Sunday, 20 June 2021

પન્નાલાલ પટેલ ૬/૪/૧૯૮૯

પન્નાલાલ પટેલ
ગુજરાતી   સાહિત્યનું ખેડાણ આપણે મૂડી છે. ઘણા ગુજરાતી સર્જકોએ આપણા ગુજરાતી સાહિત્યનો વૈભવી વારસો આપણને આપ્યો છે.
   ગુજરાતી સાહિત્યના પ્રખર સાહિત્યકાર અને જ્ઞાનપીઠ વિજેતા તથા શિરમોર સર્જક એટલે પન્નાલાલ પટેલ. પન્નાલાલ પટેલનો જન્મ 7મી મે ૧૯૧૨ના રોજ રાજસ્થાન રાજ્યમાં આવેલા ડુંગરપુર જિલ્લાના માંડલી ગામમાં નાનાલાલ અને હીરાબાના કુટુંબમાં થયો હતો . તેમના ચાર ભાઇ-બહેનોમાં સૌથી યુવાન હતા. તેમના પિતા ખેડૂત પણ ભારે વાંચનના શોખીન. તેઓ રામાયણ ,ઓખાહરણ અને અન્ય ધાર્મિક વાર્તાઓ નું તેમના ગામમાં પઠન પણ કરતા હતા, જેના કારણે તેમના ઘરની ના થઈ હતી.   પન્નાલાલ ના પિતા બાળપણમાં જ મૃત્યુ પામ્યા અને તેમની માતા હીરાબાએ સંતાનોનો ઉછેર કર્યો હતો .તેમના શિક્ષણ દરમિયાન તેમણે ઘણી તડકી-છાંયડી જોઈ. પરંતુ એ તમામ તડકી-છાંયડી જોઈ.પરંતુ એ તમામ તડકી-છાંયડી બાજુ મૂકી અભ્યાસ માટે મક્કમ થઈ ઇડરની સરકારી સ્કૂલમાં અભ્યાસ કર્યો હતો.
      ઇડરની અસર માત્ર ચોથા ધોરણ સુધી અભ્યાસ કરી શક્યા. શાળાજીવન દરમિયાન તેઓ ઉમાશંકર જોશીના મિત્ર બન્યા હતા. અને ત્યાંથી શરૂ થઈ એમની સર્જનયાત્રા અને એ યાત્રા નિરંતર ચાલી જેના ફળ સ્વરૂપે તેમણે તેમની પ્રથમ નવલકથા અમદાવાદમાં એક સદગૃહસ્થને ઘરે નોકરી કરતા લખી હતી. 19 36 માં અમદાવાદમાં મળેલ ગુજરાતી સાહિત્ય પરિષદના અધિવેશનમાં ઈડર શાળાના સહાધ્યાયી ઉમાશંકર જોશી સાથે તેમનો ફરીભેટો થયો. તેમના પ્રોત્સાહનથી તેમણે સાહિત્યસર્જનનો વિસ્તાર કર્યો. તેમની પ્રથમ ટૂંકી વાર્તા '  શેઠની વાર્તા ''(1936)  લખી. તેમની વાર્તાઓ ઘણા ગુજરાતી  સામયિકોમાં પ્રગટ થઈ.1940માં તેમની પ્રથમ નવલકથા "વળામણાં" આવી .અને " મળેલા જીવ "( 1941)" "માનવીની ભવાઇ"1947  . આમ એમની અન્ય નવલકથાઓ એક પછી એક પ્રગટ થઈ. પાંચ વરસ મુંબઈની એન આર આચાર્યની ફિલ્મ કંપનીમાં પટકથાલેખક તરીકે પણ કાર્ય કર્યું . ત્યારબાદ વતન માંડવી મારે ખેતીનો વ્યવસાય અને સાથે સાથે લેખન પ્રવૃત્તિ કરી. ૧૯૪૭માં ક્ષયની બીમારીનો ભોગ બન્યા અને પછી અરવિંદના યોગમાર્ગ પ્રત્યે તેઓ આકર્ષિત થયા. 1958 થી તેમણે અમદાવાદમાં સ્થાયી વસવાટ કર્યો. લેખનનો મુખ્ય વ્યવસાય તરીકે અપનાવ્યો. ૧૯૭૯માં વડોદરામાં મળેલી ગુજરાતી સાહિત્ય પરિષદના સર્જન વિભાગના તેઓ પ્રમુખ રહ્યા હતા તેમણે પોતાના સંઘર્ષના દિવસોને "વાસંતી દિવસો " ગણાવ્યા હતા. તેમની કૃતિ' કંકુ 'પરથી ગુજરાતી ફિલ્મ બની હતી. આમ, ગુજરાતી સાહિત્યમાં એક ઉમદા સર્જન કરીને આજે પણ ગુજરાતીઓ જ નહીં પરંતુ ગુજરાતી સિવાયના વાચકોમાં પણ થયા હૃદયસ્થ થયા. પોતાની તેઓ આજે પણ ચિરંજીવ છે. એમની કૃતિ "માનવીની ભવાઈ" અમર થઈ ગઈ એમના ઉત્તમ સાહિત્ય અને બિરદાવતા ૧૯૫૦માં તેમને રણજિતરામ સુવર્ણચંદ્રક એવોર્ડ થી નવાજવામાં આવ્યા. ઈ.સ. ૧૯૮૫માં તેમની રચના માનવીની ભવાઈ માટે સાહિત્યનો સર્વોચ્ચ પુરસ્કાર," જ્ઞાનપીઠ પુરસ્કાર "મળ્યો. ઉમાશંકર જોશી પછી જ્ઞાનપીઠ પુરસ્કાર મેળવનાર તેઓ બીજા ગુજરાતી ભાષાના લેખક હતા.
     પન્નાલાલ પટેલને 'સાહિત્ય જગત નો ચમત્કાર 'અને' ગુજરાતી સાહિત્યનું પરમ વિસ્મય 'જેવા બિરુદોથી નવાજવામાં આવ્યા છે. ૬ એપ્રિલ ૧૯૮૯ના રોજ અમદાવાદ માં તેમનું અવસાન થયું હતું. તેઓના રહ્યા પરંતુ તેમનું સર્જન આજે પણ જીવે છે .આમ, ગુજરાતી સાહિત્ય માટે સાહિત્યનો વારસા આપનાર આ મૂર્ધન્ય સાહિત્યકાર હંમેશા વાચકો માટે જીવતા રહેશે.

No comments:

Post a Comment