશાળા, વિદ્યાલય હતા. પરંતુ મોટાભાગના લાભ શ્રીમંત લોકો જ લઈ શકતા હતા. આથી બિરબલે એ વિચાર કર્યો કે કે પોતાની પાસે રહેલ ફાજલ જમીન નો સદુપયોગ કરી ત્યાં ગરીબો માટે શાળા બનાવડાવીએ તો કેવું ? બસ, બીજા જ દિવસથી તેણે ફાજલ જમીન ઉપર શાળા બનાવવાની કામગીરી શરૂ કરી લીધી. થોડા સમયમાં તો બીરબલે શાળા જ તૈયાર કરાવી નાખી. ત્યાં અલગ અલગ વિષયોના વિદ્વાન શિક્ષણ પ્રેમી પંડિતો, શિક્ષણ ગણની નિમણુક પણ કરી. બીરબલની શાળામાં ભણવા, અભ્યાસ કરવા માટે વિદ્યાર્થીઓ પડાપડી કરવા માંડ્યા. થોડા સમય માં તો બીરબલ ની શાળા ની પ્રશંસા બાદશાહ અકબરના કાન સુધી પહોંચી ગઈ. આથી બાદશાહ અકબર બીરબલ પર ગુસ્સે થઈ ઊઠ્યા. એક વખત ભર સભામાં બાદશાહ અકબર ઊભા થઈ ગયા અને બીરબલ પર ક્રોધે ભરાયા. બીરબલ, તમે જે પાઠશાળા ખોલી તેની મંજૂરી અમારી પાસેથી મેળવી છે ખરી ? બીજું શું અમારા રાજ્યમાં પાઠશાળા,મહા શાળા કે વિશ્વવિદ્યાલયો નથી તે આમ તમો રાજ્ય સમાંતર શાળા ખોલી છે? શું તે ઉચિત ગણાય? પ્રથમ વખત જ સભામાં અકબર આ રીતે બીરબલને ઠપકો આપી રહ્યા હતા. પ્રજાજનો પણ બીરબલનો જવાબ સાંભળવા માટે આતુર હતા. ભાવે ઊભા થયા. પછી અકબરને પ્રણામ કરતા બોલ્યા. મહારાજ આજ વિશ્વમાં જ્ઞાન દિન-પ્રતિદિન વધતું જાય છે બીજું, આપણા રાજ્યમાં અનેક શાળા, વિધાલયો આવેલા છે જ. આજે ઘણા ગરીબ લોકો પૂરતા નાણાં ન હોવાથી તેમના બાળકોને તેઓ શાળાએ મોકલી શકતા નથી. ત્રીજું મેં જે શાળા ખોલી છે તેમાં આવા જ ગરીબ અનાથ બાળકોને પ્રવેશ આપ્યો છે. આ ઉપરાંત જે વિષય શિક્ષકો છે તે ખૂબ જ પરોપકારી, ભાવિ અને સમાજ પ્રત્યેનું ઋણ ઉતારવા ના એ હેતુસર તેઓ ગરીબ બાળકોને વિનામૂલ્ય શિક્ષણ આપે આથી મારી આ શાળામાં એક પણ પૈસાનો ખર્ચ કર્યા વગર બાળકોને ઉચ્ચ શિક્ષણ, જ્ઞાન અને અભ્યાસ કરાવવામાં આવે છે. બીરબલની પ્રકારની નીતિ અને ઉચ્ચ ભાવના જોઇને બચ્ચા અકબર સાથે પ્રજાજનો પણ બીરબલને ધન્યવાદ આપવા લાગ્યા. એ મનોમન કેવો બોલી ઉઠ્યા. વાહ.....? બીરબલ વાહ...હા?

No comments:

Post a Comment