Saturday, 5 June 2021

અવકાશનો અજાયબ ધૂમકેતુ --હેલી બ્રહ્માંડમાં ગ્રહો અને અવકાશી પદાર્થો ઉપરાંત પૂછડિયા તારા કે ધૂમકેતુ પણ જોવા મળે છે ધૂમકેતુ અન્ય ગ્રહોની જેમ નિયમિત પ્રદક્ષિણા કરતા હોય છે. ધૂમકેતુ હજારો વર્ષથી આકાશ દર્શન કરનારાઓમાં અજાયબી ગણાય છે પ્રાચીનકાળમાં ધૂમકેતુ સાથે દંત કથાઓ વણાયેલી હતી ઘણા ખગોળશાસ્ત્રીઓએ પૃથ્વી પરથી દેખાતા ધૂમકેતુ શોધી કાઢ્યા છે અંગ્રેજી વિજ્ઞાની એડમંડ હેલી એની શોધેલો ધૂમકેતુ વિશિષ્ટ છે તેના નામ પરથી તેને હેલીનો ધૂમકેતુ કહે છે હેલીનો ધૂમકેતુ આકાશમાં તેજ લિસોટા ની જેમ પસાર થાય છે દર ૭૫ વર્ષે તે પૃથ્વી પરથી જોવા મળે છે હેલીનો ધૂમકેતુ પ્રદક્ષિણા 74 થી 79 પૂરી કરે છે હેરીનું માથું માત્ર આઠ કિલોમીટર વ્યાસનુ છે. પણ તેની પૂંછડી દસ લાખ કિલોમીટર લાંબી છે હેલીનો ધૂમકેતુ એકમાત્ર માત્ર ટૂંકી પ્રદક્ષિણા ધરાવતો છે અને પૃથ્વી પરથી નરી આંખે દેખાય છે છેલ્લે તે 1986ના ફેબ્રુઆરીમાં જોવા મળ્યો હતો હવે 2061જુલાઈની 28 તારીખે જોવા મળશે

No comments:

Post a Comment