એક નાનકડું નગર હતું. નગરમાં સમૃદ્ધિ હતી. સહુ નગરજનો મુખી હતા. આખું નગર સંપીને રહેતું હતું. કોઈના પણ મનમાં એકબીજા માટે વેર કે દ્વેષ નહોતા આ નગરમાં એક સુખી વણિક હતો. તેનું નામ માનચંદ હતું. માનચંદનો કાપડનો
વ્યાપાર હતો. તેની પેઢી ધમધોકાર ચાલતી હતી. લક્ષ્મીદેવીની કૃપા તેની ઉપર હતી. આજુબાજુના ગામડાઓના લોકો માનચંદના ગ્રાહકો હતા. માનચંદ સહુને બરાબર સાચવતો હતો કેમકે આ લોકોને લીધે જ માનચંદ આબાદ હતો. જરૂર પડ્યે તે ગ્રાહકોને
ઉધાર માલ પણ આપતો હતો. હા, સમયસર ઉધારી વસૂલી પણ લેતો હતો.
નગરમાં એકવાર એક મહાત્માની મધરામણી થઈ. આ મહાત્મા વૃદ્ધ હતા. તે ખૂબ જ તેજસ્વી હતા. તેમને જોતાવંત જ તેમના પ્રત્યે આપોઆપ માન ઉત્પન્ન થાય તેવું તેમનું વ્યક્તિત્વ હતું. ગામની પાદરે આવેલા માના મંદિરમાં તેમનો ઉતારો હતો.
માનચંદ એક સાંજે મહાત્માની મુલાકાતે ગયો. તેણે મહાત્માના ચરણસ્પર્શ કર્યા. મહાત્માએ તેને પોતાની સન્મુખ બેસવા વિનંતી કરી. માનચંદ મહાત્મા સમીપ ભોંય ઉપર ગોઠવાયો. ‘તું યુવાન છે. ઉત્સાહી છે. મને મળવા આવવાનું પ્રયોજન શું છે ?' મહાત્મા હસીને બોલ્યા. ‘મહાત્માજી, તમારા દર્શન કરીને હું ધન્ય થયો છું. તમારા વિશે નગરજનો પાસે ઘણું બધું સાંભળ્યુ છે. તેથી તમારા દર્શન કરવા દોડી આવ્યો છું. મને આશીર્વાદ આપો.’ માનચંદે નમ્રતાના દર્શન કરાવ્યા.
મહાત્મા મુસ્કુરાયા. ‘મહાત્માજી, મારી એક અભિલાષા છે. માનચંદ ધીમેથી બોલ્યો. ‘ફરમાવ, તારી કઈ અભિલાષા છે.' ‘હું ખૂબ પૈસાદાર છું. મારે વધુ પૈસા કમાવવા છે. મને કોઈ રસ્તો બતાવો. વધારે પૈસા કમાવીશ તો લોકો માટે કામ કરીશ. ગરીબોને મદદરૂપ થઈશ. મને તમે પૈસા કમાવાનો રસ્તો બતાવો.'
મહાત્મા મૌન હતા. તે કશુંક વિચારી રહ્યા હતા. માનચંદની નજર મહાત્મા ઉપર જડાયેલી હતી. તે જાણવા આતુર હતો કે મહાત્મા તેને ક્યો માર્ગ સૂચવવા માગતા હતા.
મહાત્મા અંતે બોલ્યા, ‘ઉપાય છે.’ 'તો મને તે વિષે જલદીથી કહો.' માનચંદ ઉતાવળો બન્યો હતો.
મહાત્માએ કહ્યું, ‘તારે દરરોજ એક સોનામહોર એક ડબ્બામાં મૂકવાની. એક અંતે બધી જ સોનામહોરો દાનમાં આપી દેવાની. તું જોજે, તારી સમૃદ્ધિ વધતી જ “ખરેખર ?” માનચંદ ઊછળી પડ્યો.
‘હા, મારા વચનો મિથ્યા ન થાય. તારે ફક્ત મારી સૂચનાનું પાલન કરવાનું મહાત્માના મુખ ઉપર સ્મિત હતું.માનચંદે મહાત્માને દંડવત પ્રણામ કર્યા અને જતો રહ્ય બીજા દિવસથી તેણે એક સોનામહોર એક ચાંદીના ડબ્બામાં મૂકવા માંડી. બરાબર એક વ સુધી તેણે આ ક્રિયા ચાલુ રાખી.તે વર્ષે તે અઢળક કમાયો. ન ધારેલા પૈસા તેને વ્યાપારમાં પ્રાપ્ત થયા. મહાત્માજીની વાણી ફળી હતી. તે બેહદ ખુશ હતો. તેણે વધારાની આવકને એક સ્થાને સંતાડી દીધી.બીજે વર્ષે તેણે પ્રથમ વર્ષની જેમ જ કર્યું. બીજા વર્ષે તેણે પ્રથમ
વર્ષ કરતા વધુ કમાયો. તેણે બન્ને વર્ષની બચત ભેગી કરીને એક પટારામાં મૂકી દીધી ત્રીજા વર્ષે તેના મનમાં એક વિચાર જાગૃત થયો. તે મનોમન સ્વ સાથે વાત કરતા બોલ્યો, ‘હું આ બે વર્ષની બચતમાંથી જ દરરોજ પાંચ સોનામહોરો ચાંદીની પેટીમાં મૂકીશ. મને પાંચગણા વધારે પૈસા મળશે.'
અને તેણે ત્રીજા વર્ષના પ્રથમ દિવસે જ પાંચ સોનામહોરો ચાંદીના ડબ્બામાં અલગ મૂકી. વર્ષને અંતે એકઠી થયેલી સોનામહોરો દાનમાં આપી દેવાની મહાત્માની વાત તેને યાદ હતી.પ્રથમ દિવસ પૂરો થયો. તે રાતના અચાનક તેની હવેલીના મુખ્ય દ્વાર ઉપર કોઈએ ટકોરા દીધા. માનચંદે દરવાજો ખોલ્યો. જોયું તો સામે ડાકુ અને તેના સાથીઓ ઊભા હતા. માનચંદનું શરીર કાપવા માંડ્યું. ડાકુએ સોનામહોરો માંગી. માનચંદ ખૂબ જ ડરી ગયો હતો. તેણ બે વર્ષની વધારાની
આવક યાદ આવી જે મહાત્માની આશીર્વાદથી એકઠી થઈ હતી. જાન બચાવવા માટે તેણે એ આવકનો પટારો આખેઆખો ડાકુના સરદારને આપી દીધો. ડાકુઓ જતા રહ્યા.
માનચંદ લમણે હાથ દઈને ત્યાં જ ફસડાઈ પડ્યો. તેની વધારાની સંપત્તિ જતી રહી હતી. તે વિચારી રહ્યો હતો કે આમ કેમ થયું હતું ! અચાનક તેને યાદ આવ્યુ કે મહાત્માની વાતનું તેણે ઉલ્લંઘન કર્યું હતું. દ૨૨ોજ એક સોનામહોર મૂકવાની તેમણે સલાહ આપી હતી. આજે તેણે પ્રથમવાર લોભને વશ થઈને પાંચ સોનામહોરો મૂકી હતી. પરિણામ તે ભોગવી રહ્યો હતો. તેને પારાવાર પસ્તાવો થયો.
પણ, બધું જ વ્યર્થ હતું. તેણે હવે નિયમનો ભંગ ન કરવાનું વિચારી લીધું. કહેવત--- લોભે લક્ષણ જાય.
No comments:
Post a Comment