Monday, 28 June 2021

આજના વૈજ્ઞાનિક સર ફ્રાન્સિસ ગાલ્ટોન

સર ફ્રાન્સિસ ગાલ્ટોન
જન્મ 16 ફેબ્રુઆરી 1822
 શોધ ---વાવાઝોડા અને વાવાઝોડા વિરોધી હવામાન ની તરાહો નો તેમણે પહેલી બાર વર્ણન કર્યું.
   અંગ્રેજી વિજ્ઞાની, સંશોધક અને માનવ શાસ્ત્રના અભ્યાસુ ફ્રાન્સિસ ગાલ્ટોન પોતે ચાર્લ્સ ડાર્વિનના પિતરાઈ હતા .અને ડાર્વિનનો ઉત્ક્રાંતિ નો સિદ્ધાંત તેમજ ધર્મશાસ્ત્ર વચ્ચે ટકરાવ ભરી સ્થિતિ સર્જાશે એ હકીકતને પહેલેથી જ પામી ગયા હતા .તેમણે "ઈયુજેનીકસ "જેવા નવા શબ્દો નું પ્રદાન કર્યું હતું. સરેરાશ શુક્રાણું અંશથી વધુ સારા શુક્રાણુ અંશ ની મદદથી માનવ ઓલાદને વધુ બનાવવાની દિશામાં તેમણે વૈજ્ઞાનિક પ્રયાસો કર્યા હતા.લગ્ન માટે પસંદગીના પાત્રોની મદદથી આ દિશામાં પ્રયાસ થયા હતા.
   તેમણે 9 પુસ્તકો અને ૨૦૦ થી વધુ સંશોધન નિબંધો લખ્યા હતા આ પુસ્તકો અને નિબંધો વ્યક્તિની ઓળખ માટે હાથની આંગળીઓની છાપ ના ઉપયોગ, જોડિયા બાળકો, વ્યક્તિની નસોમાં લોહી આપવાની પ્રક્રિયા ,અવિકસિત દેશોમાં પ્રવાસની કળા ,ગુનાવિષયકશાસ્ત્ર તેમજ હવામાનશાસ્ત્ર સહિતના અનેક વિષયો આવરી લેતા હતા. તોલમાપ ના માપદંડો સુધારવાની દિશામાં પણ તેમને ઊંડો રસ લીધો હતો.
     સામાન્યપણે વિજ્ઞાન અને ખાસ કરીને માનવશાસ્ત્ર વિષયે તેમણે કરેલા મહત્ત્વપૂર્ણ પ્રદાન ઉપરાંત આપણે આજે હવામાન અંગેના અહેવાલો મેળવતા થયા છે ‌તે માટે ગાલ્ટોન ને જ કારણભૂત માનવામાં આવે છે .ગાલ્ટોન એ પહેલી વ્યક્તિ કે જેણે વાવાઝોડુ અને વાવાઝોડા વિરોધી હવામાનની તરાહોનુ વણૅન કર્યું હતું. ગાલ્ટોને જ પરાગતિ વિશ્લેષણ પદ્ધતિના વિકાસની દિશામાં પહેલ કરી હતી .પરાગતિ વિશ્લેષણ એ આંકડાશાસ્ત્ર ની તકનીક છે. કે જેના આધારે અર્થશાસ્ત્ર અને માનવ સંસાધન પ્રબંધન થી માંડીને વ્યાપક શૃંખલા ના ક્ષેત્રો અંગેની ધારણા સંભવ બની શકે છે 1909માં તેમને " નાઈટ "ખિતાબથી નવાજવામાં આવ્યા હતા અને લંડન નીકટ જ ૧૭ મી જાન્યુઆરી ૧૯૧૧ના રોજ તેમનું અવસાન થયું.


No comments:

Post a Comment