આજના મુખ્ય સમાચાર(તારીખઃ 25 ઓગસ્ટ 2023)
( આ સમાચાર દિવ્ય ભાસ્કર દૈનિક વર્તમાનપત્રમાંથી લેવામાં આવ્યા છે..)
1. ચંદ્રયાનની સફળતા બાદ હવે સૂરજ તરફ પ્રયાણની તૈયારી, આદિત્ય એલ-1ને રોકેટમાં જોડવાનું શરૂ કર્યું....
(સૂર્યના અભ્યાસ માટે મોકલવામાં આવનાર મિશન આદિત્ય એલ-1 સપ્ટેમ્બરમાં લોન્ચ થશે અને જન્યુઆરીમાં નક્કી કરેલ સ્થળે પહોંચશે... )
2. ધોળાવીરાને વર્લ્ડ એટલાસ અજાયબીઓમાં સ્થાન... વિશ્વ વિરાસત સ્થળ બનતાં જ કચ્છની હડપ્પન સાઇટની વિશ્વભરમાં નોંધ...
3. કેન્દ્રિય પ્રદુષણ નિયંત્રણ બોર્ડ દ્વારા રાષ્ટ્રીય શુદ્ધ હવા પ્રોગ્રામ અંતર્ગત દેશમાં ઇન્દોર સૌથી શુદ્ધ શહેર જ્યારે ગુજરાતનું અમદાવાદ 8માં ક્રમે , સુરત 13મા ક્રમે...
4. રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર : છેલ્લો શો શ્રેષ્ઠ ગુજરાતી ફિલ્મ, અલ્લુ અર્જુન શ્રેષ્ઠ અભિનેતા...
(RRR ફિલ્મને સૌથી વધુ 7 એવોર્ડ જ્યારે ગંગુબાઇ અને સરદાર ઉદ્યમ ને 5 એવોર્ડ મળયા...)
5. ચેસ વર્લ્ડ કપ ફાઇનલ : વિશ્વના પ્રથમ નંબરના ચેસ ખેલાડી કાર્લસન સામે ટાઇ બ્રેકરમાં ભારતના પ્રજ્ઞાનનંદાની હાર....
No comments:
Post a Comment