મનુભાઈ પોસ્ટમેન હતા. ખૂબ જ સરળ સ્વભાવના હતા તે. મનુભાઈની લોકપ્રિયતા ખૂબ હતી. તે પોતાના કામમાં
। ચોક્કસ હતા. રજાઓ ઓછી લેતાં એટલું જ નહીં, રજાના દિવસે પણ તે સેવા આપવા તત્પર રહેતા. મનુભાઈના પત્ની મંજુબહેન ખૂબ જ ભોળા સ્રી હતાં. તેમનો પાંચ વર્ષનો એક પુત્ર હતો. તેનું નામ પવન હતું. પવન ખૂબ જ તેજસ્વી હતો. તે ઉંમર કરતા વધુ ચબરાક હતો.
સહુ
તેને તેથી ખૂબ વહાલ કરતા.
મનુભાઈ મૂંઝવણમાં હોય ત્યારે પવન તેમને માર્ગ સૂઝાડતો. પોતાના પુત્રની આ કાબેલિયતથી મનુભાઈ આશ્ચર્યચક્તિ રહેતા હતા. પણ, કોઈની આગળ તે પુત્રની બડાઈ ન હાકતા.
મંજુબહેન માટે તો પુત્ર ભગવાન સમાન હતો. તે માનતા હતા કે પવનને બુદ્ધિ ઇશ્વર તરફથી મળી હતી. પવન તેમનો લાડકો પુત્ર હતો. પુત્રને નજર ન લાગી જાય તે માટે તે તેના ગાલ ઉપર કાળું ટપકું આંજી દેતાં.
એક દિવસે મનુભાઈ માંદાં પડી ગયા રાતના દસનો સમય હતો. મંજુબહેન પતિને લઈને દવાખાને ગયાં. પણ, દવાખાનું બંધ થઈ ગયું હતું. મંજુબહેન પરત આવ્યાં.
તે ચિંતામાં હતાં. મનુભાઈ પલંગમાં આડા પડ્યા હતા. મંજુબહેન પતિના કપાળ ઉપર પાણીના પોતા મૂકી રહ્યાં હતાં. મનુભાઈને રાહત સાંપડી રહી નહોતી.
મંજુબહેનની આંખો અચાનક ભીની
થઈ ઊઠી. પવન ઘસઘસાટ ઊંઘમાં હતો.
તે અચાનક જાગી ગયો. તેની નજર મા ઉપર પડી. તેને નવાઈ લાગી.
મફતમાં મળી રહ્યું હતું. સહુ પાંચસો રૂપિયા આપવા તૈયાર થઈ ગયા. સાધુને સહુ ઓળખતા હતા. તેની ઉપર દરેકને વિશ્વાસ હતો.
અચાનક પવને કહ્યું, “સાધુ મહારાજ, તમારી ઝોળી બતાવશો ?' સાધુ સહેજ ગભરાઈ ગયો.
“ઝોળી ખોલો મહારાજ.” પવને આદેશ આપ્યો.
બીજા લોકો પણ પવન સાથે જોડાયા. સાધુ આનાકાની કરી રહ્યો હતો. દરેકને સાધુ ઉપર શંકા ગઈ. એક જણે તો સાધુની ઝોળી આંચકી જ લીધી. ઝોળી ખોલી તો અંદરથી બીડીના પેકેટો, દારૂની બાટલી અને હરદ્વારની બપોરની ગાડીની રેલવે ટિકિટ મળી.
સાધુ પૈસા ઉઘરાવીને હરદ્વાર ભાગી જવાની પેરવીમાં હતો. સહુએ ભેગા મળીને સાધુને શાબ્દિક પ્રહારો વડે ઢીલોઢસ કરી નાખ્યો. તેને સહુએ માફ કર્યો અને જતા રહેવાનું કહ્યું.
સાધુ ઊભી પૂંછડીએ ભાગી ગયો. પવનની શક્તિએ સહુને બચાવી લીધા. પવનને
સહુ ભવિષ્યનો તેજસ્વી તારલો માનવા માંડ્યા. કહેવત : પુત્રના લક્ષણ પારણામાંથી
“કૈમ રડે છે, મા ?” તેણે આશ્ચર્યથી પૂછ્યું. “તારા પપ્પાનો તાવ ઊતરી નથી રહ્યો. તાવ વધી રહ્યો છે.” મંજુબહેને સાડીન
પાલવથી આંખો લૂછી.
“ડોકટરને ત્યાં પપ્પાને લઈ જઈએ.”
“દવાખાનું બંધ છે, બેટા”
“તો તું રડે છે, શા માટે...મા ?” પવને ખૂબ જ ઠાવકાશથી શબ્દો ઉચ્ચાર્યા. મંજુબહેનને પુત્રના વિધાનથી નવાઈ લાગી. તે બોલ્યાં, “બેટા, તારા પપ્પા માં
છે તો ચિંતા ન થાય !”
“મા, તું મોટા ડોકટરને મળને”
“મોટા ડોકટર ?”
“હા...” પવન હસ્યો.
“કોણ છે, મોટો ડોકટર ?” મંજુબહેને પૂછ્યું. “ભગવાન” પવન હસી પડ્યો.
મંજુબહેનને પુત્રની વાત ઉપર વિશ્વાસ બેઠો. તેમણે મનોમન ભગવાનને યાદ કર્યા. પતિનો તાવ ઊતરી જાય તે માટે હૃદયપૂર્વક પ્રાર્થના કરી. પવન માને તાકી રહ્યો હતો.
મંજુબહેનની પ્રાર્થના પૂરી થઈ. અને ચમત્કાર થયો. પાંચ જ મિનિટમાં મનુભાઈનો તાવ ઊતરી ગયો. તે સ્વસ્થ થઈ ગયા. પતિને સંબોધતા મંજુબહેન બોલ્યાં, “પવન તો જાદુગર છે. તેની સલાહ હવેથી માનવી જ પડશે.”
એક મહિના પછીની વાત છે. મનુભાઈ જે વસાહતમાં રહેતા હતા તે વસાહતમાં એક સાધુ કેટલાક દિવસોથી આવી રહ્યો હતો. તેની ઉપર વસાહતના લોકો વિશ્વાસ મૂકવા માંડ્યા હતા.
સાધુ દ૨૨ોજ કોઈને કોઈની પાસે પૈસા પડાવતો. પોતાનું કામ થઈ જશે તેવી આશામાં તેને લોકો પૈસા આપી દેતા. કામ થતું નહીં. સાધુ લોકોને અગડમ બગડમ સમજાવી દેતો. સાધુની છાપ વસાહતમાં પવિત્ર સાધુ તરીકેની હતી.
મનુભાઈ અને મંજુબહેનને સાધુ દીઠે ગમતો નહીં. તે જાણતા હતા કે સાધુમાં કોઈ ચમત્કારીક શક્તિ નહોતી. વસાહતમાં લોકો અભણ હતા. અંધ શ્રદ્ધાળુ હતા. તેથી સાધુનુ ગાડુ ગબડયે જતું હતું.
એક રવિવારે સાધુ વસાહતના એક મેદાનમાં ભાવિક જનતાને સંબોધન કરતા કહી રહ્યો હતો. “તમે મને પાંચસો રૂપિયા આપો. ઘર દીઠ પાંચસો રૂપિયા. બદલામાં દસ ગ્રામ સોનું હું તમને અત્યારે જ આપીશ. સોનુ વસાહત બહાર આવેલા મંદિરમાં મેં મૂક્યું છે. તમારા પૈસા આવતા જ હું તે લઈ આવીશ.” લોકો ખુશ થઈ ગયા. સોનુ અત્યંત મોંઘુ હતું. પાંચસો રૂપિયામાં દસ ગ્રામ સોનું સાવ
મફતમાં મળી રહ્યું હતું. સહુ પાંચસો રૂપિયા આપવા તૈયાર થઈ ગયા. સાધુને સહુ ઓળખતા હતા. તેની ઉપર દરેકને વિશ્વાસ હતો.
અચાનક પવને કહ્યું, “સાધુ મહારાજ, તમારી ઝોળી બતાવશો ?''
સાધુ સહેજ ગભરાઈ ગયો. “ઝોળી ખોલો મહારાજ.” પવને આદેશ આપ્યો.
બીજા લોકો પણ પવન સાથે જોડાયા. સાધુ આનાકાની કરી રહ્યો હતો. દરેકને સાધુ ઉપર શંકા ગઈ. એક જણે તો સાધુની ઝોળી આંચકી જ લીધી. ઝોળી ખોલી તો અંદરથી બીડીના પેકેટો, દારૂની બાટલી અને હરદ્વારની બપોરની ગાડીની રેલવે ટિકિટ મળી.
સાધુ પૈસા ઉઘરાવીને હરદ્વાર ભાગી જવાની પેરવીમાં હતો. સહુએ ભેગા મળીને સાધુને શાબ્દિક પ્રહારો વડે ઢીલોઢસ કરી નાખ્યો. તેને સહુએ માફ કર્યો અને જતા રહેવાનું કહ્યું.
સાધુ ઊભી પૂંછડીએ ભાગી ગયો. પવનની શક્તિએ સહુને બચાવી લીધા. પવનને સહુ ભવિષ્યનો તેજસ્વી તારલો માનવા માંડ્યા. કહેવત : પુત્રના લક્ષણ પારણામાંથી
No comments:
Post a Comment