દ્વિતીય વિશ્વયુદ્ધ બાદ આઇન્સ્ટાઇને વિશ્વ સરકારની ચળવળમાં અગત્યની ભૂમિકા નિભાવી હતી. તેમને ઈઝરાઈલના પ્રમુખ પદની ઓફર કરાઈ હતી. જેનો તેમણે ઇનકાર કરી દીધો હતો. એ તેમણે હિબ્રુ યુનિવર્સિટી ઑફ જેરુસલેમ ની સ્થાપના માટે ડૉ. ચેઇમ વેઈઝમાન નો સહયોગ આપ્યો હતો.
પોતાના વૈજ્ઞાનિક સંશોધનના પ્રારંભે આઇન્સ્ટાઇને ન્યુટનના સિદ્ધાંતોની નબળાઈઓને પિછાણી લીધી અને ન્યુટનના"મિકેનિક'સાથે" લો ઓફ ઇલેક્ટ્રોમેગ્નેટિક ફીલ્ડ 'ના સિદ્ધાંત ને સરખાવવા જતાં જ આઇન્સ્ટાઇનના સાપેક્ષતા ના વિશેષ સિદ્ધાંતો નો ઉદ્ભવ થયો હતો. તેમના સંશોધનોએ જ પ્રકાશ અંગેના"ફોટોન"સિદ્ધાંતની આધારશીલા મૂકી હતી. ફોટો ઈલેક્ટ્રીક અસરના સંશોધન બદલ જ તેમને નોબેલ પુરસ્કારથી પુરસ્ક્રૂત કરવામાં આવ્યા હતા.
આઇન્સ્ટાઇનના સંશોધન પુસ્તકોમાં સ્પેશિયલ થીયરી ઓફ રીલેટીવીટી ૧૯૦૫ થી માંડીને ધ ઈવેલ્યુશન ઓફ ફીઝીકસ 1938 નો સમાવેશ થાય છે.
No comments:
Post a Comment