રોમી દસ વર્ષનો હતો. તે શહેરની સારામાં સારી શાળામાં અભ્યાસ કરતો હતો. તેના પિતા દિનેશસિંહ કલેક્ટર હતા. રોમીના મા ઉચ્ચ બેંક અધિકારી હતાં. તેમનું નામ રંજનાજી હતું.
આ કુટુંબની જીવનશૈલી ખૂબ ઉંચી હતી. સરકારી બંગલામાં તેમનું નિવાસ્થાન હતું. નોકરો - ચાકરોની સંખ્યા પણ જરૂર કરતા વધારે હતી. કુલ બે ચોકીદારો હતા. બન્નેની ફરજનો સમય બાર-બાર કલાકનો હતો.
રોમી જે શાળામા હતો ત્યાં શહેરના બધા જ નબીરાઓ ભણતા હતા. સહુ કારમાં ડ્રાઈવર સાથે શાળામાં આવતા. શાળા છૂટયા બાદ એ બધા ડ્રાઈવરવાળી ગાડીમાં પોતપોતાના બંગલા ઉપર જતા.
રોમીના મિત્રો પાસે મોબાઈલ હતો. તેની પાસે નહોતો. રોમીના માતાપિતા તેને આટલી નાની ઉમરમાં મોબાઈલ નામનું રમકડું આપવા માગતા નહોતા. રોમીના પિતા દિનેશસિંહ શિસ્તના આગ્રહી હતા. રોમીના મા પણ પોતાના પુત્રનો છેર શિસ્ત સાથે કરવાના પક્ષમાં હતાં.
રોમીને શાળામાં આવવા માયે સાઈકલ હતી. તેનું ઘર શાળાની નજીકમાં હતું. તે સાઈકલ લઈને શાળામાં જાય તેવી તેના માતા - પિતાની ઇચ્છા હતી. સાઈકલ ચલાવાથી શારીરિક તંદુરસ્તી સારી રહેતી હોય છે તેમ રોમીના માતાપિતા માનતા હતા.
એક દિવસે રોમી ચાલતો શાળામાં આવ્યો. તેની સાઈકલમાં પંકચર પડ્યું હતું. શાળા છૂટ્યા બાદ તેણે પોતાના મિત્ર લવને કહ્યું, “લવ મને તારી કારમાં લઈ
જા. તારી કાર મારા ઘર ઉપરથી જાય છે. હું રસ્તામાં ઊતરી જઈશ.'
“રોમી, આ શું યાર લીરૃટ માગ્યા કરે છે ! તારા પપ્પા કલેક્ટર છે છતાં તું સાઈકલ ઉપર સ્કૂલમાં આવે છે ! આ બરાબર નથી. આજે તને મૂકી દઈશ.પણ, આ રીતે હવે લીફટ ન માગતો “
રોમીને પિતા ઉપર ગુસ્સો આવ્યો તે રાતના તેણે પિતાજી સાથે વાત કરવાનું નક્કી કર્યું. તે પિતાના ખંડમાં ગયો,
તેણે કહ્યું, “મને કારમાં સ્કૂલમાં મોકલવાની વ્યવસ્થા કરી આપો, ડેડી. મારે સાઈકલનો ઉપયોગ મને કરવો પડે છે. મારા સિવાય સહુને જ કારમાં ડ્રાઈવરો ફેંકવા આવે છે. મને સંકોચ થાય છે.”
દિનેશસિંહે હસીને કહ્યું, “દીકરા, તારે સંકોચ રાખવાની જરૂર નથી. સમય આવતા
તને બધું જ મળી જશે.''
રંજનાજી પણ હસી પડ્યાં. તે બોલ્યા, “કોઈના ઘરનો પ્રકાશ જોઈને પોતાના ઘરમાં આગ ન લગાવાય બેટા."
રોમીને માતાપિતાની વાત ન સમજાઈ. તે ઉદાસ ચહેરે પોતાના ખંડમાં અભ્યાસ કરવા જતો રહ્યો. તેનું ચિત્ત અભ્યાસમાં ચોટ્યું નહિ. તે સાઈકલ ઉપર શાળામાં જવા તૈયાર હતો, પણ મોબાઈલ તો તેને જોઈતો જ હતો.
બીજે દિવસે તેણે મિત્ર લવને પૂછ્યું, “આ મોબાઈલ કેટલાનો આવતો હોય છે ?”
“બે હજારથી માંડીને પચાસ હજાર સુધી.” “આ તો મોટી રકમ થઈ.” રોમી ઠંડો પડી ગયો.
લવે હસીને કહ્યું, “તું પૈસાની ચિંતા ન કર, રોમી, મારા ઓળખીતાની મોબાઈલની દુકાન છે, તું ત્યાંથી લઈ લે. તારા પપ્પા તો કલેકટર છે. તે તને આરામથી મોબાઈલ ફોન આપશે. બીલ તારા પપ્પા ચૂકવી દેશે. હું તો એ દુકાનમાંથી હંમેશા મને જરૂર હોય તે ખરીદી લઉં છું. તું પણ મારા જેવું કરી શકે છે.”
રોમીને આ વિચાર ગમી ગયો. સાંજના શાળામાંથી છૂટીને તે લવ સાથે ખૂબ મોટી દુકાનમાં ગયો. લવને ત્યાં સહુ ઓળખતા હતા જ. તેણે રોમીની ઓળખાણ કલેક્ટરના પુત્ર તરીકે આપી.
રોમી મોબાઈલ લઈને ઘરે પહોંચી ગયો. માતાપિતાને વાત કરવાની તેની હિંમત ન ચાલી. પછી તો રોમીની હિંમત ખુલી ગઈ. તેણે એક બાદ એક વસ્તુઓ ખરીદવા માંડી. એક મહિના બાદ દુકાનદારે રોમીને કહ્યું, “તારા પપ્પાને વાત કરજે. તારી ખરીદીનું
બીલ પાત્રીસ હજાર થયું છે, આવતીકાલે પપ્પા પાસેથી ચેક લઈ આવજે.”
રોમીના પેટમાં ફાળ પડી. પાત્રીસ હજાર રૂપિયા બહુ મોટી રકમ હતી. નાદાનિયતમાં આવીને તેણે મોટી ભૂલ કરી નાખી હતી. તેણે પિતાને વાત જ ન કરી.
એક રવિવારે દુકાનદાર દિનેશસિંહને મળવા આવ્યો. રોમીની ખરીદીનું પાત્રીસહજારનું બીલ આપ્યું. દિનેશસિંહ અને રંજનાજી અચંબામાં પડી ગયા. દિનેશસિંહે પૈસા ચૂકવી દીધા. દુકાનદાર ખુશ થઈને જતો રહ્યો.
તેના ગયા બાદ માતાપિતાએ રોમીને બધી હકીકત પૂછી. રોમીએ સાચું કહી દીધું. દિનેશસિંહ પુત્રને સમજાવતા કહ્યું, “બેટા લવ, તારા મિત્રો અબજોપતિ છે. હું સુખી માબાપનો પુત્ર જરૂર છે પણ દર મહિને ખૂબ મોટી, ઉધારની ખરીદી આપણને ન પોષાય અને આટલી નાની ઉમરમાં આ મોજશોખ કરવા યોગ્ય પણ નથી. લવની જેમ હું કરવા જઈશ તો તારો પાર નહિ આવે. હું અને તારા મમ્મી તને બધું જ અપાવીશું. આમ ઉધારી ન કરીશ.”
રોમીને પસ્તાવો થઈ રહ્યો હતો.
રંજનાજીએ પ્રેમથી પુત્રના ખભે હાથ મૂક્યો. તે બોલ્યાં, “તારા ડેડીની વાત એકદમ સાચી છે.”
“ડેડી... મમ્મી હવે હું આવી ભૂલ નહીં કરૂ.'
રોમી શરમાઈ રહ્યો હતો.
દિનેશસિંહ અને રંજનાજીના મુખ ઉપ૨ સંતોષનો ભાવ હતો. કહેવત : લાંબા જોડે ટૂંકો જાય, મરે નહિ તો. માંદો થાય.
No comments:
Post a Comment