Thursday, 10 June 2021

દુઃખોમાંથી મુક્તિ. ........ એકવાર ભગવાન બુદ્ધ એક ગામમાં ઉપદેશ આપી રહ્યા હતા. તે ગામને એક ધનાઢ્ય વ્યક્તિ બુદ્ધ નો ઉપદેશ સાંભળવા આવી. ઉપદેશ સાંભળીને તેના મનમાં ભગવાન બુદ્ધ ને એક પ્રશ્ન પૂછવાની જિજ્ઞાસા થઈ. તો સૌની હાજરીમાં પ્રશ્ન પૂછવામાં તેને સંકોચ થયો. કારણ કે તે ગામમાં તેને બહુ પ્રતિષ્ઠા હતી. તે બધા ના જવાની રાહ જોવા લાગ્યો.જ્યારે બધા ચાલ્યા ગયા ત્યારે તે વ્યક્તિ ભગવાન બુદ્ધ પાસે આવીને પોતાના બંને હાથ જોડીને કહેવા લાગી કે,'હે પ્રભુ! મારીપાસે બધું જ છે. ધન સંપત્તિ ,પદ પ્રતિષ્ઠા ,ઐશ્વર્ય, મને કોઈ વસ્તુની ઊણપ નથી. હંમેશા ખુશ રહેવા માટે શું કરવુ ? આ દુઃખોમાંથી મુક્તિ કેવી રીતે મેળવી? પાસેથી એ જાણવા માગું છું કે હંમેશા પ્રસન્ન કેવી રીતે રહી શકાય? બુદ્ધ થોડો સમય ચૂપ રહ્યા અને પછી કહ્યું,"તું મારી સાથે જંગલમાં ચાલ, હું તને ખુશ રહેવા નું રહસ્ય જણાવું."આવું કહીને બુદ્ધ તેને સાથે લઈને જંગલમાં રસ્તે ચાલવા લાગ્યા. રસ્તામાં બુદ્ધે એક મોટો પથ્થર ઉઠાવ્યો અને તે વ્યક્તિને આપતા કહ્યું કે, આ પથ્થરને ઊંચકીને મારી સાથે ચાલ'. બુદ્ધ ની સૂચના પ્રમાણે તે વ્યક્તિ પથ્થર ઊંચકીને ચાલવા લાગી. થોડા સમય પછી તે વ્યક્તિના હાથમાં પથ્થરના ભારથી ખાવો થવા લાગ્યો, પરંતુ તે ચૂપચાપ ચાલતી રહી. પરંતુ જ્યારે બહુ સમય વીતી ગયો અને તે વ્યક્તિથી દર્દ સહન ન થયું તો તેણે બુદ્ધ ને પોતાની મુશ્કેલી જણાવી. બુદ્ધે તેને કહ્યું, પથ્થર નીચે મૂકો. પથ્થર નીચે મુકતાની સાથે જ તે વ્યક્તિને દુખાવામાં રાહત અનુભવાઈ ‌. પછી બુદ્ધે તેને સમજાવ્યું કે, આ જ ખુશ રહેવાનું રહસ્ય છે. તે વ્યક્તિએ કહ્યું, ભગવાન, મને કઈ સમજાયું નહીં ? ત્યારે બુદ્ધે કહ્યું જે રીતે આ પથ્થરને થોડા સમય હાથમાં રાખવાથી દર્દ અનુભવાયું. રાખવાથી થોડું વધારે દર્દ થયું અને બહુ જ લાંબો સમય ઉઠાવીને ચાલવાને કારણે અસહ્ય એવો દુખાવો થયો જે તારાથી સહન ન થયો. આ જ રીતે દુઃખોનો ભાર આપણે લાંબો સમય સુધી ખભે ઉઠાવીને ફરીશુ તેટલા વધારે દુઃખી અને નિરાશ થઈશું. આપણા પર નિર્ભર કરે છે કે આપણે દુઃખોના ભારને થોડો સમય માટે ઉઠાવી રાખવા માંગીએ છીએ કે આખી જિંદગી. જો ખુશ રહેવાની આકાંક્ષા હોય તો દુખ રૂપી પથ્થરને શક્ય તેટલો જલ્દી નીચે મુકતા શીખવું પડશે. શક્ય હોય તો તેને ઉઠાવવાથી જ બચવું મોટાભાગના લોકો ઉપરોક્ત વાર્તા માં વર્ણિત વ્યક્તિ જેવું જ કરતા હોય છે. આપણે પોતાના દુઃખોનો ભાર વેઢારતા રહીએ છીએ. આપણે ઘણા લોકોને એવું કહેતા સાંભળીએ છીએ કે હું મારા આટલા અપમાન ને જિંદગીભર નહીં ભૂલી શકું વાસ્તવમાં જો તમે તેને નહિ ભૂલો તો તે તમને જ કષ્ટ આપશે , તમારું અપમાન કરનારને નહીં. માં દુઃખોમાંથી મુક્તિ ત્યારે જ શક્ય છે જયારે આપણે દુઃખના ભારને આપણા મનમાં થી જલ્દી બહાર કાઢી દઈએ અને ઇચ્છાઓથી રહિત થઈને અથવા જે છે તેમાં સંતોષ માનીને પ્રસન્ન રહીએ. હંમેશા એટલું યાદ રાખો કે દરેક ક્ષણ પોતાનામાં નવી હોય છે અને જે ક્ષણ વીતી ચૂકી છે જેની કડવી યાદોને મનમાં સંભાળીને રાખવા કરતા સારું છે કે આપણે આપણી વર્તમાન ક્ષણોનો સંપૂર્ણપણે આનંદ ઊઠાવીએ.

No comments:

Post a Comment