Friday, 11 June 2021
લુઈ પાશ્ચર 27/12/1822
લૂઈ પાશ્ચર તે વિશ્વ વિખ્યાત ફ્રેન્ચવિજ્ઞાની માનવજાતનું ભલુ કરનારાઓની પસંદગી કરવાનું કોઈકને કહેવામાં આવે તો લૂઈ પાશ્ચર નુ નામ ચોક્કસ પણે અગ્ર હરોળમાં હોય જ. હડકવા એનથ્રેક્સ ચિકન કોલેરા અને સિલ્કવોમૅ જેવા રોગોના રહસ્ય નું સમાધાન સુધી હતું દુનિયાની પહેલી રસી વેક્સિન શોધવાની દિશામાં પણ પ્રદાન કર્યું હતું તેમણે આધુનિક જીવ વિજ્ઞાન અને જીવ રસાયણ શાસ્ત્રની આધારશીલા મૂકી હતી લુઈ પાશ્ચરે આથો બનાવવાની પ્રક્રિયા શરાબ બનાવવાની પ્રક્રિયા તેમજ બિયર બનાવવાની પ્રક્રિયા ને વૈજ્ઞાનિક આપ્યો હતો પાશ્ચરના સંશોધનોએ ઘણી બધી શાખાઓનો ઓપ આપ્યો. પાશ્ચરની સિદ્ધિઓમાં પ્રથમ નજરે વ્યાપક વૈવિધ્ય જોવા મળે છે પરંતુ તેની કારકિર્દીના ઊંડાણમાં નાખવામાં આવે તો તેની શોધોમાં તાર્કિક ક્રમ જળવાયેલો છે. પાશ્ચરને એવો વિચાર આવ્યો કે, જંતુઓ જો આથો આવવાનું કારણ હોઈ શકે તો ચેપીરોગનું કારણ પણ હોઈ શકે અને કેટલાક રોગો ના કિસ્સામાં આ સાચું પણ માલૂમ પડયુ. રોગ ફેલિવતા જંતુ અને વાયરસ લક્ષણો નો અભ્યાસ કર્યા બાદ લૂઈ અન્યોના ધ્યાનમાં આવ્યું કે લોકો અને પ્રાણીઓની પ્રતિકારક ક્ષમતા વધારવા ચેપ ફેલાવતા જંતુઓના પ્રયોગશાળા ના સ્વરૂપોનો ઉપયોગ કરી આ તમામ સિદ્ધિ પાશ્ચર ની તેજસ્વિતા તરફ અંગુલી નિર્દેશ કરે છે.પાશ્ચરના સંશોધનને પગલે જ સ્ટીરીયોકેમેસ્ટટ્રી માઇક્રોબાયોલોજી બેક્ટેરિયોલોજી, વાઈરોલોજી ,ઈમ્યુનોલોજી મોલેકયુલર બાયોલોજી જે વિવિધ વિજ્ઞાન અને તબીબી શાખાઓનો ઉદય થયો વધુમાં તેમણે શોધેલી રસીકરણ અને પાસ્ચયુરાઈઝેશન જેવી પ્રક્રિયાને લાખો લોકોનો રોગોથી બચાવ પણ થયો.
Labels:
વિજ્ઞાનીઓ
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment