Thursday, 21 January 2021

નખત્રાણા,કચ્છ.થી ફક્ત 40કી.મી. ના અંતરે,આ નયન રમ્ય દ્ર્શ્યો,કાળિયો ધ્રો નામ થી,અદ્રશ્ય,ગુમનામ અવસ્થા માં ધરતી ની ગોદ માં ધરબાયેલા છે.એક પ્રકૃતિ પ્રેમી યુવકે,આ તસવીરો ની સોશ્યલ મિડીયા માં પ્રસ્તુતિ કરી.અમેરિકા ના ટાઇમ્સ ઓફ ન્યૂયોર્ક ટાઈમ્સ એ ફ્રન્ટ પેજ પર સ્થાન આપ્યું.અમેરિકા ના ગ્રાન્ટ કેન્યન ને મળતા આ ભૂખંડ ,વિવિધ ખનીજો ને લીધે રંગ બેરંગી ખડકો અને વહેતું પાણી,એ કમાલ કરી છે.હવાના તેજ થપેડા,કચ્છ ની કારમી ગરમી અને પાણી ના જબ્બર વહેણ ને લીધે આ રચના થઈ છે.સ્થાનિક માલધારીઓ ની વાતો પરથી ,એક યુવકે આ દ્રશ્યો કંડારી ગર્તા માથી ઉજાગર કર્યા છે. આ સ્થળે એ પર્વત છે,જે સાત શિખરો ધરાવે છે.જેને મહાભારત પર્વત તરીકે ઓળખાય છે.પાંચ પાંડવ,માતા કુંતી અને પાંચાલી.કુદરત ની રચના ,કોણ હસે આનો શિલ્પી.

No comments:

Post a Comment