નવનિર્માણ આંદોલન ૧૯૭૪ માં ગુજરાતના વિદ્યાર્થી અને મધ્યમ વર્ગ ના લોકો દ્વારા સમાજમાં નાણાકીય સમસ્યાઓ અને ભ્રષ્ટાચાર ના વિરોધમાં શરુ કરાયેલી સામાજિક -રાજકીય ચળવળ હતી.આ આંદોલન આઝાદી પછી ભારતના ઇતિહાસમાં ચૂંટાયેલી સરકારને વિખેરી નાખવામાં એક માત્ર સફળ આંદોલન હતું .
જુલાઈ ૧૯૭૩ માં ઘનશ્યામભાઈ ઓઝાની જગ્યાએ ચીમનભાઈ પટેલ ગુજરાતના મુખ્યમંત્રી બન્યા .તેમની સામે ભ્રષ્ટાચાર ના આરોપો હતા .ખાધ પદાર્થો ના ભાવોમાં વધારો થવાથી શહેરી મધ્યમ વર્ગ નાણાંકીય કટોકટીનો સામનો કરી રહ્યો હતો .
20 ડીસેમ્બર ૧૯૭૩ ના દિવસે અમદાવાદની લાલભાઈ દલપતભાઈ ઇજનેરી મહાવિદ્યાલય ના વિધાર્થીઓ છાત્રાલય ના ભોજન શુલ્ક માં 20 ટકાનો વધારો થવાથી હડતાલ પર ઉતરી આવ્યા .આ પ્રકારની હડતાળ ૩ જાન્યુઆરી ૧૯૭૪ ના રોજ ગુજરાત યુનિવર્સિટી માં પણ થઇ .જેમાં પોલીસ અને વિધાર્થીઓ વચ્ચે અથડામણો થઇ .જેનાથી સમગ્ર ગુજરાતમાં વિદ્યાર્થી આંદોલનો શરુ થયા.શૈક્ષણિક સંસ્થાનો માં 7 જાન્યુઆરી થી અચોક્કસ મુદતની હડતાળ શરુ થઇ .તેમની માંગણી ભોજન અને શિક્ષણ સબંધી હતી .અમદાવાદમાં મધ્યમ વર્ગ અને કેટલાક શ્રમિકો પણ જોડાયા .અને તેમણે કેટલીક દુકાનો પર હુમલો કર્યો .વિધાર્થીઓ ,વકીલો અને અધ્યાપકોએ અન્યાય સામે અવાજ ઉઠાવવા અને આંદોલનને માર્ગદર્શન આપવા માટે એક સમિતિની રચના કરી .જે પાછળથી નવનિર્માણ યુવક સમિતિ તરીકે ઓળખાઈ .
આંદોલનકારીઓએ ચીમનભાઈ પટેલના રાજીનામાની માંગણી કરી .૧૦ જાન્યુઆરી એ અમદાવાદ અને વડોદરામાં હડતાળ બે દિવસ માટે હિંસક બની .25 જાન્યુઆરી ૧૯૭૪ ના રોજ આયોજિત રાજ્યવ્યાપી હડતાલમાં ૩૩ શહેરોમાં પોલીસ અને લોકો વચ્ચે અથડામણો ની ઘટનાઓ બની .સરકારે ૪૪ શહેરોમાં સંચારબંધી લાગુ કરી અને તેનાથી આંદોલન સમગ્ર ગુજરાતમાં વયાપ્યું ..૨૮ જાન્યુઆરી ૧૯૭૪ન રોજ અમદાવાદમાં લશ્કરને બોલાવવામાં આવ્યું . મોરારજી દેસાઈ આંદોલનના કારણે ઇન્દિરા ગાંધીએ ચીમનભાઈ પટેલ ને રાજીનામું આપવાનું કહ્યું .તેમણે ૯ ફેબ્રુઆરી ના રોજ રાજીનામું આપ્યુ .રાજયપાલે વિધાનસભા સ્થગિત કરી નાખી .અને રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવામાં આવ્યું .વિરોધ પક્ષે વિધાનસભા ને વિખેરી નાખવાની માંગણી કરી.
નવનિર્માણ યુવક સમિતિએ નવિ ચૂંટણીઓ કરવાની માંગણી કરી .અને વિરોધ પક્ષે તેનું સમર્થન કર્યું હતું .મોરારજી દેસાઈ આ માંગણીના ટેકામાં ૬ એપ્રિલ ૧૯૭૫ ના રોજ અચોક્કસ મુદતની ભૂખ હડતાલ પર ઉતરી ગયા .છેવટે ઇન્દિરા ગાંધીએ ચૂંટણી ની જાહેરાત કરી .જે જૂનના રોજ યોજવામાં આવી .અને પરિણામો ૧૨ જૂન ૧૯૭૫ ના રોજ જાહેર થયા .ઇન્દિરા ગાંધીની ચૂંટણીમાં ગોલમાલ નો ચુકાદો પણ તે જ દિવસે આવ્યો .જે પછીથી દેશમાં કટોકટીમાં પરિણમ્યો .આ દરમિયાન ચીમનભાઈ પટેલે પોતાના પક્ષ કિસાન મજદૂર લોક્પક્ષ ની સ્થાપના કરી અને અલગ થી ચૂંટણી લડ્યા .કોંગ્રેસે ચૂંટણીમાં હાર મેળવી અને માત્ર ૭૫ બેઠકો જીતી .કોંગ્રેસ (ઓ ),જનસંઘ ,પીએસપી અને લોકદળ નું સંગઠન જે જનતા મોરચા તરીકે જાણીતું હતું .તેમણે ૮૮ બેઠકો મેળવી .અને બાબુભાઈ જશભાઈ પટેલ મુખ્યમંત્રી બન્યા.આ સરકાર ૯ મહિના ચાલી .અને પછી માર્ચ ૧૯૭૬માં રાષ્ટ્રપતિ શાસન લાગુ પાડવામાં આવ્યું .ડીસેમ્બર ૧૯૭૬માં થયેલી ચૂંટણીમાં કોંગ્રેસે વિજય મેળવ્યો .અને માધવસિંહ સોલંકી મુખ્યમંત્રી બન્યા .
નવનિર્માણ આંદોલન મધ્યમ વર્ગના લોકો અને વિધાર્થીઓ નો નાણાંકીય કટોકટી અને સરકારના ભ્રષ્ટાચાર સામે આક્રોશ વ્યકત કર્યો હતો .આંદોલને સરકારને રાજીનામું આપવાની ફરજ પાડીને લોકશક્તિ નું ઉદાહરણ પૂરું પાડ્યું હતું
No comments:
Post a Comment