પાલનપુર તાલુકાનો રમકડાં મેળો
પાલનપુર તાલુકાનો રમકડાં મેળો પાલનપુર તાલુકાની મેરવાડા પ્રાથમિક શાળામાં આજરોજ તારીખ 21-૦1-2021 ના રોજ યોજાયો . જેનો મુખ્ય ધ્યેય બાળકોને અધ્યયન –અધ્યાપન પ્રક્રિયા અને શિક્ષણશાસ્ત્રમાં સામેલ કરીને સક્રિય અને આનંદકારક શિક્ષણ પ્રદાન કરવાના લક્ષ્ય સાથે દેશી રમકડાં ઉધોગને પ્રોત્સાહન આપવા ,શિક્ષણ મંત્રાલય સહિતના અન્ય મંત્રાલયોના સહયોગથી કપડાં મંત્રાલય દ્વારા રાષ્ટ્રીય રમકડાં મેળાનું આયોજન કરવામાં આવ્યું .
બાળકોને જુદા -જુદા રમકડાં અને તેની રમતો દ્વારા બાળકો ને સરળતાથી શીખવા અને શીખાવવાના શૈક્ષણિક રમકડાં બાળકોને કઈ રીતે ઉપયોગી થઇ શકે ? તે આ રમકડાં મેળાનું સુંદર આયોજન કરવામાં આવેલ .જેમાં જુદા -જુદા વિભાગમાં રમકડાં મેળાને વહેચી દેવામાં આવ્યો વિભાગ (૧) પાયાના તબક્કા (પૂર્વ શાળા ,બાલવાટિકા ,ધોરણ 1 થી 2 ) વિભાગ—૨ પ્રાથમિક વિભાગ (ધોરણ ૩ થી ૫ ) વિભાગ—૩ ઉચ્ચતર પ્રાથમિક વિભાગ (ધોરણ -6 થી 8 ) વિભાગ –૪ માધ્યમિક વિભાગ –(ધોરણ ૯ થી ૧૦ ) વિભાગ – ૫ ઉચ્ચતર વિભાગ ( ધોરણ -૧૧ થી ૧૨ )
જેમાં કુલ ૯૪ શિક્ષક શિક્ષક ભાઈ –બહેનોએ ભાગ લીધો હતો .સરકાર શ્રીની ગાઈડલાઈન્સ મુજબ તમામ રમકડા મેળામાં આવેલ મિત્રો એ તેનું સંપૂર્ણ પાલન કર્યું હતું .દરેક વિભાગમાં તમામ રમકડાં અલગ અલગ રીતે બનાવવામાં આવ્યા હતા .જેમાં માટીમાંથી રમકડાં બનાવવા ,પપેટ શો ,રંગ ,આકારોની ઓળખ ,ચેસ ,કેરમ ,ગણિત ના જુદા –જુદા રમત દ્વારા શીખવી શકાય તેવા ગણિતના શૈક્ષણિક રમકડાં હતા પર્યાવરણ વિષય શીખવવા માટે બાળકો સહેલાઇથી સજીવ –નિર્જિવ વગરને રમતાં –રમતાં સહેલાઇથી કઈ રીતે તેનું વર્ગીકરણ કરીને બાળકો શીખી શકે તેવા રમકડાં ,બાળકો રમકડાં ની સાથે ડીજીટલ સ્વરૂપે તે શીખે તેમજ તેની કવિઝ રૂપે પણ શીખી શકે તેવા શૈક્ષણિક રમકડાં આ મેળામાં હતા.
છાપકામ ,જુદીજુદી રમતો ,કુતુહલપ્રેરક ,પ્રવુતિઓ , તેમજ રમકડાં વગેરે આ રમકડાં મેળામાં હતા.આ પ્રસંગે નિર્ણાયકશ્રી ઓ દ્વારા તમામ રમકડાં ના વિભાગોને વ્યક્તિગત રીતે તેમના દ્વારા મૂલ્યાંકન કરવામાં આવ્યું .દરેક શિક્ષક ભાઈ -બહેન દ્વારા તેની સમજ આપવામાં આવી .વૈશ્વિક મહામારી કોરોના અંતર્ગત સોસીયલ ડીસ્ટનસ સાથે રમકડાં ગોઠવવામાં આવ્યા હતા ,તે પ્રમાણે નિર્ણાયકશ્રી ઓ દ્વારા તમામ રમકડાં ને નિહાળ્યા .
આ પ્રસંગે મેરવાડા પ્રાથમિક શાળામાં પાલનપુર તાલુકાના રમકડાં મેળાનું આયોજન હતું .પ્રસંગ ને ચોક્કસ દિશામાં આગળ લઇ જવા માટે તેમજ સુચારુ આયોજન માટે પાલનપુર ના લીએજન ઓફિસર સાહેબ શ્રી એમ .બી થુંમ્બડીયા સાહેબ ,નીરુબા રાજપૂત સાહેબ કેળવણી નિરિક્ષક પાલનપુર ,આનંદભાઈ મોદી સાહેબ બી .આર .સી .કો ઓ .પાલનપુર ,હર્ષિદાબેન ચૌધરી પ્રજ્ઞા બી.આર .પી .તેમજ તાલુકાના જુદાજુદા સી .આર. સી. કો. ઓ તેમજ પાલનપુર તાલુકાના જુદીજુદી શાળામાંથી ભાગ લેવા આવેલા શિક્ષક ભાઈ –બહેનો ઉપસ્થિત રહ્યા હતા.
No comments:
Post a Comment