આકાશમાં દૂર દેખાતા ચંદામામા આપણે સૌએ જોયા છે. આજે તેના મહત્વ
વિશે જાણીશું વિશે નાનકડી પરંતુ ખૂબ જ આશ્ચર્યજનક વાતો કરીશું. તમે ક્યારેય એવું વિચાર્યું છે કે ચંદ્ર ગાયબ થઈ જાય તો શું થાય? ચાલો, આપણે વિચારીએ અને હકીકત જાણવાની કોશિશ કરીએ.
જો ચંદ્ર ગાયબ થઈ જાય તો સૌથી પહેલી અસર તો એ થશે કે પૃથ્વી પર રાત્રિનો સમય વધુ અંધકારમય થઈ | જશે. જો આવું થાય તો પૃથ્વી પરથી આકાશના ગ્રહો, તારાઓ અને ગેલેક્સીઓ સ્પષ્ટ દેખાતી થઈ જાય છે. આકાશદર્શનનો શોખ ધરાવનારાઓને તો બખ્ખા પડી જાય.
આપણે સૌ જાણીએ છીએ કે ચંદ્ર પૃથ્વીની આજુબાજુ પ્રદક્ષિણા કરતો હોવાને કારણે ચંદ્રના ગુરુત્વાકર્ષણ બળને કારણે પૃથ્વી પર સમુદ્રમાં ધરતી અને ઓટની ઘટના બને છે. જો ચંદ્ર
વખતે ગાયબ થઈ જાય તો સમુદ્રમાં ભરતી અને ઓટની ઊંચાઈ આ આપણે ચંદ્ર અને નીચાઈ ૭૫ ટકા જેટલી ઓછી થઈ જાય છે.
જો ચંદ્ર ગાયબ થઈ જાય તો પૃથ્વીનો એક દિવસ છથી 12 કલાકનો થઈ જાય છે, કારણ કે ચંદ્ર પૃથ્વીની ફરવાની ગતિને રોકવાનું કામ પણ કરે છે.
જો ચંદ્ર ગાયબ થઈ જાય તો પૃથ્વીનો ઝુકાવ છે તે પણ વિચિત્ર ગતિએ વધી જાય. તેના કારણે ઋતુઓમાં ખૂબ જ મોટા ફેરફાર થાય છે. હિમયુગની શરૂઆત પણ થઈ જાય છે. પૃથ્વી પર અવકાશમાં જવા માટે ચંદ્ર પહેલો પડાવ છે એ પડાવ નહીં રહે. પરિણામે અવકાશમાં જવા છેક મંગળ સુધી જવું પડશે.
જ્ઞાનવિજ્ઞાન
ધનંજય રાવલ
કવિતાઓ લખવા માટે હવે કવિઓને ચંદ્ર સિવાય બીજા કોઈ ગ્રહની વાતો કરવી પડશે. કવિઓએ કલ્પનાના ઘોડા દૂર સુધી દોડાવવા પડશે. જોકે કવિઓ સૂરજ અને તારાઓ સુધી તો પહોંચી ગયા છે એટલે એમને એટલી બધી ચિંતા કરવાની જરૂર નથી.
આમ, પૃથ્વીના અસ્તિત્વ માટે ચંદ્ર જવાબદાર છે. ચંદ્ર ગાયબ થઇ જાય તો તકલીફો વધી જાય.
No comments:
Post a Comment