Saturday, 26 August 2023

નક્ષત્ર અને રાશિ શું છે?જ્યોતિષશાસ્ત્રના નક્ષત્ર અને રાશિ શબ્દો જાણીતાછે. રાશિ ઉપરથી ભવિષ્ય કથન તમે વાંચતા હશો. પ્રાચીન કાળમાં ઋષિ- મુનિઓએ સૂર્ય, ચંદ્ર અને તારાઓની ગતિ અને સ્થાનનો અભ્યાસ કરીને પંચાંગની રચના કરેલી. પંચાંગમાં કયા દિવસે સૂર્ય, ચંદ્ર અને તારાઓ ક્યાં હોય છે તેની ચોક્કસ માહિતી હોય છે. પૃથ્વી અને ચંદ્રની પ્રદક્ષિણા અને ધરી ભ્રમણનો સમય નિશ્ચિત હોય છે. એટલે સમગ્ર સૂર્યમાળાની ગતિવિધિ ચોક્કસ અને નિયમિત હોય છે, આકાશમાં ચંદ્ર તારાઓની વચ્ચે સરકતો હોય છે. ચંદ્રની ભ્રમણ કક્ષાના ૨૭ ભાગ ખગોળશાસ્ત્રીઓએ તેને નામ આપ્યા છે. આ નામ જાણીતા છે. દરેક ભાગમાંતારા હોય છે. તારાના ઝૂમખાના આકાર ઉપરથી તેને નામ અપાય છે. ચંદ્ર જે ઝૂમખામાં હોય છે તે નક્ષત્રમાં છે તેમ કહેવાય છે. નક્ષત્રોના નામ ઉપરથી કારતક, માગશર, પોષ, વગેરે મહિનાના નામ પડ્યા છે. વિક્રમ સંવત ચંદ્રની ગતિવિધિના આધારે ગણાય છે તેને ચાંદ્રવર્ષ કહે છે.ચંદ્રની ભ્રમણકક્ષાની જેમ સૂર્ય ફરતે પ્રદક્ષિણા પથના વર્તુળના ૧૨ ભાગ પાડી તેને રાશિ નામ અપાયું. રાશિ એટલે કે ઢગલો કે સમૂહ. રાશિમાં તારાનો સમૂહ હોય છે. તેની ગોઠવણીમાં બળદ, સિંહ, ત્રાજવા, માછલી જેવા આકારોની કલ્પના કરીને બાર રાશિના નામ પાડી અપાયા છે. બધું ચક્રાકાર છે પરંતુ અશ્વિની પહેલું નક્ષત્ર અને મેપને પહેલી રાશિ ગણવામાં આવે છે,

No comments:

Post a Comment