જન્મ તારીખ 30 નવેમ્બર 1858
શોધ--તેમણે સાબિત કરી બતાવ્યું કે, વનસ્પતિ પણ દર્દ અને પીડા અનુભવે છે.
ભૌતિકશાસ્ત્રી માંથી જીવ વિજ્ઞાની બનેલા જગદીશ ચંદ્ર બોઝ નો જન્મ તત્કાલીન ભારતના માયમેનસિહ (હાલ બાંગ્લાદેશમાં) સુખી પરિવારમાં થયો હતો. 1875 માં એક તેજસ્વી વિદ્યાર્થી ના રૂપમાં તેમણે કોલકત્તાની સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં અભ્યાસનો આરંભ કર્યો હતો અને 1877 કોલકત્તા યુનિવર્સિટીમાંથી બી.એ.ની પદવી હાંસલ કરી હતી. 1880માં 22 વર્ષની વયે અભ્યાસાર્થે ઈંગ્લેન્ડ જવા રવાના થયા હતા. કેમ્બ્રિજમાં ક્રાઈસ્ટ કોલેજ ખાતે પ્રાકૃતિક વિજ્ઞાનનો અભ્યાસ કર્યાના એક વર્ષ બાદ તેઓ કોલકાતાની પ્રેસિડન્સી કોલેજમાં ભૌતિકશાસ્ત્રના અધ્યાપક તરીકે જોડાયા હતા.આ કોલેજમાં જ ૩૦ વર્ષ સુધી અધ્યાપન સાથે તેઓ સંશોધન કરતા રહ્યા.
1894 થી 1900 વર્ષો દરમિયાન ઓ રેડિયો તરંગ અને સંશોધન કરીને પાંચ મી .મી.ની લંબાઈ જેટલા ટૂંકા તરંગોનું સર્જન કર્યું. આમ તો રેડિયોની શોધ માટે માર્કોની નું નામ લેવામાં આવે છે પરંતુ આ દિશામાં મુજે માર્કોની પહેલા સંશોધન કર્યું હતું માર્કોની જેમ પોતાના કાર્યને વેપાર શરૂ આપવાને બદલે છે એ પણ વૈજ્ઞાનિક પ્રયોગ પ્રયાસોમાં રૂચિ દાખવી હતી.
1900 પછી બોઝે પ્રાણી અને વનસ્પતિ શાસ્ત્ર જેવા પોતાના રસના વિષયમાં સંશોધન આદર્યા હતા તેમાં વનસ્પતિ પર વીજ ચુંબકીય કિરણોત્સર્ગની અસર ના અભ્યાસ નો પણ સમાવેશ થાય છે. તેમણે પુરવાર કરી બતાવ્યું કે, માનવી માનવ ની જેમ જ વનસ્પતિ પણ દર્દ અને પીડાનો અહેસાસ કરે છે. તેમણે ક્રસ્ટોગ્રાફ જેવા વૈજ્ઞાનિક ઉપકરણોની પણ ભેટ આપી. તેમણે ભેટ આપેલા એક અન્ય ઉપકરણની મદદથી સજીવ અને નિર્જીવ પદાર્થો પર બીજો ચુંબકીય તરંગો ની અસરો જોઈ શકાતી હતી ૧૯૨૦માં તેઓ બ્રિટનની પ્રતિષ્ઠિત રોયલ સોસાયટીમાં ચૂંટાઈને ગયેલા પ્રથમ ભારતીય વિજ્ઞાની હતા. 23 નવેમ્બર 1937ના રોજ ૭૮ વર્ષની વયે તેમનું અવસાન થયું હતું.
મૃત્યુ: 23 નવેમ્બર, 1937, ગિરીડીહ
જીવનસાથી: અબલા બોઝ
શિક્ષણ: હરે સ્કૂલ, સ્ટ. ઝેવિયર્સ કોલેજિયેટ સ્કૂલ.જગદીશચંદ્ર બોઝ પોતાના સમયના અગ્રતમ ભૌતિકશાસ્ત્રીમાંના એક હતાં. તેઓ કોલકાતા શહેરમાં આવેલી પ્રેસિડેન્સી યુનિવર્સીટી ખાતે ભૌતિકશાસ્ત્રી હતાં. માઇક્રોવેવનો અભ્યાસ કરનાર તેઓ પ્રથમ વૈજ્ઞાનિક હતાં. કેસ્કોગ્રાફ, રેઝોનન્સ, રેકોર્ડર વગેરે ની શોધ કરી વનસ્પતિમાં માનવીની માફક સંવેદના હોય છે તે સાબિત કરી આખા જગત ને આંજી નાખ્યું.
No comments:
Post a Comment