Saturday 5 June 2021

રણનું વહાણ ઊંટ 🐫 ઊંટ રણપ્રદેશમાં જાણીતું પ્રાણી છે વિષમ વાતાવરણમાં રહેતા ઉંટ ઘણી વિશિષ્ટતા ધરાવે છે આપણામાં કહેવત છે કે ઊંટના અઢાર વાંકા પરંતુ તેના શરીરની રચના જ તેને રણપ્રદેશમાં જીવિત રાખે છે ઊંટના પગલાં બા હોવાથી તે તેનું શરીર જમીનની ગરમીથી ઘણું દૂર રહે છે અને ડોક લાંબી હોવાથી મગજ તો જમીનથી ઘણી ઊંચાઈ રહે છે તેથી જમીનની ગરમીની અસર ઓછી થાય છે ઊંટની પીઠ પર ખૂંધ હોય છે ગોબીના રણમાં થતાં ઊંટ ને બે ખુધ હોય છે. ખૂંધમાં પાણીનો સંગ્રહ થતો હોવાથી હોવાની વાત ખોટી છે તેમાં શરીરની વધારાની ચરબીનો સંગ્રહ થાય છે .ઊંટના પગના તળિયા ગાદીવાળા હોય છે તેથી તે રેતીમાં પણ ૬૦ કિલોમીટરની ઝડપે દોડી શકે છે ગરમી પવન અને ઉડતી રેતી થી બચવા ઊંટ ને આંખો પર બે પોપચા હોય છે અને કાન ઉપર વાળ હોય છે ઊંટ શાકાહારી છે અને તે લગભગ બધી જ વનસ્પતિ ખાય છે બેકટ્રિયન ઊંટ ના શરીર પર બચવા શિયાળામાં વાળ ઉગે છે ઉનાળામાં આ વાળ ખરી પડે છે અને તેની ચામડી સૂર્ય પ્રકાશ નું પરાવર્તન કરી ગરમીમાં રાહત આપે છે .

No comments:

Post a Comment