🔥અટલ જ્યોતિ યોજના🔥
👉ઉદ્દેશ :
➖સાર્વજનિક ઉપયોગ હેતુ સોલાર સ્ટ્રીટ લાઈટિંગ સિસ્ટિમ પ્રદાન કરવી . જેમ કે , બસ સ્ટોપ , સડકો વગેરે પર પ્રકાશની સુવિધા પ્રદાન કરવી .
👉અન્ય બાબતો :
➖ઊર્જા કાર્યક્ષમતા સેવા લિમિટેડ ( EESL - Energy Efficiency Services Limited ) આ યોજનાની અમલીકરણ સંસ્થા છે .
➖ઉત્તરપ્રદેશ , બિહાર , આસામ , ઝારખંડ અને ઓડિસામાં ગ્રિડ કનેક્ટીવિટી 50 % કરતાં ઓછી છે , આથી , EESL દ્વારા 3 લાખ જેટલી સોલાર - LED લાઈટ દ્વારા આ વિસ્તારોને પ્રકાશિત કરવામાં આવશે .
➖આ યોજના ગ્રામીણ , અર્ધશહેરી અને શહેરી ક્ષેત્રોને કવર કરશે .
➖મંત્રાલયના દિશાનિર્દેશ અનુસાર જે ક્ષેત્રમાં પર્યાપ્ત માત્રામાં વિદ્યુત ઉપલબ્ધ નથી ત્યાં 12 વોલ્ટની ક્ષમતા ધરાવતી LED સોલાર સ્ટ્રીટ લાઈટ ઉપલબ્ધ કરાવવામાં આવશે .
➖પ્રકાશ વ્યવસ્થાના કુલ ખર્ચના 75 % મંત્રાલયના બજેટમાંથી અને બાકીના 25 % ખર્ચ MPLADs નિધિ , પંચાયત નિધિ ( કોષ ) , નગરપાલિકાઓ અથવા અન્ય શહેરી સ્થાનીય એકમોની નિધિમાંથી આપવામાં આવશે .
➖MPLADsનું પૂરું નામ Member of Parliament Local Area Development Funds છે .
No comments:
Post a Comment