કનૈયાલાલ મુનશી
જન્મ -30-12 -1887
મૂત્યું 8-2 -1971
કનૈયાલાલ મુનશી જાણીતા નવલકથાકાર નાટ્યકાર વાર્તાકાર નિબંધકાર હતા.
ભરૂચમાં જન્મેલા કનૈયાલાલના પિતાનું નામ માણેકલાલ અને માતાનું નામ તાપીબા હતું.
1902માં વડોદરા કોલેજમાં પ્રવેશ મેળવ્યો. 1910માં એલએલ.બી.ની પરિક્ષા પાસ કરીને
તેમણે મુંબઈમાં વકીલાત શરૂ કરી. તેમણે 1922માં ‘ગુજરાત ;માસિક શરૂ કરી સાહિત્યની
સેવા શરૂ કરી. 1937માં કનૈયાલાલ મુંબઈ રાજ્યમાં ગુહપ્રધાન બન્યા, 1948માં રાષ્ટ્ની બધારણ સભાના સભ્ય ,એ પછી કેન્દ્રીય
પ્રધાનમંડળમાં ખેતીવાડી ખાતાના પ્રધાન અને 1952 માં ઉત્તરપ્રદેશના રાજ્યપાલ વગેરે
હોદ્દા પણ સંભાળ્યા .1938 માં તેમણે ભારતીય વિધાભવનની સ્થાપના કરી .1937 ,1949 અને
1955 માં તેઓ ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખપદે પણ રહ્યા .મુંબઈમાં 83 વર્ષની વયે
તેમનું અવસાન થયું .
ઉપનામ ---ઘનશ્યામ વ્યાસ
ભારતીય સ્વતંત્ર ચળવળના કાર્યકર હતા .રાજકારણી
,લેખક અને ગુજરાત રાજ્યના શિક્ષણવિદ .
વ્યવસાયે વકીલ ,પછીથી તેઓ
લેખક અને રાજકારણ તરફ વળ્યા. રાજકીય પક્ષ –સ્વરાજ પાર્ટી ,ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ
,સ્વતંત્ર પાર્ટી ,જનસંઘ
ગુજરાતી ,હિન્દી અને
અંગ્રેજી એમ ત્રણ ભાષાઓમાં તેમની કૃતિ લખી હતી .ઉત્તરપ્રદેશના રાજયપાલ પણ બન્યા .
No comments:
Post a Comment