Saturday, 5 June 2021

ઘર્ષણ થી અગ્નિ ની ઉત્પતિ પૃથ્વી પર આકાશ અને ગરમી સૂર્ય તરફથી આવે છે સામાન્ય રીતે તેનું પ્રમાણ સજીવ સૃષ્ટિને અનુકૂળ છે પરંતુ ગરમી એક સ્થળે વધુ પડતી સંગ્રહ થાય તો જ્વાળા પ્રગટ થાય છે પૃથ્વી પર અગ્નિ પેદા કરતું બીજું પરિબળ ઘર્ષણ છે .બે સખત પદાર્થો પરસ્પર ઘસાય ત્યારે ગરમી છૂટી પડે છે રેલગાડીના પૈડા અને પાટા વચ્ચે ઘર્ષણથી ઉડતા તણખા તમે જોયા હશે. તેવું પવનના કારણે વૃક્ષોની ડાળીઓ પરસ્પર સતત ઘસાઈ ત્યારે પણ ગરમ થઇ સળગી ઊઠે છે અને જંગલમાં આગ લાગે છે આદિકાળમાં માણસ ઘર્ષણ વડે જ અગ્નિ મેળવતી પ્રકાશ કે અન્ય જરૂરિયાત માટે અગ્નિ ની જરૂર પડતી મોટા લાકડામાં છિદ્રપાડી ને તેમાં બીજું લાકડું ઝડપથી ફેરવી અગ્નિ મેળવવાની શોધ આદિકાળમાં થઈ હતી પથ્થર કે સખત ધાતુ એકબીજા સાથે ઘસાય કે અથડાય ત્યારે ગરમી પડે અને આસપાસની વસ્તુઓને સળગાવે જૂના જમાનામાં ચકમક લોઢાના બે ટુકડા નજીક ઘસીને રૂ સળગાવવામાં આવતું જુના જમાનામા લાઇટર બનતા તેમાં લોખંડની પથરી આવતી ધાતુ નું ચક્ર પથરી સાથે ઘસાય ત્યારે તણખો પેદા થાય તણખો પેદા થાય એને નજીક રહેલી રૂની વાટ સળગી ઉઠે તેવી રચના તેમાં હતી દિવાસળી ની શોધ પણ ઘર્ષણથી મેળવવાની પદ્ધતિ જ છે આધુનિક વિજ્ઞાને ઈલેક્ટ્રીક વડે ગરમી અને ઊર્જા મેળવવાની રીતો વિકસાવી છે .

No comments:

Post a Comment