Thursday, 24 June 2021

યોગ દિન વિશેષ ગીત

શબ્દ વાવેતર એક પરિવાર
નામ:- રામજીભાઈ રોટાતર "નિર્દોષ"
ગામ -બાદરગઢ
વિષય:- યોગનું મહત્વ
પ્રકાર:- પદ્ય
શીર્ષક:- વિશ્વ યોગ દિન
રચના.......
પ્રસ્તાવના --- યોગ આજે આખા વિશ્વમાં પ્રચલિત થયો છે.લોકો આજે યોગ કરતાં થયા છે.યોગનું મહત્વ સમજતા થયા છે.યોગનું વર્ણન આ કાવ્યમાં છે.
                                               કેવો બન્યો છે આજે આ અનેરો સંજોગ,
એકવીસ જૂન અને વિશ્વ યોગ દિન !

આપણે કરીશું યોગ,ભાગશે બધા રોગ .
વિશ્વ મનાવશે આજે વિશ્વ યોગ દિન !

દરરોજ કરતાં જઇએ પ્રાણાયામ,આસન .
હંમેશાં રહેશું નિરોગી, હળવું રહેશે મન !

સાવધ રહો , આહાર, વિહાર, યમ-નિયમમાં ,
પૂરક,રેચક,કુંભક અને સૂર્ય નમસ્કારમાં

આપણે લઇએ સમ ,રોજ કરીશું અમે યોગ .
એકવીસ જૂન યાદ રાખીશું ,અમે બધાં લોક.




બાંહેધરી:- 
    આ રચના મારી સ્વરચિત અને અપ્રકાશિત છે.

No comments:

Post a Comment